ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / શું પત્ની આહુજા ગોવિંદાથી અલગ થઇ જશે? તૂટશે 39 વર્ષ જૂનો નાતો!

મનોરંજન / શું પત્ની આહુજા ગોવિંદાથી અલગ થઇ જશે? તૂટશે 39 વર્ષ જૂનો નાતો!

Published By: Bijal Vyas

Last Updated: 12:13 PM, 11 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સમયે બોલિવૂડના નંબર વન કપલ ગોવિંદા અને સુનિતા આહુજાનો સંબંધ નાજુક સમય પર પસાર થઈ રહ્યો છે. તેના લગ્નજીવનમાં મુશ્કેલીઓના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. સુનિતાએ તેના પતિના એક્સ્ટ્રા મેરિટલ અફેયરની શંકા વ્યક્ત કરી છે...

ADVERTISEMENT

એક સમયે બોલિવૂડના નંબર વન કપલ ગોવિંદા અને સુનિતા આહુજાનો સંબંધ નાજુક સમય પર પસાર થઈ રહ્યો છે. તેના લગ્નજીવનમાં મુશ્કેલીઓના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. સુનિતાએ તેના પતિના એક્સ્ટ્રા મેરિટલ અફેયરની શંકા વ્યક્ત કરી છે, જ્યારે ગોવિંદા તેના અંગત જીવન વિશેના પ્રશ્નો પર ખુલ્લીને રિએક્ટ કરવાથી બચે છે. હવે, આ દંપતીની પુત્રી ટીનાએ આ બાબતે રિએક્શન આપ્યુ છે.

પેરેન્ટ્સના સંબંધ પર શું બોલી ટીના?

મંગળવારે સુનિતા આહુજાનો લેટેસ્ટ વ્લોગ તેની પુત્રી ટીના આહુજા દ્વારા હાઇજેક કરવામાં આવ્યો હતો. મહિલા દિવસ પર ટીનાએ તેની માતાને આશ્ચર્યચકિત કરી અને તેને સોલિટેર રિંગ ભેટમાં આપી. ટીનાએ તેના માતાપિતાના છૂટાછેડાની અફવાઓ પર પ્રતિક્રિયા આપી. અભિનેત્રીએ સ્વીકાર્યું કે છેલ્લા બે વર્ષ તેના પરિવાર માટે સારા રહ્યા નથી.ટીનાએ વ્લોગની શરૂઆત જાહેરાતથી કરી કે તે તેની માતાને આશ્ચર્યચકિત કરવા માટે તેનો વ્લોગ હાઇજેક કરી રહી છે. તેણીએ કહ્યું, આપણે સ્ત્રીઓ બીજાઓ માટે ઘણું બધું કરીએ છીએ અને પોતાના વિશે વિચારતા નથી. તેથી મેં મારી માતા માટે કંઈક ખાસ કરવાનું નક્કી કર્યું."

GOVINDA-1

ત્યાર બાદ ગોવિંદા અને સુનિતાના છૂટાછેડાના સમાચાર સ્ક્રીન પર ફ્લેશ થયા. આ અફવાઓનો જવાબ આપતા, ટીનાએ કહ્યું, "બે વર્ષ સારા રહ્યા નથી. અશાંતિ રહી છે." તે સાથે, ટીનાએ તેની માતા માટે ફૂલો અને એક કાર્ડ લીધું. તેણે સમજાવ્યું કે, તે હવે બીજા શહેરમાં રહે છે, તેથી તે શાકભાજી અને ઘરની જરૂરી વસ્તુઓની ખરીદી કરવાનું શીખી રહી છે. તેણે તાજેતરમાં કોબી અને બટાકા જેવા શાકભાજી ખરીદવાનું શીખી છે. પછી ટીના બધી ભેટો લઈને તેની માતા પાસે પહોંચી. સુનિતાએ કહ્યું, "બધું મર્યાદામાં હોવું જોઈએ. મેં મારી બધી જવાબદારીઓ નિભાવી છે, પણ હવે મેં મારા માટે જીવવાનું શરૂ કર્યું છે. હું વધારે ડિઝર્વ કરુ છું. હવે હું કિંગ-સાઈઝ જીવન જીવીશ. યશ અને તમે બંને મોટા થઈ ગયા છો. આ એક મજેદાર પાર્ટી હશે."

આ પણ વાંચોઃ પપ્પાના જન્મદિવસે પપ્પા બન્યો બોલીવૂડ એક્ટર રણદીપ હુડ્ડા, પત્ની લિન લેશરામે દીકરીને જન્મ આપ્યો

રિલેશનશિપ પર વાત કરતાં ટીનાએ કહ્યું, "આપણે આત્મનિર્ભર બનવું પડે છે. આપણે બીજાના પ્રેમમાં પોતાને ભૂલી જઈએ છીએ. આપણી અંદર રહેલા બાળકને જીવંત રાખવું જરુરી છે." વ્લોગના અંતે, ટીનાએ તેની માતાને સોલિટેર રિંગ ભેટમાં આપી. સુનિતાએ કહ્યું, "ટીના એક જ્વેલરી ડિઝાઇન કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર બની છે. તેથી જ મારી પુત્રીએ મને આ ગિફ્ટ આપી છે." ટીનાએ જવાબ આપ્યો, પરંતુ તે બ્રાન્ડની નથી." પછી સુનિતાએ મજાકમાં કહ્યું, "ટીનાએ પૈસા કમાયા છે, તેથી તેણે મને એક વીંટી ગિફ્ટમાં આપી. આ મારા કલેક્શનમાં બીજી સોલિટેર વીંટી છે. હવે મારે યશ પાસેથી વીંટી લેવી પડશે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

parents divorce rumours Tina Ahuja Govinda- sunita ahuja

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ