બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Governor Acharya Devvrat Statement on Fake Farmers in Natural Farming Programme

સુરેન્દ્રનગર / VIDEO: મારા કેટલાક કાર્યક્રમમાં નકલી ખેડૂતો બેસાડે છે તંત્ર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અધિકારીઓને કરી ટકોર

Vishnu

Last Updated: 07:41 PM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં સરકારી કાર્યક્રમમાં લવાતા લોકો વિશે રાજ્યપાલે સચોટ અવલોકન કર્યું, સુરેન્દ્રનગરમાં ખેડૂતોના કાર્યક્રમમાં પૂછ્યું ખેડૂતો હોય તે હાથ ઊંચો કરે

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નિવેદન
  • નકલી ખેડૂતો અંગે  વહીવટી તંત્રને ટકોર
  • "મારા કેટલાક કાર્યક્રમમાં નકલી ખેડૂતો બેસાડાય છે"

ગઈકાલે શિક્ષણ દિન નિમિત્તે સુરેન્દ્રનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલે સામે બેઠેલી મહિલાઓને અચાનક જ સવાલ પૂછ્યો હતો. ખેડૂતો સાથેની ગોષ્ઠિમાં રાજ્યપાલે પૂછ્યું કે "સામે બેઠેલામાંથી ખેતી કેટલા લોકો કરે છે?"ઘણી આંગળીઓ ઊંચી હતા રાજ્યપાલ ખુશ થયા હતા અને અગાઉના કાર્યક્રમની ઘટનાઓને યાદ કરતાં કહ્યું હતું કે અધિકારીઓ મારી સામે નકલી ખેડૂતોને બેસાડી દે છે. કેટલાક ખેતીના કાર્યક્રમમાં તો સખીમંડળની બહેનોને બેસાડી દે છે. માટે આજના સુરેન્દ્રનગરના કાર્યક્રમમાં રાજ્યપાલે ખરાઈ કરી કે વાસ્તવમાં સામે ખેડૂતો બેઠા છે કે નકલી(અન્ય) કોઈને અધિકારીઑએ બેસાડ્યા છે. 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શું કહ્યું?
જે લોકો ખેતી કરે છે તે લોકો હાથ અધ્ધર કરે, વાહ! આભાર તમારા માટે હું તાળીઓ પાડુ છું.. આનાથી એ સાબિત થાય છે કે આજના આ કાર્યક્રમમાં વહીવટી તંત્રએ નકલી ખેડૂતો ભેગા નથી કર્યા. બધા સાચા ખેડૂતો બેસાડ્યા છે. મારી સાથે ગરબડ થઇ જાય છે કેટલીક જગ્યાએ. કેટલાક લોકો હોશિયારી વાપરી સખી મંડળની બહેનોને બેસાડી દેતા હોય છે મારા કાર્યક્રમમાં અને કેટલાક ખેડૂતો પણ નકલી બેસાડી દેવામાં આવે છે. ત્યારે આજે હું ખૂબ જ ખુશ છું કે આટલી ભીષણ ગરમીમાં પણ મોટી સંખ્યામાં બધા ખેડૂતો મારી સામે બેઠા છે. હવે બીજો પ્રશ્ન. તમારે જરાય ગભરાવાનું નથી સાચું બોલવાનું છે. અહીં કોઇ સજાની વ્યવસ્થા નથી સંવાદ કરવાનો છે અને સમસ્યાનું નિરાકરણ લાવવાનું છે. 

.. પણ કાર્યક્રમમાં મોટાભાગની બહેનો ખેતી સાથે જોડાયેલી હતી
સુરેન્દ્રનગરના કાર્યક્રમમાં મોટાભાગની બહેનો ખેતી કરતી હતી તે આવી હતી. જિલ્લાના તમામ અધિકારીઓ, ખેતીવાડી અધિકારીઓ સામે રાજ્યપાલે ખરાઈ કરતા હવે આગળના રાજ્યપાલના કાર્યક્રમમાં અધિકારીઑને ખેડૂત જ આવે તે માટે આદેશ થશે તો નવાઈ નહીં

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ