બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મોબાઇલ ફોનના દુરુપયોગને રોકવા સરકારનો મોટો આદેશ, 20 લાખ નંબરો પર લટકતી તલવાર

નિર્દેશ / મોબાઇલ ફોનના દુરુપયોગને રોકવા સરકારનો મોટો આદેશ, 20 લાખ નંબરો પર લટકતી તલવાર

Last Updated: 10:19 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણમાં બહાર આવ્યું છે કે સાયબર ગુનાઓમાં 28,200 મોબાઈલ હેન્ડસેટનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો

કેન્દ્ર સરકારે શુક્રવારે ટેલિકોમ ઓપરેટર્સને 28,200 મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સિવાય સરકારે આ હેન્ડસેટ્સ સાથે જોડાયેલા 20 લાખ મોબાઈલ નંબરને ફરીથી વેરિફિકેશન કરવાના નિર્દેશ આપ્યા છે.

સાયબર ગુનાઓ અને નાણાકીય છેતરપિંડીઓમાં મોબાઈલ ફોનના દુરુપયોગને રોકવાનો પ્રયાસ

સંચાર મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ સાયબર ગુનાઓ અને નાણાકીય છેતરપિંડીઓમાં મોબાઈલ ફોનના દુરુપયોગને રોકવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DOT), ગૃહ મંત્રાલય (MHA) અને રાજ્ય પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છે.

છેતરપિંડી કરનારાઓના નેટવર્કને નષ્ટ કરવાનો હેતુ

મંત્રાલયે કહ્યું કે આ વિભાગોના સંયુક્ત પ્રયાસનો હેતુ છેતરપિંડી કરનારાઓના નેટવર્કને નષ્ટ કરવાનો અને નાગરિકોને ડિજિટલ જોખમોથી બચાવવાનો છે. ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણમાં બહાર આવ્યું છે કે સાયબર ગુનાઓમાં 28,200 મોબાઈલ હેન્ડસેટનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જ્યારે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ વધુ વિશ્લેષણ કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ મોબાઈલ હેન્ડસેટ્સ સાથે 20 લાખ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, DoTએ ટેલિકોમ સેવા પ્રદાતાઓને સમગ્ર ભારતમાં 28,200 મોબાઈલ હેન્ડસેટને બ્લોક કરવા અને આ હેન્ડસેટ્સ સાથે જોડાયેલા 20 લાખ મોબાઈલ કનેક્શન્સને તાત્કાલિક ફરીથી વેરિફાઈ કરવા સૂચનાઓ જારી કરી.

આ પણ વાંચોઃ જો તમારી પાસે પણ ક્રેડિટ કાર્ડ છે, તો જો-જો આવી ભૂલ કરતા, નહીંતર આવશે રોવાના દહાડા

પુનઃ-વેરિફિકેશન નિષ્ફળ જશે તો કનેક્શન તોડી નંખાશે

DoT એ ટેલિકોમ કંપનીઓને પણ નિર્દેશ આપ્યો છે કે જો પુનઃ-વેરિફિકેશન નિષ્ફળ જાય તો કનેક્શન તોડી નાખવા. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ સાયબર ક્રાઈમના મામલામાં આવા પગલાં લીધાં છે. મંગળવારે, DoT એ નાણાકીય કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલા 1 ફોન નંબરને ડિસ્કનેક્ટ કર્યા અને તે નંબર સાથે જોડાયેલા 20 મોબાઇલ હેન્ડસેટને પણ બ્લોક કરી દીધા, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ