બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / બિઝનેસ / government solar rooftop policy install solar panel and earn money small business idea

કમાણી / 70 હજાર રૂપિયામાં 25 વર્ષ સુધી થશે જોરદાર કમાણી, ઘરેથી જ કરી શકો છો આ બિઝનેસ, જાણો વિગતો

Noor

Last Updated: 10:49 AM, 12 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે કોઈ એવો બિઝનેસકરવાનું વિચારી રહ્યાં છો જેમાં તમારે અલગથી કોઈ જગ્યા લેવી ન પડે તો તમે પોતાના ઘરની ખાલી પડેલી છતનો ઉપયોગ કરી લાખોની કમાણી કરી શકો છો. ચાલો જાણીએ કઈ રીતે.

  • ઘરની છત પર જ શરૂ કરો આ કામ
  • થશે લાખોની કમાણી
  • સરકાર પર આ કામ માટે આપે છે સબ્સિડી

આ કામ માટે તમારે છત પર સોલર પેનલ (Solar Panel) લગાવવી પડશે. સોલર પેનલને કોઈ પણ જગ્યાએ ઇન્સ્ટોલ કરી શકાય છે. તમે ઈચ્છો તો છત પર સોલર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરી ગ્રિડમાં સપ્લાય કરી શકો છો. સોલર પેનલ લગાવનાર લોકોને કેન્દ્ર સરકારના ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી મંત્રાલય રૂફટોપ સોલર પ્લાન્ટ પર 30 ટકા સબ્સિડી આપે છે. સબ્સિડી વગરના રૂફટોપ પેનલ લગાવવા પર એક લાખ રૂપિયાનો ખર્ચ આવે છે.

આટલો ખર્ચ આવશે

એક સોલર પેનલની કિંમત લગભગ એક લાખ રૂપિયા છે. દરેક રાજ્યના હિસાબથી આ ખર્ચ અલગ-અલગ હોય છે. પરંતુ સરકારથી મળનારી સબ્સિડી બાદ એક કિલોવોટના સોલર પ્લાન્ટ માત્ર 60થી 70 હજાર રૂપિયામાં ઇન્સ્ટોલ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે કેટલાક રાજ્ય તેના માટે અલગથી વધારાની સબ્સિડી પણ આપે છે. સોલર પાવર પ્લાન્ટ લગાવવા માટે જો તમારી પાસે 60 હજાર રૂપિયા ન હોય તો કોઈ પણ બેંકથી હોમ લોન પણ લઈ શકાય છે. નાણા મંત્રાલયે તમામ બેંકોને હોમ લોન આપવા માટે કહ્યું છે.

ફાયદો

સોલર પેનલોની ઉંમર 25 વર્ષની હોય છે. આ પેનલને તમે પોતાની છત પર સરળતાથી ઇન્સ્ટોલ કરી શકો છો અને પેનલથી પ્રાપ્ત થનારી વીજળી નિશુલ્ક હશે. સાથે બચેલી વીજળીને ગ્રિડના માધ્યમથી સરકાર કે કંપનીને વેચી પણ શકાય છે. એટલે કે ફ્રીની વિજળી સાથે કમાણી. જો તમે પોતાના ઘરની છત પર બે કિલોવોટની સોલર પેનલ લગાવો છો તો દિવસના 10 કલાક તડકો હોવાની સ્થિતિમાં તેનાથી લગભગ 10 યૂનિટ વીજળી બનશે. જો મહિનાનો હિસાબ લગાવીએ તો બે કિલોવોટના સોલર પેનલથી લગભગ 300 યૂનિટ વીજળી બનશે.

આવી રીતે ખરીદો સોલર પેનલ

સોલર પેનલ ખરીદવા માટે તમે રાજ્ય સરકારની રિન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટીનો સંપર્ક કરી શકો છો.
તેના માટે રાજ્યોના મુખ્ય શહેરોમાં કાર્યાલય હોય છે.
દરેક શહેરમાં પ્રાઇવેટ ડીલર્સની પાસે પણ સોલર પેનલ ઉપલબ્ધ હોય છે.
સબ્સિડી માટે ફોર્મ પણ ઓથોરિટી કાર્યાલયથી જ મળશે.
ઓથોરિટીથી લોન લેવા માટે પહેલા સંપર્ક કરવો પડશે.

મેન્ટેનન્સનો કોઈ ખર્ચ નથી

સોલર પેનલમાં મેન્ટેનન્સ ખર્ચનું પણ કોઈ ટેન્શન નથી. પરંતુ દર 10 વર્ષમાં એક વાર તેની બેટરી બદલવાની હોય છે. તેનો ખર્ચ લગભગ 20 હજાર રૂપિયા હોય છે. આ સોલર પેનલને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી લઈ જઈ શકાય છે.

મળશે 500 વોટ સુધીની સોલર પેનલ

સરકાર તરફથી પર્યાવરણ સંરક્ષણને ધ્યાને લઈ આ પહેલ શરૂ કરવામાં આવી છે. જરૂરિયાત મુજબ, 500 વોટ સુધીની ક્ષમતાની સોલર પાવર પેનલ લગાવી શકાય છે. તે હેઠળ 500 વોટની આવી પ્રત્યેક પેનલ પર 50 હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવશે. આ પ્લાન્ટ એક કિલોવોટથી પાંચ કિલોવોટ ક્ષમતા સુધી લગાવી શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ