બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Government does not give incentive bonus in cotton-groundnut crop after purchase at support price: Agriculture Minister clarifies in the Legislative Assembly
ADVERTISEMENT
ગુજરાત સરકારે ટેકાના ભાવ બાદ ખેડૂતોને પ્રોત્સાહક બોનસ આપવામાં ઉદાસીનતા દાખવી હોવાની ફરિયાદ કોંગ્રેસે કરતા કહ્યુકે, ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી બાદ કપાસ-મગફળી પાકમાં પ્રોત્સાહક બોનસ અપાયા નથી. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય પુંજા વંશના પ્રશ્નમાં કૃષિમંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, લંબતારી કપાસના પ્રતિ કવીન્ટલ 2020-21માં 5825 રૂપિયા ભાવ અપાયો છે જ્યારે બીજા વર્ષે લંબતારી કપાસના પ્રતિ કવીન્ટલ 2020-21માં 5825 રૂપિયા ભાવ અપાયો છે. મધ્યમ તારી કપાસ માટે 2020-21 માં 5515 રૂપિયા ભાવ અપાયો સાથોસાથ મધ્યમતારી કપાસ માટે 2021-22 માં 5726 રૂપિયા ભાવ અપાયો હતો. મગફળીની વાત કરીએ તો મગફળીમાં પ્રતિ કવીન્ટલ 2020-21 માં 5275 ટેકાનો ભાવ અપાયો છે જ્યારે મગફળીમાં પ્રતિ કવીન્ટલ 2022 માં 5550 ટેકાનો ભાવ અપાયો છે. આમ કેન્દ્ર સરકારે આપેલા ટેકાના ભાવ ગણાવી રાજ્ય સરકારે સંતોષ માન્યો હતો
ADVERTISEMENT
10 જણસ માટે કેન્દ્રમાં ભલામણ
ખરીફ પાક ખરીદી બાબતે ભાવ નિર્ધારિત સમિતિની કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે બેઠકમાં 10 જણસ માટેના ભાવ વધારા બાબતે ચર્ચા થઈ હતી. 10 જણસના ભાવમાં 8 થી 10 ટકા વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધારા સાથેના ભાવની યાદી ભારત સરકારને મોકલી અપાઈ છે. નવા ભાવ કેન્દ્ર સરકારની ભાવ પંચ કમિટીને મોકલવામાં આવ્યા છે. તો ગુજરાતમાં 25 લાખ હેકટરમાં ચણા વાવેતર થયું છે. ચણાની 125 મણથી ઓછી ખરીદી થશે તો ખેડૂતોને નુકસાન થશે.
ADVERTISEMENT
ખેડૂત સંઘના પ્રદેશ મહામંત્રીએ જણાવ્યું કે, નિષ્ણાંત કમિટીએ ગુજરાત સરકારને નવા ભાવની યાદી આપી અને ભલામણ કરી, હવે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને નવા ભાવ માટેની ભલામણ કરી છે. સોમવારે બેઠક મુલતવી રાખી હતી જેની ફરી બેઠક મળી છે. આગામી વર્ષે સરકાર જણસની ખરીદી કરતી હોય છે તેના ભાવો કેન્દ્ર સરકારને મોકલી આપ્યા છે. સંઘ ખેડૂતોની પડતર કિંમત પર નફો ચડાવીને ભાવ નક્કી કરે છે. જ્યારે બજારમાં ભાવ નીચા જતા રહે ત્યારે સરકાર ટેકાના ભાવ જાહેર કરતી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.