ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Politics / government announced 65000 crore fertilizer subsidy for farmers

સારા સમાચાર / સરકારની ખેડૂતોને દિવાળી ભેટ: રૂા. 65000 કરોડનું ખાતર સબસિડી પેકેજ કર્યુ જાહેર

Published By: Gayatri

Last Updated: 08:49 PM, 12 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતો માટે આજે સરકારે દિવાળીની ભેટની જેમ ખાતર પર સબસિડીની જાહેરાત કરી છે.

ADVERTISEMENT

  • નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી
  • ખેડૂતો માટે રૂા 65 હજાર કરોડનું ખાતર સબસિડીની જાહેરાત કરી
  • ખેડૂતોને આત્મનિર્ભર કરવામાં સરકારે લીધો ખાસ રસ

આજે દેશમાં આર્થિક વિકાસને વધુ પ્રબળ બનાવવા માટે જાહેર કરવામાં આવેલા પેકેજમાં ખેડૂતો માટે પણ દિવાળીની ભેટ સમાન એક પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આર્થિક રાહત પેકેજની જાહેરાત કરતા નાણાંપ્રધાને કહ્યુ કે, ખેડૂતો માટે 65000 કરોડ રૂપિયાની ખાતર સબસિડીની જાહેરાત કરી છે. આ સબસિડી એ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે જાહેર કરેલ આત્મનિર્ભર ભારત પેકેજનો હિસ્સો છે.

સરકારે આત્મનિર્ભર ભારત 3.0માં પણ કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોનું ધ્યાન રાખ્યુ

નાણાંમંત્રીએ વઘુમાં જણાવ્યું હતુ કે,  ખેડૂતોને ખાતરની પુરતી ઉપલબ્ધતાની ખાતર આપવા માટે 65000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી રહી છે. તેનાથી આગામી પાક સીઝનમાં ખેડૂતોને ઘણી મદદ મળશે. સરકારે આત્મનિર્ભર ભારત 3.0માં પણ કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોનું ધ્યાન રાખ્યુ છે.

ખાતર સબસિડીની જાહેરાતથી 14 કરોડ ખેડૂતોને ફાયદો

 નાણાંકીય વર્ષ 2019-20ની સરખામણીએ ખાતરના ઉપયોગમાં 17.8 ટકાની વૃદ્ધિ થવાની અપેક્ષા છે. નાણાંકીય વર્ષ 2016-17 દરમિયાન ખાતરની વપરાશ 499 લાખ ટન નોંધાઇ હતી. વર્ષ 2019-20માં ખાતરનો વપરાશ 571 લાખ ટન થયો છે. નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન દેશમાં કૃષિ ક્ષેત્રે ખાતરનો વપરાશ વધીને 673 લાખ ટન થવાની અપેક્ષા વ્યક્ત કરાઇ છે. તેમણે કહ્યુ કે, ખાતર સબસિડીની જાહેરાતથી 14 કરોડ ખેડૂતોને ફાયદો થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Finance Minister Nirmala Sitharaman fertilizer subsidy ખાતર સબસી઼ડિ નાણામંત્રી નીર્મલા સીતારમણ fertilizer subsidy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ