બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Gorakhpur bjp mp and actor Ravi Kishan in big controversy

એક્ટર-સાંસદ વિવાદમાં / રવિ કિશનની લાઈફમાં ઉથલપાથલ, છોકરી સાથેની મહિલાએ ફોંડ્યો બોંબ, ચોંકાવનારા દાવા

Hiralal

Last Updated: 09:29 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ સાંસદ અને એક્ટર રવિ કિશન એક નવા વિવાદમાં ફસાયાં છે. યુપીની એક મહિલાનો દાવો છે કે રવિ કિશન તેનો પતિ છે અને તેનાથી એક છોકરી પણ છે.

ગોરખપુરના ભાજપ સાંસદ રવિ કિશન મોટા વિવાદમાં ફસાયા છે. અપર્ણા ઠાકુર નામની મહિલાએ રવિ કિશનની પત્ની હોવાનો દાવો કર્યો છે. લખનઉમાં અચાનક મીડિયા સામે આવેલી અપર્ણા ઠાકુરે પોતાની દીકરીને રવિ કિશનની દીકરી માનીને તેને સોશિયલી સ્વીકારવાની માંગ કરી છે. મહિલાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળીને તેમની પાસેથી ન્યાય મેળવવાનો પ્રયાસ કર્યો છે. મહિલાએ કહ્યું કે, જો તેને ન્યાય નહીં મળે તો તે કોર્ટમાં જશે. અપર્ણા સોમવારે લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઠાકુરે કહ્યું કે તે રવિ કિશનની પત્ની છે. તેણે 1996માં રવિ કિશન સાથે પરિવાર અને મિત્રોની સામે લગ્ન કર્યા હતા. લગ્ન મુંબઈમાં થયા હતા. તેમને એક દીકરી પણ છે. મહિલાએ માંગ કરી હતી કે રવિ કિશન તેની પુત્રીને સામાજિક રીતે સ્વીકારે. મહિલાએ કહ્યું કે તે કિશનને 1995 માં મળી હતી જ્યારે તે મુંબઈમાં પત્રકાર હતી. બીજા વર્ષે બંનેએ લગ્ન કરી લીધા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અપર્ણા ઠાકુરે રવિ કિશનની કથિત દીકરીને પણ સાથે લાવી હતી. અપર્ણાએ કહ્યું કે રવિ કિશન તેના સંપર્કમાં છે પરંતુ જાહેરમાં અને સામાજિક રીતે તે હવે તેણીને અથવા તેની પુત્રીને સ્વીકારતો નથી.

રવિ કિશને 10,000 નહોતા આપ્યાં
રવિ કિશનની કથિત પુત્રી શેનેવાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મને ક્યારેય પિતાનો પ્રેમ મળ્યો નથી. તેઓ ઘેર આવતાં હતા, તેમણે મારી સાથે ઘણી વાતો કરી પરંતુ ક્યારેક મદદ કરી નથી. એક વાર જ્યારે મેં 10,000 માગ્યાં ત્યારે પણ નહોતા આપ્યાં. શેનોવોએ કહ્યું કે હું 15 વર્ષની હતી જ્યારે મને ખબર પડી કે રવિ કિશન મારા પિતા છે. તે પહેલા હું તેમને કાકા કહીને બોલાવતી હતી, તે મારા જન્મદિવસ ઘેર આવતાં પરંતુ મને ક્યારેક પિતાનો પ્રેમ આપ્યો નથી. 

વધુ વાંચો : 'દિવ્યા ભારતીનું મોત આત્મહત્યા નહોતું', 31 વર્ષ બાદ ધૂણ્યું ભૂત, એક્ટરનો ચોંકાવનારો ઘટસ્ફોટ

1996માં લગ્ન કર્યાં, રવિ કિશનના દીકરીને તેડી રહ્યાંના ફોટા શેર કર્યાં 
અપર્ણા ઠાકુરનું એવું પણ કહેવું છે કે તેણે 1996માં રવિ કિશન સાથે લગ્ન કર્યા હતા. અપર્ણાએ કેટલીક તસવીરો પણ બતાવી જેમાં રવિ કિશન એક છોકરીને ખોળામાં લઈ જતો જોવા મળ્યો હતો. 

રવિ કિશન શું બોલ્યાં
આ મામલે સ્પસ્ટતાં આપતાં રવિ કિશને એવું કહ્યું કે તે 30 વર્ષ પહેલા આરોપ લગાડનારી મહિલાના ભાડૂઆત હતા. હવે મને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો છે. મેં પહેલા પણ આ અંગે મુંબઈમાં ફરીયાદ દાખલ નોંધાવી હતી. 

કોણ છે રવિ કિશન 
રવિ કિશન ઉત્તર પ્રદેશની ગોરખપુર લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે અને આગામી ચૂંટણીમાં પણ આ બેઠક પરથી ઉમેદવાર છે. તેમણે ભોજપુરી અને હિન્દી સિનેમાની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની પત્નીનું નામ પ્રીતિ કિશન છે અને બંનેને રિવા કિશન નામની પુત્રી છે. હવે અપર્ણા ઠાકુરના દાવાઓએ તેમની રાજકીય સ્થિતિ તેમજ પારિવારિક શાંતિમાં ઉથલપાથલ મચાવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ