બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / Google is bringing a great feature Now the lost phone will be found The location will be known immediately
Arohi
Last Updated: 08:05 PM, 23 December 2022
ADVERTISEMENT
Google એન્ડ્રોયડ ફોન્સમાં એક ખાસ ફિચર આપે છે. આ ફિચરની મદદથી યુઝર્સ પોતાના ખોવાયેલા અથવા ચોરી થયેલા ફોનના લોકેશનને ટ્રેક કરી શકે છે. આ ફિચરનું નામ Find My Device છે. ગુગલ એન્ડ્રોયડ સ્માર્ટફોન્સમાં મળતા આ ફિચરને વધુ સારૂ બનાવવા પર મહેનત કરી રહ્યું છે જેનાથી એપ્પલને ટક્કર આપવામાં આવી શકે.
એપલમાં મળે છે આ સર્વિસ
એપલ પોતાના યુઝર્સને ફાઈન્ડ માય નેટવર્ક ફિચર ઓફ કરે છે. આ ફિચરની મદદથી યુઝર્સ પોતાના ખોવાયેલા અથવા ચોરી થયેલા આઈફોન, આઈપેડ, મેક અને એરટેગ્સને ટ્રેક કરી શકે છે.
ADVERTISEMENT
એપલનું આ ફિચર ત્યારે પણ કામ કરે છે જ્યારે ડિવાઈસ વાઈફાઈ અથવા બ્લૂટૂથ રેન્જની બહાર હોય. અહીં સુધી કે ડિવાઈસના ઓફ થવા પર પણ તે ફિચર તેનું લોકેશન જણાવી શકે છે.
Google લાવી શકે છે નવું અપડેટ
ત્યાં જ બીજી તરફ Googleનું ફાઈન્ડ માય ડિવાઈસ ફિચર ફક્ત તે ફોન્સને ટ્રેક કરી શકે છે જે યુઝરના ગુગલ એકાઉન્ટ સાથે લિંક હશે. જલ્દી જ તેમાં ફેરફાર થઈ શકે છે. ડિસેમ્બર 2022માં જાહેર થયેલા આ પ્લે સિસ્ટમ અપડેટ પેચ નોટમાં તેના હિન્ટ્સ મળે છે.
Googleએ સંકેત આપ્યો છે કે જલ્દી જ એન્ડ્રોયડ યુઝર્સને ફાઈન્ડ માય ડિવાઈસ નેટવર્ક જેવું ફિચર મળી શકે છે. આ ફિચરની મદદથી યુઝર્સ પોતાના ખોવાયેલા અથવા ચોરી થયેલા એન્ડ્રોયડ ફોન્સને ટ્રેક કરી શકશે. ગુગલ જલ્દી જ આ અપડેટને રોલઆઉટ કરી શકે છે.
સરળતાથી મળી જશે ફોનનું લોકેશન
ગુગલનું ફાઈન્ડ માય ડિવાઈસ ફિચર નવી પ્રાઈવસી સેન્ટ્રિક ફ્રેમવર્કને યુઝ કરે છે. સાથે જ એન્ક્રિપ્ટેડ લાસ્ટ-નોન-લોકેશન સેન્ડ કરે છે. કારણ કે ડિવાઈસની લોકેશન એન્ક્રિપ્ટેડ હોય છે. તે ઉપરાંત ડિવાઈસ ઓનર જ તેની લોકેશનની જાણકારી હાસિલ કરી શકે છે.
ફોન ઉપરાંત તમે આ ફિચરનો ઉપયોગ Wear OS ડિવાઈસની પણ લોકેશન મેળવીને કરી શકે છે. જોકે આ ફિચર વિશે ગુગલે ઓફિશ્યલ રીતે કોઈ જાણકારી આપી નથી. આશા છે કે કંપની તેની જાહેરાત જલ્દી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT