બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / બિઝનેસ / Google also announced blue tick service to users in gmail

જાહેરાત / ટ્વિટર-ફેસબુક જ નહીં, હવે Gmail પર જોવા મળશે Blue Tick, Googleએ શરૂ કરી સુવિધા, જાણો ચાર્જ શું રહેશે

Kishor

Last Updated: 04:02 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

google દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરી હવે gmailમાં પણ યુઝર્સને ટ્વીટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની માફક બ્લુ ટીક સર્વિસ આપવાની ઘોષણા કરાઈ છે.

  • હવે gmailમાં પણ યુઝર્સને મળશે બ્લુ ટીક સર્વિસ 
  • google દ્વારા સત્તાવાર રીતે જાહેરાત
  • આ સેવાથી ઇમેલ મોકલનારની યોગ્ય રીતે ઓળખ થઈ શકશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર, ફેસબુકની માફક હવે gmailમાં પણ યુઝર્સને બ્લુ ટીક સર્વિસ આપવામાં આવશે. આ મામલે google દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. બ્લુ ટીક સર્વિસને લઈને google એ જણાવ્યું કે આ સુવિધાની સાથે ઇમેલ મોકલનારની યોગ્ય રીતે ઓળખ થઈ શકશે અને લોકો ફ્રોડ ઇમેલ મોકલનારને આસાનીથી ઓળખી શકશે. યુઝર્સને છેતરપિંડીનો ભોગ બનતા અટકાવવાની દિશામાં કાર્યવાહીના ભાગરૂપે બ્લુ ટીક સેવા શરૂ કરાઇ છે. Google દ્વારા આ સેવા ગૂગલ વર્કસ્પેસ, જી સ્યુટ, બેઝિક અને બિઝનેસના તમામ ગ્રાહકો માટે હાલ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.

તબક્કાવાર આ સેવા શરૂ કરવામાં આવશે
ખાસ વાત એ છે કે google દ્વારા આ બ્લુટીક સર્વિસ ફ્રી રાખવામાં આવી છે એટલે કે તેનો કોઈ ચાર્જ ચૂકવવાનો થતો નથી અને ટૂંક સમયમાં આ સેવા વ્યક્તિગત google એકાઉન્ટ ધારકોને માટે પણ શરૂ કરી દેવામાં આવશે. ટ્વિટરની જે રીતે રૂપિયા વસુલે છે. તેવી રીતે આ સેવા માટે કોઈ પૈસા ચૂકવવાના થતા નથી  કંપનીઓને બ્લુટીક સર્વિસ આપવામાં આવી રહી છે ફક્ત તે જ કંપનીઓ તેનો લાભ લઇ શકશે. સૌપ્રથમ ખ્યાતનામ કંપનીઓને આ બ્લુટીકની સર્વિસ આપવામાં આવશે.

આ સેવા હાલ નિઃશુલ્ક શરૂ કરવામાં આવી

કંપની દ્વારા પ્રથમ પ્રખ્યાત કંપનીઓ ત્યારબાદ ખ્યાતનામ હસ્તીઓ, મીડિયા સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને બાદમાં અન્ય લોકો એમ તબક્કાવાર આ સેવા શરૂ કરવામાં આવશે. બ્લુ ટિક માટે સૌ પ્રથમ એકાઉન્ટ વેરીફિકેશન કરાવવું પડશે. ત્યારબાદ ટ્વીટર અને facebook instagram ની જેમ જ આ સેવા હશે. નોંધનીય છે કે ટ્વિટરની બ્લુ ટિક સેવા પેઇડ છે. એટલે કે તેના માટે દર મહિને 900 રૂપિયા અને ગોલ્ડ ટીક માટે કંપનીઓને 1000 ડોલર ચૂકવવા પડશે. પરંતુ gmail દ્વારા આ સેવા હાલ નિઃશુલ્ક શરૂ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ