બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / good news salaries will rise by this much in india next year

સર્વેમાં દાવો / કરો હવે જલસા ! ભારતના નોકરીયાતો માટે આવ્યાં ગુડ ન્યૂઝ, 2023માં આટલો વધી જશે પગાર

Hiralal

Last Updated: 10:39 PM, 26 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્કફોર્સ કંસલ્ટન્સી ઈન્ટરનેશનલ સર્વેમાં દાવો કરાયો છે કે વર્ષ 2023માં ભારતમાં દુનિયા કરતા સૌથી વધારે પગાર વધારો થશે.

  • વર્કફોર્સ કંસલ્ટન્સી ઈન્ટરનેશનલ સર્વેમાં દાવો
  • 2023માં ભારતીય નોકરીયાતના પગારમાં થશે 4.6 ટકાનો વધારો 
  • મોંઘવારીમાં ઘટાડો થતા વધશે પગાર 
  • દુનિયાના 10 દેશોમાં પગાર વધશે
  • પાંચ દેશોમાં પગારમાં થશે ઘટાડો 

ભારતમાં વર્ષ 2023માં નોકરીયાત લોકોની સેલરીમાં 4.6 ટકાનો વધારો થઈ શકે છે. એક નવા સર્વે મુજબ 2023માં મોંઘવારી ઓછી થવાના કારણે પગારમાં વધારો થવાના સંકેત મળ્યા છે. સર્વે મુજબ વૈશ્વિક સ્તરે 37 ટકા દેશોમાં રિયલ ટર્મ સેલરીમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે. સાથે જ ભારતમાં નોકરીયાત લોકોની સેલરીમાં આવતા વર્ષે 4.6 ટકાનો વધારો થવાની સંભાવના છે.

વર્કફોર્સ કન્સલ્ટન્સી ઇન્ટરનેશનલના સર્વેમાં દાવો 
આ સર્વે વર્કફોર્સ કન્સલ્ટન્સી ઇસીએ ઇન્ટરનેશનલ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. આ મુજબ સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર યુરોપ હશે. જ્યાં વાસ્તવિક વેતન - મામૂલી પગાર વધારાને કારણે મોંઘવારીના દરમાં સરેરાશ 1.5 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષ 2000માં સર્વે શરૂ થયા બાદ આ વર્ષે સૌથી વધુ નુકસાન બ્રિટનના કર્મચારીઓને ભોગવવું પડ્યું હતું. યુકેમાં સરેરાશ 3.5% નોમિનલ વેતન વધારો થયો હોવા છતાં, 9.1% સરેરાશ ફુગાવાને કારણે વાસ્તવિક દ્રષ્ટિએ વેતનના સ્તરમાં 5.6% નો ઘટાડો થયો છે. વર્ષ 2023માં યુકેના નોકરીયાત લોકોની સેલરીમાં 4 ટકા વધુ ઘટાડો થઇ શકે છે.

2023માં નીચેના 10 દેશોમાં વધશે પગાર 

1. ભારત (4.6%)

2. વિયેતનામ (4.0%)

3. ચીન (3.8%)

4. બ્રાઝિલ (3.4%)

5. સાઉદી અરેબિયા (2.3%)

6. મલેશિયા (2.2%)

7. કંબોડિયા (2.2%)

8. થાઇલેન્ડ (2.2%)

9. ઓમાન (2.0%)

10. રશિયા (1.9%)

આ દેશોમાં ઘટશે પગાર

1. પાકિસ્તાન (-9.9%)

2. ઘાના (-11.9%)

3. તુર્કી (-14.4%)

4. શ્રીલંકા (-20.5%

5. આર્જેન્ટિના (-26.1%)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ