બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Good news if you use UPI now you will be able to link your wallet with the UPI app like a bank account.

તમારા કામનું / UPI નો ઉપયોગ કરો છો તો સારા સમાચાર, હવે તમે વોલેટને બેંક એકાઉન્ટની જેમ UPI એપ સાથે લિંક કરી શકશો

Vishal Khamar

Last Updated: 03:30 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે દેશમાં કરોડો લોકો ડીજીટલ પેમેન્ટસ એપ પર વોલેટ ફીચરનો ઉપયોગ કરે છે. આમાં Phone Pay થી લઈને Amazon Payનો સમાવેશ થાય છે. મોબાઈલ વોલેટ UPI થી અલગ હોય છે. આ એક પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. જેમાં પહેલાથી જ પૈસા નાખવાના હોય છે. હવે આને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

ભારતીય રીઝર્વ બેંક એ Paytm પેમેન્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો ત્યારે Paytm વોલેટનો ઉપયોગ કરતા લોકોને સૌથી વધારે તકલીફ થઇ પણ લોકોને બહુ જ જલ્દી સમાધાન મળી શકે છે. કારણ કે RBI એવી વ્યવસ્થા પર કામ કરી રહી છે, જ્યાં લોકો UPI એપથી પોતાના વોલેટને બેંક એકાઉન્ટથી લીંક કરી શકશે. ચાલો જાણીએ વિગતવાર.

આજે દેશમાં કરોડો લોકો ડીજીટલ પેમેન્ટસ એપ પર વોલેટ ફીચરનો ઉપયોગ કરે છે. આમાં Phone Pay થી લઈને Amazon Payનો સમાવેશ થાય છે. મોબાઈલ વોલેટ UPI થી અલગ હોય છે. આ એક પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) છે. જેમાં પહેલાથી જ પૈસા નાખવાના હોય છે. હવે આને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 

UPI અને વૉલેટનું લિંકિંગ કેવી રીતે કામ કરશે?

હાલમાં, તમે તે પૈસા તે જ કંપનીના વૉલેટમાં ટ્રાન્સફર કરવા માટે તે જ કંપનીની એપ્લિકેશનના વૉલેટનો ઉપયોગ કરી શકો છો. આ પૈસા ટ્રાન્સફર કરવા માટે, તમે થર્ડ પાર્ટી UPI નો ઉપયોગ કરી શકો છો અને આ પૈસા સામે વાળા વ્યક્તિના વોલેટમાં જાય છે. આનો અર્થ એ છે કે તમે એક એપના વોલેટમાં રાખેલા પૈસા અન્ય એપના વોલેટમાં ટ્રાન્સફર કરી શકતા નથી. હવે RBIએ આનો ઉકેલ શોધી કાઢ્યો છે. RBI તમારા મોબાઈલ વોલેટને થર્ડ પાર્ટી UPI એપ્લિકેશન્સ (જેમ કે PhonePe, Paytm) સાથે લિંક કરવાની દરખાસ્ત કરે છે. આ રીતે તમારું વોલેટ પણ એકાઉન્ટની જેમ કામ કરવાનું શરૂ કરી દેશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે એપ્રિલમાં નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે હવે PPI ધારકોને વધુ રાહત આપવામાં આવશે. PPI ને થર્ડ પાર્ટી UPI એપ સાથે લિંક કરવાની મંજૂરી આપવામાં આવશે, જેથી UPI પેમેન્ટ બેંક ખાતાની જેમ વોલેટ દ્વારા કરી શકાય.

વધુ વાંચો :તમારા ફોનમાં અજાણ્યા નંબર પરથી આવેલી લિંક અસલી છે કે ફેક? આવી રીતે ચેક કરો

આવી રીતે સામાન્ય લોકોને થશે ફાયદો

સમાચાર અનુસાર, RBIની આ નવી ભેટથી સામાન્ય માણસને મોટો ફાયદો થવાનો છે. આ પછી, ગ્રાહકો હવે કોઈપણ UPI એપ્લિકેશનમાંથી કોઈપણ વૉલેટને ઍક્સેસ કરીને ચુકવણી કરી શકશે. આનો અર્થ એ છે કે જો તમારી પાસે PhonePe વૉલેટ છે અને તેમાં પૈસા છે, તો પછી જો તમે Paytm UPI દ્વારા ચુકવણી કરો છો, તો તમે PhonePe વૉલેટમાં નાણાંનો ઉપયોગ કરી શકશો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

UPI UPI payments online wallet paytm e-wallet ઓનલાઈન ઓનલાઈન પેમેન્ટ પેટીએમ વોલેટ Utility
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ