બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:36 PM, 14 April 2024
આજના સમયમાં બચત કરવી અનિવાર્ય બની ગઇ છે. બચતની રકમ એવી જગ્યાએ રોકવી કે તેનું સારુ વળતર પણ મળી રહેવું જોઇએ. જો તમે નજીકના ભવિષ્યમાં તમારી બચતનું રોકાણ કરીને સુરક્ષિત વળતર મેળવવા માંગો છો, તો તમારા માટે ફિક્સ ડિપોઝિટ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. હજુ પણ ભારતીય ગ્રાહકો ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. FDમાં રોકાણ કરીને ગ્રાહકોને નિશ્ચિત સમયગાળા પછી નિશ્ચિત આવક મળે છે. આવી સ્થિતિમાં બેંકો સિવાય, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ પણ તેમના ગ્રાહકોને FD પર બમ્પર વ્યાજ ઓફર કરી રહી છે. આવી 3 નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ વિશે જે તેમના ગ્રાહકોને FD પર 9% થી વધુ વ્યાજ આપી રહી છે.
ADVERTISEMENT
સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક તેના સામાન્ય ગ્રાહકોને 5 વર્ષની FD પર 9.10% વ્યાજ ઓફર કરી રહી છે. જ્યારે બેંક તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને સમાન સમયગાળા માટે 9.60% સુધી વ્યાજ ઓફર કરી રહી છે.
ADVERTISEMENT
યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક તેના સામાન્ય ગ્રાહકોને 1001 દિવસની FD પર 9% વ્યાજ આપી રહી છે. તે જ સમયે બેંક તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને સમાન સમયગાળા માટે 9.50 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક તેના સામાન્ય ગ્રાહકોને 1000 દિવસની FD પર 8.51% વ્યાજ આપી રહી છે. જ્યારે બેંક તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને સમાન સમયગાળા માટે 9.11 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.