બ્રેકિંગ ન્યુઝ
Mahadev Dave
Last Updated: 04:45 PM, 12 June 2023
ADVERTISEMENT
છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે સોમવારે સોનાના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. સોનાનો ભાવ 60 હજારથી નીચે આવી ગયો છે. ગત શુક્રવારે સોનાનો ભાવ 59,976 રૂપિયા પર બંધ રહ્યો હતો, જે સોમવારે ગોલ્ડ 142 રૂપિયા ઘટીને 59,834 રૂપિયા પર બંધ રહ્યો છે. તો એક કિલો ચાંદીની કિંમતમાં પણ 428 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. જેનો તાજો ભાવ 73,249 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
ADVERTISEMENT
મોટાભાગના દાગીના 22 કેરેટ સોનાના જ બનાવવામાં આવે છે
છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં ધીમી ગતિએ ઘટાડો નોંધાઇ રહ્યો છે. સોમવારે સોનામાં 142 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે. જેમાં 22 કેરેટ સોનાના ભાવમાં 131 રૂપિયાનો ઘટાડો થઇને 54,807 રૂપિયા પર રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મોટાભાગના દાગીના 22 કેરેટ સોનાના જ બનાવવામાં આવે છે.
વર્ષના અંત સુધીમાં 64 હજારને પાર કરે તેવી સંભાવના
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સોનાના ભાવ આ વર્ષના અંત સુધીમાં 64 હજારને પાર કરે તેવી સંભાવના છે. કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાના મતે આ વર્ષે સોનાના ભાવમાં ખુબ જ તેજી જોવા મળી શકે છે અને ભાવ 64 હજાર સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. જો કે ગોલ્ડના ભાવ 62 હજાર રૂપિયાની નજીક પહોંચ્યા પણ હતા. પછી તેમાં ઘટાડો આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.