બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Gold market is price during the festive season Price of 10 grams of gold is beyond the budget
Mahadev Dave
Last Updated: 11:07 PM, 18 October 2023
ADVERTISEMENT
ઉજળા વૈશ્વિક સંકેતોને પગલે સોનાની બજાર હાલ ગરમ જોવા મળી રહી છે. સોનાના ભાવમાં સારો એવો વધારો નોંધાતા હવે સામાન્ય પરિવારને સોનું ખરીદવું સપના સમાન સાબિત થઈ રહ્યું છે. આજે બુધવારે 18 ઓક્ટોબર 2023 ના રોજ દિલ્હીના બુલેટિન માર્કેટમાં મજબૂત વૈશ્વિક સંકેતોને પરિણામે સોનું 500 રૂપિયા વધ્યું હતું અને આજે 10 ગ્રામ એટલે કે એક તોલા દીઠ સોનાના ભાવ 60,650 રૂપિયા જેવા નોંધાયા હતા.
62,000 પ્રતિ 10 ગ્રામ દિઠની કિંમત થાય તો નવાઈ નહીં!
ADVERTISEMENT
વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં શાનદાર વધારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું મોટા ઉછાળા સાથે 1958 ડોલર પ્રતિ ઐસ પર કારોબાર કરી રહ્યું છે. એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો ફેડ રિઝર્વ નવેમ્બરમાં વ્યાજ દરમાં વધારાનો નિર્ણય નહીં કરે તો ડોલરની સતત મજબૂતી અટક્યા બાદ સોનાના ભાવમાં વધુ વધારો જોવા મળી શકે છે. બીજી તરફ દિવાળી સહિતના તહેવારો અને લગ્નસરાની સિઝનને પગલે ભારતમાં પણ સોનાની માંગ વધી રહી છે અને 62,000 પ્રતિ 10 ગ્રામ દિઠની કિંમત થાય તો નવાઈ નહીં!
ચાંદીના ભાવમાં પણ જોરદાર ચમકારો
માત્ર સોનું જ નહીં પરંતુ ચાંદીમાં પણ ભાવમાં જોરદાર ચમકારો જોવા મળી રહ્યો છે. બુલેટિન માર્કેટમાં ચાંદીની કિંમત 1 હજાર રૂપિયા જેવી વધી છે અને હવે તે 74,700 એ અટકી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમતમાં વધારો થતા તે 23.20 ડોલર પ્રતી ઐસ પર ટ્રેડ થઈ છે. જાણકારોના મતે બજારમાં સકારાત્મક વલણને પગલે આ વધારો જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.