બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gojaro in Gujarat Sunday: 16 year old boy hit several vehicles during birthday celebration in Bhavnagar; Four died in Mehsana, two in Jamnagar

અકસ્માત / ગુજરાતમાં ગોઝારો રવિવાર: ભાવનગરમાં બર્થડે સેલિબ્રેશનમાં 16 વર્ષના છોકરાએ અનેક ગાડીઓ ઠોકી; મહેસાણામાં ચાર, જામનગરમાં બેનાં મૃત્યુ

Vishal Khamar

Last Updated: 05:53 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં રવિવારનાં દિવસે કુલ પાંચ માર્ગ અકસ્માત સર્જાયા હતા. જેમાં 6 લોકોનાં મૃત્યું નિપજ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા.

 

  • જામનગરમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો
  • અકસ્માતમાં બાઈક પર સવાર કાકા-ભત્રીજાનું મોત
  • મહેસાણામાં દૂધનાં ટેન્કર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો
  • અકસ્માતમાં 4 વ્યક્તિઓનાં મોત ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા

સગાઈમાં જતા સમયે કાકા અને ભત્રીજાને નડ્યો અકસ્માત
જામનગરનાં ધ્રોલ-ટંકારા વચ્ચે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવરા કાકા અને ભત્રીજાનું મોત નિપજ્યું હતું.  સગાઈમાં જતા સમયે કાકા અને ભત્રીજાને અકસ્માત નડ્યો હતો.  અકસ્માત બાદ કાર ચાલક ઘટનાં સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જાતા સ્થાનિકો મોટી સંખ્યમાં એકઠા થયા હતા. 

સગીરે 5થી 6 વાહન સહિત લોકોને લીધા અડફેટે 
ભાવનગરમાં માતા-પિતાની આંખ ખોલતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 16 વર્ષીય સગીરે ઓવર સ્પીડ કાર ચલાવી વાહનોને અડફેટે લીધા હતા. જન્મ દિવસની ઉજવણી માટે લાવવામાં આવેલી કારને સગીરે બેફામ ચલાવી હતી. સગીરે 5 થી 6 વાહન સહિત લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ ભાગી રહેલા સગીર અને તેનાં મિત્રોને લોકોએ પકડ્યા હતા. આ અકસ્માતમાં 4 થી 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે ભાવનગર ડી-ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. 

રિવર્સ ચાલી રહેલા ટ્રકે રિક્ષાને અડફેટે લીધી
દ્વારકાનાં મુખ્ય બજાર ભથાળ ચોકમાં રિવર્સ ચાલી રહેલા ટ્રકે રિક્ષાને અડફટે લીધી હતી. જેથી રિક્ષામાં સવાર દિવ્યાંગ મહિલાને ટ્રકે કચડી હતી. જે બાદ ટ્રક દુકાનમાં ઘુસી ગઈ હતી. 

રિક્ષા અને દુધના ટેન્કર વચ્ચે અકસ્માત
મહેસાણાનાં સતલાસણા ગોઠડા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા અને દૂધનાં ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સતલાસણાથી પેસેન્જર રીક્ષા મુસાફર ભરી જતી હતી. પેસેન્જર રીક્ષાને ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માતમાં મોતનો આંક 4 પર પહોંચ્યો હતો. અન્ય ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા છે. 

નશાની હાલતમાં ટેમ્પોચાલકે કર્યો અકસ્માત
મહીસાગરનાં સંતરામપુર ગામે નશાની હાલતમાં ટેમ્પો ચાલકે અકસ્માત કર્યો હતો. ટેમ્પા ચાલકે કાર બાદ બાઈકને પણ ટક્કર મારી હતી. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. ત્યારે સ્થાનિક લોકોએ વાહન ચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ