બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / GoI has decided to suspend all activities of WFI

પહેલવાન વિવાદ / મોદી સરકારનો બીજો મોટો નિર્ણય, સેક્રેટરીની હકાલપટ્ટી બાદ કુશ્તી સંઘના બધા કામકાજ પર 'મારી બ્રેક'

Hiralal

Last Updated: 10:43 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલવાનોના યૌન શોષણને કારણે વિવાદમાં આવેલા ભારતીય કુશ્તી સંઘને લઈને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

  • ભારતીય કુશ્તી સંઘને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય 
  • કુશ્તી સંઘની તમામ ગતિવિધિઓ પર મારી બ્રેક 
  • દેખરેખ કમિટિની નિયુક્તી સુધી બંધ રહેશે બધું કામકાજ 

પહેલવાનોના યૌન શૌષણના આરોપોને કારણે વિવાદમાં સપડાયેલા ભારતીય કુશ્તી સંઘના આસી. સેક્રેટરી વિનોદ તોમરની બરખાસ્તગીના 1 કલાક બાદ કેન્દ્ર સરકારે બીજું એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે કુશ્તી સંઘની તમામ ગતિવિધિઓ અટકાવી દેવાનો નિર્ણય કર્યો છે. જ્યાં સુધી ઓવરસાઈટ કમિટી વિધિસર રીતે નિમાય નહીં ત્યાં સુધી સંઘનું બધું કામકાજ બંધ રહેશે. કુશ્તી સંઘની રેન્કીંગ સ્પર્ધા બરખાસ્તગી અને ચાલી રહેલા કામકાજ માટે સ્પર્ધકો પાસેથી લેવામાં આવેલી એન્ટ્રી ફી પાછી આપી દેવાનું કામ સામેલ છે. 

કુશ્તી સંઘના આસિ.સેક્રેટરી વિનોદ તોમરને આરોપીનું ઉપરાણું લેવાનું ભારે પડ્યું 
કેન્દ્રીય ખેલ મંત્રાલયે ભારતીય કુશ્તી સંઘના આસિ.સેક્રેટરી વિનોદ તોમરને ઘેર બેસાડી દીધા છે. તેમને તાબડતોબ હકાલપટ્ટી કરી નાખી છે. વિનોદ તોમર આરોપી અધ્યક્ષ બૃજભૂષણ સિંહના પક્ષમાં નિવેદન આપ્યું હતું. 

શું બોલ્યાં હતા વિનોદ તોમર 
કુસ્તી ફેડરેશનના આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમરે શનિવારે સાંજે બ્રિજભૂષણ શરણ સિંઘની તરફેણમાં નિવેદન આપતાં કહ્યું હતુ કે, ફેડરેશનના મોટાભાગના લોકો બ્રિજભૂષણ શરણ સિંઘની સાથે છે અને વ્યક્તિગત રીતે મને ખેલાડીઓના આક્ષેપો યોગ્ય લાગતા નથી. જ્યાં સુધી તપાસનો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી બ્રિજભૂષણ શરણ સિંહ હાલ આ મામલે કંઈ નહીં બોલે અને તે બાદ તેઓ આરોપો અંગે પોતાની વાત રજૂ કરશે. વિનોદ તોમરે બૃજ ભૂષણ શરણ સિંહ સામેના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે જંતર-મંતર પર બેસનારા કુસ્તીબાજોએ તેમના દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા નથી. 

આવતીકાલે કુશ્તી સંઘની બેઠક 
વિનોદ તોમરે જ આજે સાંજે કહ્યું હતું કે બ્રિજ ભૂષણ શરણસિંહ હજુ પણ પ્રમુખપદે બિરાજમાન છે, પરંતુ જ્યાં સુધી તપાસ હાથ ધરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ જાતે સત્તાવાર કામથી દૂર રહેશે. આવતીકાલે મળનારી સામાન્ય સભામાં તેઓ પોતાની સ્થિતિ જણાવશે અને આ વિષય પર પણ દેશના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા થશે.

ડબ્લ્યુએફઆઈએ તમામ આરોપોને નકારી કાઢ્યા 
ડબલ્યુએફઆઈએ તેના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ સામેના જાતીય સતામણી સહિતના તમામ આરોપોને ફગાવી દીધા છે.  રમત મંત્રાલયને આપેલા જવાબમાં ડબ્લ્યુએફઆઈએ કહ્યું કે, ડબલ્યુએફઆઈનું સંચાલન ચૂંટાયેલી સંસ્થા દ્વારા તેના બંધારણ અનુસાર કરવામાં આવે છે અને તેથી કોઈ પણ એક તરફથી ગેરવહીવટનો અવકાશ નથી.

કુસ્તીબાજોનું પ્રદર્શન સમાપ્ત, નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે
તાજેતરમાં જ કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરને મળ્યા બાદ કુસ્તીબાજોએ ધરણાંનો વિરોધ સમાપ્ત કરી દીધો હતો. અનુરાગ ઠાકુરે શુક્રવારે પત્રકાર પરિષદ યોજીને ખાતરી આપી હતી કે આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે અને તેની તટસ્થ તપાસ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ