બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Glenn Maxwell Equals Rohit Sharma's World Record With T20I Ton Against West Indies

ક્રિકેટ / બોલર્સના છોતરા ઉડાવી દીધા આ બેટરે, તોફાની ટી-20 સદી, રોહિત શર્માના રેકોર્ડની બરાબરી

Hiralal

Last Updated: 04:28 PM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે ટી 20 ક્રિકેટમાં તોફાની સદી ફટકારી હતી. મેક્સવેલે રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી.

  • ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલની ફરી ધમાલ
  • ટી 20 ક્રિકેટમાં ફટકારી તોફાની સદી 
  • ટી-20માં સૌથી વધુ સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ ખેલાડી 
  • ટી-20માં પાંચમી સદી 

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ફરી એક વાર ક્રિકેટમાં ધમાલ મચાવી દીધી છે. રવિવારે વેસ્ટ ઈન્ડિઝ સામે ગ્લેન મેક્સવેલે વધુ એક તોફાની સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી, જે આજે પણ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના નામે નોંધાયેલો છે. ગ્લેન મેક્સવેલ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

55 બોલમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 120 રન બનાવીને અણનમ રહ્યો
જમણા હાથના બેટ્સમેન ગ્લેન મેક્સવેલે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 બોલમાં પાંચમી સદી પુરી કરી હતી. એક સમયે ઓસ્ટ્રેલિયાની 3 વિકેટ 64 રનમાં જ પડી ગઈ હતી, પરંતુ ગ્લેન મેક્સવેલના તોફાનમાં વેસ્ટ ઈન્ડિઝના બોલરો ઉડી ગયા હતા. એડિલેડમાં રમાઈ રહેલી બીજી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં ગ્લેન મેક્સવેલે 50 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને 55 બોલમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 120 રન બનાવીને અણનમ રહ્યો હતો. રોહિત શર્માએ જાન્યુઆરીમાં ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. અગાઉ રોહિત શર્મા, ગ્લેન મેક્સવેલ અને સૂર્યકુમાર યાદવે ટી-20 ક્રિકેટમાં 4-4 સદી ફટકારી હતી. જાન્યુઆરીમાં રોહિતે પોતાની પાંચમી સદી ફટકારી હતી, જ્યારે ફેબ્રુઆરીમાં ગ્લેન મેક્સવેલે પણ પાંચમી સદી ફટકારીને તેની બરાબરી કરી હતી. જોકે લાંબા સમય સુધી રોહિત શર્માનું નામ ચાર સદી સાથે ટી-20માં નોંધાયું હતુ.

મેક્સવેલે 107 મીટરની સિક્સ ફટકારી 
આ ઇનિંગમાં ગ્લેન મેક્સવેલે પણ ફટકાબાજી અને તીર માર્યા હતા. તેણે સ્વીચ હિટ પર સિક્સર ફટકારી હતી અને તેના 107 મીટર પર એક સિક્સર પડી હતી. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે, મેક્સવેલ આજે કેવા મૂડમાં દેખાયો હતો. ઘણીવાર આવી ઇનિંગ્સ મેક્સવેલના બેટથી જોવા મળે છે, પરંતુ તાજેતરના ભૂતકાળમાં આપણે તેના બેટથી ઘણી અસાધારણ ઇનિંગ્સ જોઇ છે, જેમાં બે સદી અને એક બેવડી સદીનો સમાવેશ થાય છે, જે વનડે વર્લ્ડ કપ દરમિયાન આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ