બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Glenn Dubin Had Sex With Teen While Wife Slept In Next Room: Epstein Files

જેફરીકાંડ / બાજુના રુમમાં સુતી હતી પ્રેગનન્ટ પત્ની, અબજોપતિએ સગીર છોકરી સાથે માણ્યું સેક્સ, મચ્યો હડકંપ

Hiralal

Last Updated: 03:44 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૌન ગુનેગાર જેફરી એપેસ્ટાઈન યૌન શૌષણકારોની યાદીમાં વધુ એક મોટું નામ ખુલ્યું છે. અમેરિકાના અબજોપતિ રોકાણકાર ગ્લેન ડબિન પર પણ સગીર છોકરી સાથે સેક્સ માણવાનો આરોપ છે.

  • અમેરિકાના અબજોપતિ રોકાણકાર ગ્લેન ડબિન પર સનસનાટીભર્યો આરોપ 
  • યૌન ગુનેગાર જેફરી એપેસ્ટાઈન દસ્તાવેજમાં ગ્લેન ડબિનનું નામ
  • ગ્લેન ડબિને ગર્ભવતી પત્ની સામે સગીર છોકરી સાથે માણ્યું હતું સેક્સ 

યૌન ગુનેગાર જેફરી એપેસ્ટાઈનના યૌન શોષણકારોની યાદીમાં વધુ એક મોટા માથાનું નામ સામે આવતાં હડકંપ મચ્યો છે. આ મોટું માથું અમેરિકાના અબજોપતિ રોકાણકાર ગ્લેન ડબિન છે. ડબિન પર સગીર છોકરી સાથે સેક્સ માણવાનો આરોપ છે. જેફરી એપેસ્ટાઈન કેસમાં કોર્ટના દસ્તાવેજોની નવી બેચમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગ્લેને ગર્ભાવસ્થા દરમિયાન પત્ની એક રૂમમાં સૂતી હતી ત્યારે બાજુના રૂમમાં સગીર યુવતી સાથે સેક્સ માણ્યું હતું. જ્યુફ્ર નામની પીડિતાએ કહ્યું કે જ્યારે તે સગીર વયની હતી અને જેફરીની ગર્લફ્રેન્ડ ઘિસલેન મેક્સવેલ દ્વારા તેની યૌન તસ્કરી કરવામાં આવી હતી. જ્યૂફ્રે કહ્યું કે ડબિનની પત્ની જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેણે બાજુના રુમમાં મારી સાથે સેક્સ માણ્યું હતું. 

મોટા માથાઓને સંડોવતું દુનિયાનું મોટું સેક્સ રેકેટ

મોટા માથાઓને સંડોવતું દુનિયાનું એક મોટું સેક્સ રેકેટ સામે આવ્યું છે. અમેરિકામાં કુખ્યાત સેક્સ ગુનેગાર જેફરી એપસ્ટેઈન સાથે સંબંધિત ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે અને લિસ્ટમાં મોટા મોટા માથાંઓના નામ સામે આવ્યાં છે. આ તમામ મોટા માથાઓએ અનેક વાર છોકરીઓનું યૌન શૌષણ કર્યું હતું જેનો ખુલાસો હવે થયો છે. 

હાઈ પ્રોફાઈલ નામોમાં કોણ સામલ 
હાઈ પ્રોફાઈલ નામમાં પ્રિન્સ એન્ડ્ર્યુ, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, માઇકલ જેક્સન અને ડેવિડ કોપરફિલ્ડ સામેલ છે. આ દસ્તાવેજો એક કેસની સુનાવણીના સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યા છે. જેફરી એપસ્ટેઈનની આરોપી વર્જિનિયાની ઘિસલેન મેક્સવેલ નામની છોકરી સામે કોર્ટમાં ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યાં છે. ઘિસલેન મેક્સવેલ જેફરી એપસ્ટેઈનને છોકરીઓ સપ્લાય કરતી હતી. આ દસ્તાવેજોમાં કુલ 90 લોકોના નામ છે. તે ઉપરાંત આ દસ્તાવેજોમાં નાઓમી કેમ્પબેલ, લિયોનાર્ડો ડિકેપ્રિયો, બ્રેડલી એડવર્ડ્સ, લુઇસ ફ્રીહ, સ્ટીફન હોકિંગ, જ્યોર્જ લુકાસ, જેસન રિચાર્ડ્સ, કેવિન સ્પેસી, બ્રુસ વિલિસ અને ડેનિયલ વિલ્સન જેવા નામ પણ સામેલ છે. આ લોકો જેફરી એપસ્ટીનની નજીક હોવાનું કહેવાય છે. 

બિલ ક્લિન્ટનને જવાન છોકરીઓ પસંદ 
દસ્તાવેજોમાં જાતીય શોષણ કરવામાં આવેલા પીડિતોના નિવેદનો પણ શામેલ છે. એક પીડિતાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એપસ્ટેઇને તેને કહ્યું હતું કે બિલ ક્લિન્ટનને જવાન છોકરીઓ પસંદ છે. પીડિતાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે એપસ્ટેઇનના પામ બીચ મેનસન ખાતે માઇકલ જેક્સન અને પ્રખ્યાત જાદુગર ડેવિડ કોપરફિલ્ડને મળી હતી. જોકે 2019માં, ક્લિન્ટને એપસ્ટેઇન સાથે અફેર હોવાના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. 

કોણ છે જેફરી એપસ્ટેઈન અને તેણે શું કર્યું 
જેફરી એપસ્ટેઈન અમેરિકાનો યૌન ગુનેગાર છે. એપસ્ટેઇને અનેક સગીર વયની છોકરીઓનું જાતીય શોષણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. એપસ્ટીન પર આરોપ છે કે તેણે મેનહટન, પામ બીચ, ફ્લોરિડા અને સેન્ટ થોમસ નજીકના તેના ખાનગી ટાપુ પર અનેક છોકરીઓ પર રેપ કર્યો હતો. એપ્સ્ટેઇનને 2019માં જેલમાં મોકલવામાં આવ્યો હતો. એપસ્ટીને જેલમાં આત્મહત્યા કરી હતી. જે બાદ એપસ્ટીન સામેના આરોપોને પડતા મૂકવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2021માં તેના પાર્ટનર ઘિસલેન મેક્સવેલને દોષી જાહેર કરાઈ હતી.  મેક્સવેલને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ