બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / glass found in dominos pizza customer

OMG / Domino'sના પિઝામાંથી મળ્યા કાચના ટૂકડા! ફોટો વાયરલ થવા પર કંપનીએ કરી આવી સ્પષ્ટતા

Arohi

Last Updated: 06:14 PM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌથી પહેલા મુંબઈ પોલીસે આ વ્યક્તિને જવાબ આપતા તેમને કંપનીના કસ્ટમર કેરનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. ત્યાર બાદ કાયદાકીય પદ્ધતિ અપનાવી શકાય છે. હાલમાં કંપનીએ તપાસના આદેશ આપ્યા છે.

  • Domino's પિઝામાં મળ્યા કાચના ટૂકડા
  • ફોટો વાયરલ થતા કંપનીએ કરી સ્પષ્ટતા 
  • આપ્યો આવો જવાબ 

ઓનલાઈન ફૂડ ડિલિવરી સિસ્ટમમાં પિઝા ખૂબ ફેમસ છે. પિઝાના શોખીનો ઓનલાઈન ઓર્ડર કરીને પિઝાને ખૂબ ઉત્સાહથી ખાય છે. પરંતુ ઘણી વખત તેમને નિરાશાનો સામનો કરવો પડે છે. આવો જ એક કિસ્સો મુંબઈમાં સામે આવ્યો છે જ્યાં એક વ્યક્તિએ ઓનલાઈન ઓર્ડર કરીને ડોમિનોઝમાંથી પિઝા મંગાવ્યો હતો પરંતુ જ્યારે તેણે તેને ખોલ્યો તો તે ચોંકી ગયો કારણ કે તેમાં કાચના ટુકડા મળ્યા હતા. 

ઓર્ડર કરેલા પિઝામાં મળ્યા કાચના ટુકડા 
સોશિયલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના મુંબઈની છે. ટ્વિટર પર અરુણ કોલ્લુરી નામના વ્યક્તિએ પિઝા આઉટલેટ દ્વારા વેચાતા પિઝાની તસવીર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે તેના ઓનલાઈન ઓર્ડર કરાયેલ પિઝામાં કાચના ટુકડા મળ્યા છે. જો કે તેમના ટ્વિટમાં આઉટલેટ અથવા ડિલિવરીની તારીખનો ઉલ્લેખ નથી. આ ટ્વીટ સાથે તેણે મુંબઈ પોલીસને ટેગ કર્યું.

મુંબઈ પોલીસે આપ્યો ટ્વીટનો જવાબ
આટલું જ નહીં તેણે મુંબઈ પોલીસ તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ટેગ કરીને લખ્યું કે ડોમિનોઝમાં કાચના 2 થી 3 ટુકડા મળ્યા છે. આ પછી મુંબઈ પોલીસે ટ્વીટ પર પ્રતિક્રિયા આપી કે તે કોઈપણ કાયદાકીય ઉપાયની માંગ કરતા પહેલા ડોમિનોના કસ્ટમર કેરને લખવાની સલાહ આપે છે.

હાલમાં આ મામલે ડોમિનોઝનું નિવેદન આવ્યું છે. તેણે કહ્યું કે તેની ક્વોલિટી ટીમ પિઝાના આઉટલેટની તપાસ કરી પરંતુ કોઈ ખામી મળી નથી. હાલમાં, કંપનીએ કેસને તપાસવા માટે સોશિયલ મીડિયા દ્વારા પીડિત ગ્રાહકનો સંપર્ક પણ કર્યો છે. આ સાથે મામલાની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ