બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Girls who wear jeans, keep mobile phone not influenced by PM Modi: Digvijaya Singh's shocker

નિવેદન / જિન્સ-મોબાઈલવાળી નહીં, 40-50 વર્ષની મહિલાઓ PM મોદીથી પ્રભાવિત, કોંગ્રેસ નેતા દિગ્વીજયનું નિવેદન

Hiralal

Last Updated: 04:23 PM, 26 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે.

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહનું વિવાદાસ્પદ નિવેદન
  • જિંસ-મોબાઈલવાળી નહીં, 40-50 વર્ષની મહિલાઓ PM મોદીથી પ્રભાવિત
  • દિગ્વિજય સિંહનો વીડિયો વાયરલ, લોકોને સમજાવ્યું, કઈ ઉંમરની મહિલાઓ મોદીથી પ્રભાવિત 

ભોપાલમાં જન જાગરણ શિબિરને સંબોધન કરતી વખતે દિગ્વિજય સિંહે કહ્યું કે  જીન્સ પહેરતી અને મોબાઇલનો ઉપયોગ કરતી છોકરીઓ નહીં, પરંતુ 40-50 વર્ષની ઉંમરની મહિલાઓ પીએમ મોદીથી પ્રભાવિત છે. આ નિવેદન સાથે દિગ્વિજય સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

વીડિયોમાં દિગ્વિજય સિંહ સમજાવી રહ્યાં છે કઈ ઉંમરની મહિલાઓ પીએમ મોદીથી પ્રભાવિત 

વીડિયોમાં દિગ્વિજય સિંહ સમજાવી રહ્યાં છે કઈ ઉંમરની મહિલાઓ પીએમ મોદીથી પ્રભાવિત છે અને કઈ નથી. કોંગ્રેસના કાર્યકરોને સંબોધતા દિગ્વિજય સિંહ કહી રહ્યા છે કે પ્રિયંકા ગાંધીએ અમને એક મોટી રસપ્રદ વાત કહી હતી જે આપણા મનમાં ક્યારેય આવી ન હતી. તેમણે (પ્રિયંકા ગાંધી) કહ્યું હતું કે 40થી 50 વર્ષની મહિલાઓ મોદીથી થોડી વધુ પ્રભાવિત છે, પરંતુ જે છોકરીઓ જીન્સ પહેરે છે અને મોબાઇલ રાખે છે તેમને કોઈ અસર થતી નથી. આ મુદ્દે ચર્ચા કરવાની જરુર છે. તેમણે કહ્યું કે  મોબાઇલ પર એક્ટિવ છોકરીઓ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે, તેથી કોંગ્રેસ કાર્યકરોએ તેમની સાથે પણ સંપર્ક વધારવો જોઈએ. 

દિગ્વિજય સિંહ માનસિક સંતુલન ગુમાવી બેઠા છે-ભાજપ ધારાસભ્ય
ભાજપ ધારાસભ્ય રામેશ્વર શર્માએ જણાવ્યું કે દિગ્વિજય સિંહ માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. મહિલાઓ અંગેની તેમની આ હલકટ કક્ષાની વિચારસરણી છે. તેઓ હવે પાગલ થઈ ગયા છે. હું સોનિયા ગાંધીને પૂછવા માગું છું કે તેઓ આવા વ્યક્તિને શા માટે પાર્ટીમાં રાખીને બેઠા છે. ધારાસભ્યે કહ્યું કે દિગ્વીજય સિંહે કોંગ્રેસ સાંસદ મીનાશ્રી નટરાજન માટે પણ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ