ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મોત પછીની દુનિયા કેવી હશે? કલ્પના કરતાં કરતાં છોકરીએ કાપી નાખી નસો, સુસાઈડ નોટે કંપાવ્યાં

નાગપુર / મોત પછીની દુનિયા કેવી હશે? કલ્પના કરતાં કરતાં છોકરીએ કાપી નાખી નસો, સુસાઈડ નોટે કંપાવ્યાં

Last Updated: 03:49 PM, 28 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગપુરમાં એક હૈયું કંપાવતી ઘટના બની છે જેમાં છોકરીએ મોત પછીની દુનિયામાં જવા માટે આપઘાત કરી લીધો હતો.

ADVERTISEMENT

મોત પછીની દુનિયા કેવી હશે? કલ્પના કરતાં કરતાં એક છોકરીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું. નાગપુરમાં બનેલી એક આઘાતજનક ઘટનામાં 12મા ધોરણમાં ભણતી એક છોકરીએ 'મોત પછીની દુનિયામાં' જવા માટે કાંડાની નસ કાપીને આપઘાત કરી લીધો હતો. 17 વર્ષની છોકરીએ પોતાના ઘેર જ બન્ને હાથના કાંડા પર ધારધાર હથિયારના વાર કરીને નસો કાપી નાખી હતી તેની માતાને સવારમાં લાશ મળી હતી.

ચાર પાનાની સુસાઈડ નોટ મળી

પોલીસને ચાર પાનાની સુસાઈડ નોટ મળી આવી છે જે જર્મન ભાષામાં લખાયેલી છે અને તેનું લખાણ ઉકેલવા જર્મન નિષ્ણાંતોની મદદ લેવામાં આવી હતી. સુસાઈડ નોટમાં આપઘાતનું હેરાનીભર્યું કારણ દર્શાવાયું છે. છોકરીએ લખ્યું હતું કે તે મોત પછીની દુનિયામાં ડોકિયું કરવા માગતી હતી. તે ઉપરાંત સુસાઈડ નોટમાં મૃત્યુ પછીની આત્માની સફર અને મેટાફિઝિક્સ પ્રત્યેના તેના આકર્ષણનો સમાવેશ થતો હતો.

મૃતક 12 ભાષાઓ જાણતી હતી

મૃતક 12 ભાષાઓ જાણતી હતી જેમાં જર્મન પણ સામેલ છે તેથી તેણે જર્મન ભાષામાં સુસાઈડ નોટ લખી હતી. તેના પિતા એક બેંકમાં કામ કરે છે જ્યારે તેની માતા અકસ્માતનો ભોગ બન્યા બાદ છેલ્લા કેટલાક વર્ષોથી ઘરે બંધ છે. આ છોકરીએ જીવનનો અંત લાવવા માટે રશિયા પાસેથી 'સ્ટોન બ્લેડ' મંગાવી હતી, જે તેણે સ્વિસ મ્યુઝિયમમાં જોઈ હતી.

કાલ્પનિક દુનિયામાં રાચતી હતી

જ્યારે તેના પિતાની અહીં બદલી થઈ હતી ત્યારે તે નાગપુર આવી હતી ત્યારથી છોકરીએ તેના ઊંડા વિચારો લખવાનું શરૂ કર્યું હતું. જૂન 2024 થી, છોકરીનું ડિપ્રેશન કોઈનું ધ્યાન ગયું નથી. તે કાલ્પનિક દુનિયામાં રાચતી હતી અને આ વાત પર કોઈનું ધ્યાન ગયું નહોતું.

13 જાન્યુઆરીએ પણ છોકરાએ કરી આત્મહત્યા

13 જાન્યુઆરી 2025ના દિવસે પણ આવી એક ઘટના પ્રકાશમાં આવી હતી. યુપીના મેરઠમાં એક સગીર છોકરાએ મોત પછીની દુનિયાનું રહસ્ય જાણવા માટે આપઘાત કરી લીધો હતો. જીવન ટૂંકાવતા પહેલા છોકરાએ ગૂગલ પર સર્ચ કર્યું હતુ કે 'મર્યા પછી શું થાય છે', આવું સર્ચ કર્યાં બાદ તરત ઘરમાં આપઘાત કરી લીધો હતો. હકીકતમાં માતા અને મોટા ભાઈએ મિત્રો સાથે ફરતો અટકાવવા માટે તેની રોયલ એનફિલ્ડ બુલેટ વેચી દીધી અને આ વાતે નારાજ થતાં તેણે પોતાની જાતને ગોળી મારી દીધી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nagpur girl death vtv crime news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ