બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Getting a government job is like chewing iron gram.

મહામંથન / પેપર ફૂટતા રહેશે તો પરીક્ષાનો અર્થ શું, યુવાનોના સપના તૂટે તેનું શું, મેહનત એળે જતી ક્યારે અટકશે

Dinesh

Last Updated: 10:29 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં કદાચ સરકાર જશ લઈ શકે એવી બાબત એટલી જ હતી કે પરીક્ષા યોજાય એ પહેલા ક્યાંકથી સરકારને જાણ થઈ અને પરીક્ષા જ અટકાવી દેવી પડી

  • પરીક્ષા પાસ કરવા તનતોડ મહેનત કરનારને અન્યાય!
  • લાખો રૂપિયામાં પેપર વેચવા સક્રિય ગેંગ
  • 30 ઉમેદવારોની ધરપકડ

સમાજમાં મોટાભાગનો યુવાવર્ગ એવો છે કે જે હવે એટલું તો સમજી ચુક્યો છે કે સરકારી નોકરી મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન છે. આ પાછળ અનેક પરિબળો ભલે જવાબદાર ગણાતા હોય. તેમ છતા સિક્કાની બીજી બાજુ એ છે કે જયારે જયારે પણ રાજ્ય કે કેન્દ્ર સરકારની નોકરીની કોઈ જાહેરાત બહાર પડે એટલે પરીક્ષા ફોર્મ હજારો લાખોની સંખ્યામાં ભરાતા હોય છે. ઉમેદવારી ફોર્મની સંખ્યા જોતા એ વાતનો અંદાજ આવી જાય કે મનના અંદરના ખૂણે દરેક વ્યક્તિને સરકારી નોકરીની કેટલી ઘેલછા હોય છે. પણ છેલ્લા થોડા સમયથી રાજ્યના યુવાનો સાથે ઘણી કમનસીબ રમત રમાઈ રહી છે. મોટાભાગના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષા માટે તનતોડ મહેનત કરે છે, મોંઘા-મોંઘા ક્લાસીસમાં જાય છે, પરીક્ષા આપીને નોકરી મેળવવાના સપના જ જોઈ રહ્યા હોય ત્યાં અચાનક જ તેનું આ સ્વપ્ન તૂટી જાય છે કારણ કે એવી ખબર પડે છે કે જે પદ માટે તેઓ પરીક્ષા આપવાના હતા તેનું પેપર તો ફૂટી ગયું છે. 

12થી 15 લાખ રૂપિયા આપીને પેપર ખરીદી રહ્યા હતા
જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં કદાચ સરકાર જશ લઈ શકે એવી બાબત એટલી જ હતી કે પરીક્ષા યોજાય એ પહેલા ક્યાંકથી સરકારને જાણ થઈ અને પરીક્ષા જ અટકાવી દેવી પડી. જો કે જે સાચા યુવાનોના સપના તૂટ્યા તેનો હિસાબ લગાવવો એ માત્ર કલ્પનાનો વિષય છે. ગુજરાત ATSએ કાયદાની રાહે જે કાર્યવાહી કરવી જોઈએ તે કરી અને હજુ પણ તે પ્રક્રિયા ચાલુ છે પણ સૌથી મોટો ખુલાસો જે લાલબત્તી સમાન કહી શકાય તે એ છે કે આ કેસમાં હવે 30 વિદ્યાર્થીઓ પકડાયા છે, અને આ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાર્થી હતા કે જેઓ 12થી 15 લાખ રૂપિયા આપીને પેપર ખરીદી રહ્યા હતા. હવે ગંભીર સવાલ એ થાય છે કે શું પેપર મળે છે એટલે ફૂટે છે?, યુવાનો આ રીતે શોર્ટકટ અપનાવતા રહેશે તો સાચા મહેનત કરનારા યુવાનોનું શું. અને જો આ જ રીતે પેપર લીક થતા રહેશે તો શું હવે એવા દિવસો દૂર નથી કે જયારે સ્પર્ધાત્મક પરીક્ષાનો સૂરજ અસ્ત થઈ ગયો હશે?

જો પેપર ફૂટવાની ઘટના વધતી રહેશે તો ?
જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. ATSએ આ કેસમાં 30 વિદ્યાર્થીઓની ધરપકડ કરી લીધી છે. તમામ આરોપીઓએ પેપર ખરીદ્યા હતા, ઝડપાનારા આરોપીમાં 15 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઉમેદવારોએ આરોપી ભાસ્કર ચૌધરીનો સંપર્ક કર્યો હતો અને વિદ્યાર્થીઓએ પેપર ખરીદવા 10થી 15 લાખ રૂપિયા આપ્યા હતા. સૌથી મોટો સવાલ એ છે કે પેપર મળ્યું એટલે ફૂટ્યું? કે પછી પરીક્ષામાં પાસ થવા યુવાનો શોર્ટકટ અપનાવે તે કેટલું ઘાતક? અને  આવા કિસ્સા વધે તો સાચી દિશામાં મહેનત કરનારા પરીક્ષાર્થીઓનું શું?, જો પેપર ફૂટવાની ઘટના વધતી રહેશે તો સ્પર્ધાત્મક પરીક્ષાનો અંત નિશ્ચિત છે?

આ જિલ્લામાંથી ઝડપાયા પરીક્ષાર્થી

જિલ્લો દાહોદ
કેટલા પરીક્ષાર્થી ઝડપાયા? 9
જિલ્લો છોટાઉદેપુર
કેટલા પરીક્ષાર્થી ઝડપાયા? 8
જિલ્લો અરવલ્લી
કેટલા પરીક્ષાર્થી ઝડપાયા? 4
જિલ્લો સાબરકાંઠા
કેટલા પરીક્ષાર્થી ઝડપાયા? 3
જિલ્લો મહેસાણા
કેટલા પરીક્ષાર્થી ઝડપાયા? 2
જિલ્લો ગાંધીનગર
કેટલા પરીક્ષાર્થી ઝડપાયા? 1
જિલ્લો જૂનાગઢ
કેટલા પરીક્ષાર્થી ઝડપાયા? 1
જિલ્લો ખેડા
કેટલા પરીક્ષાર્થી ઝડપાયા? 1
જિલ્લો મહીસાગર
કેટલા પરીક્ષાર્થી ઝડપાયા? 1

આ છે પાસ થવા શોર્ટકટ શોધતી ગેંગ
ધ્રુવ પટેલ
છોટાઉદેપુર
વિજય રાઠવા
છોટાઉદેપુર
નિમેષ કોલચા
છોટાઉદેપુર
ત્રિકમ રાઠવા
છોટાઉદેપુર
સુનિલ યાદવ
છોટાઉદેપુર
હાર્દિક બારિયા
છોટાઉદેપુર
દેવેન્દ્રસિંહ રાઠવા
છોટાઉદેપુર
પ્રિયંકા બારીયા
છોટાઉદેપુર
અરવિંદ ભોહા
દાહોદ
ચેતન ત્રિવેદી
દાહોદ
ભાવેશ બારીયા
દાહોદ
રાકેશ ડામોર
દાહોદ
લક્ષ્મણ હઠીલા
દાહોદ
સંજય સાંગડા
દાહોદ
રોહિત વગીલા
દાહોદ
લક્ષ્મી રાઠોડ
દાહોદ
રીના બારીયા
દાહોદ
અર્જુનસિંહ ચૌહાણ
મહેસાણા
જયદીપ ચૌધરી
ગાંધીનગર
હરીઓમ દેસાઈ
સાબરકાંઠા
વિપુલ દેસાઈ
સાબરકાંઠા
નિધી પટેલ
સાબરકાંઠા
આકાશ અરવિંદભાઈ પટેલ
અરવલ્લી
ઉત્સવ પટેલ
અરવલ્લી
આકાશ જસુભાઈ પટેલ
અરવલ્લી
દિપક્ષિકા પટેલ
અરવલ્લી
સ્મિત પ્રજાપતિ
ખેડા
જીગર રામ
જૂનાગઢ
નિશા પટેલ
મહેસાણા
મિત્તલ પટેલ
મહીસાગર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ