બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Get ready for bitter cold, good news for passengers traveling from Jamnagar to Surat, after Rashmika, top actress becomes a victim of AI technology

2 મિનિટ 12 ખબર / કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાઓ, તો જામનગરથી સુરત જતા મુસાફરો માટે સારા સમાચાર , રશ્મિકા બાદ ટોચની અભિનેત્રી બની AI ટેક્નોલોજીનો ભોગ

Vishal Khamar

Last Updated: 07:05 AM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાશે તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી વીકે સિંહે કહ્યું છે કે મજૂરોને બહાર કાઢવામાં હજુ 2થી 3 દિવસનો સમય લાગી શકે છે.

રાજ્ય (Gujarat) માં નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 15થી 22 ડિગ્રી નોંધાયું છે. છેલ્લા એક સપ્તાહમાં 2થી 3 ડિગ્રી તાપમાન ઘટ્યું છે.અમદાવાદની જો વાત કરીએ તો તારીખ 18 નવેમ્બર બાદ શહેરમાં લોકોને વધારે ઠંડીનો અનુભવ થશે. હાલમાં અમદાવાદ, ડીસા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ તેમજ ભૂજમાં 20 ડિગ્રીથી નીચે તાપમાનનો પારો જઈ રહ્યો છે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા શરૂઆતમાં ઠંડીની આગાહી કરાઇ છે. ત્યારે હવે ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થતા લોકોને ઠંડીનો વધારે અહેસાસ થશે.

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ અને ભારત વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. ગત રોજ રાત્રે ભારતીય ટીમ અમદાવાદ ખાતે આવી પહોંચી હતી.  રવિવારે તા. 19 નવેમ્બરે અમદાવાદના મેદાનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાશે. 

India in the World Cup final and the match in Ahmedabad

અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારા વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. ત્યારે ફાઈનલ મેચને લઈ અમદાવાદમાં ક્રિકેટ રસીકોમાં બારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ રસીકો ફાઈનલની ટિકિટ લેવા માટે સ્ટેડિય ખાતે લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ઓનલાઈન ટિકિટ ન મળતા લોકો સ્ટેડિયમ પહોંચ્યા હતા.

19 નવેમ્બરનાં રોજ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદ ખાતે ફાઈનલ મેચ પહેલા એરફોર્સની સૂર્યકિરણ ટીમ તેનું પર્ફોર્મન્સ બતાવશે. અમદાવાદમાં એરફોર્સ દ્વારા ફાઈનલમાં પર્ફોર્મન્સને લઈ પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરથી એરફોર્સનાં વિમાનો દિલધડક કરતબ બતાવશે.

Allegations were made against Bavlia the former general minister of Vinchia taluka BJP

બે બળુકા જૂથોની ખેંચતાણને પગલે જસદણનું રાજકારણ હંમેશા ચર્ચાને રહેતું હોય છે. આવી સ્થિતિ વચ્ચે વધુ એક વખત રાજકોટના જસદણમાં રાજકરણ ગરમાયું છે. જેમાં વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રીએ પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા પર ગંભીર આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે.

PM મોદીએ 24 સપ્ટેમ્બરના રોજ દેશને એકસાથે 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. દરમ્યાન જામનગરથી અમદાવાદ વચ્ચે પણ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી અપાઇ હતી. ત્યારે હવે આ વંદે ભારત ટ્રેનને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. હવેથી અમદાવાદ-જામનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને છેક સુરતના ઉધના સુધી લંબાવાઇ છે. ત્યારે જામનગરથી સુરત જનારા મુસાફરોને હવે સુરત જવામાં તકલીફ નહીં પડે. આ અંગે રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે ટ્વિટ કરીને માહિતી આપી છે.

Uttarkashi tunnel operation may take 2-3 days more

સુરંગમાં ફસાયેલા એક મજૂરનો અવાજ સંભળાયો છે, જેમાં તે પોતાને બહાર કાઢવાની આજીજી કરી રહ્યો છે. આ સાથે શ્રમિકોની સલામતી માટે પણ આશાનું કિરણ દેખાય રહ્યું છે. આ મજૂરોને બહાર કાઢવામાં હજુ કેટલો સમય લાગશે તે પ્રશ્ન હજુ પણ છે. જો કે ગુરુવારે બચાવ સ્થળ પર પહોંચેલા કેન્દ્રીય મંત્રી વીકે સિંહે કહ્યું છે કે મજૂરોને બહાર કાઢવામાં હજુ 2થી 3 દિવસનો સમય લાગી શકે છે.

No relief even after death of Subrata Roy case will continue on support SEBI made big announcement

સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનું તાજેતરમાં જ નિધન થયું છે અને તેમની કંપની સહારા વિરુદ્ધ અનેક કેસો ચાલી રહ્યા છે. જે પેન્ડિંગ છે. ત્યારે હવે આ કેસનું શું થશે? અને એ લોકોના રૂપિયાનું શુ થશે જે કંપનીએ પરત આપવાના છે? સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBE) ના વડા માધવી પુરી બુચે આ મામલે ચોખવટ કરતા કહ્યું હતું કે સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયના મૃત્યુ પછી પણ સહારાનો મામલો કેપિટલ માર્કેટ રેગ્યુલેટરમાં ચાલુ રહેશે. બુચે કહ્યું કે સેબી માટે આ બાબત એક યુનિટના આચરણ સાથે જોડાયેલ છે. જે ચાલુ જ રહેશે. ભલે કોઈ વ્યક્તિ જીવિત હોય કે ન હોય. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ હેઠળ એક સમિતિ રચી આ સમિતિના નેજા હેઠળ તમામ કાર્યવાહી કરી રહ્યા છીએ.

Video Purporting To Show Kajol Changing Outfit On Camera Is A Deepfake

ડીપફેક વીડિયો હવે હદ વટાવી રહ્યો છે અને જાણીતી હસ્તીઓને પણ લપેટામાં લઈ રહ્યો છે. એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયોની બબાલ તો માંડ શમી છે ત્યાં હવે બોલીવુડની ટોચની એક્ટ્રેસ અને અજય દેવગણની પત્ની કાજોલનો એક વાંધાજનક ફોટો વાયરલ થયો છે જોકે તે ફેક છે. થોડા દિવસો પહેલા જ સાઉથની જાણીતી અભિનેત્રી અને નેશનલ ક્રશ રશ્મિકા મંદન્ના ડીપફેક વિડીયોનો શિકાર બની હતી. આ ફેક વીડિયોના કારણે તે લોકોમાં ચર્ચાનો વિષય બની હતી. આ પછી સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરની તસવીર સાથે પણ છેડછાડ કરવામાં આવી હતી. હવે બોલિવૂડ અભિનેત્રી કાજોલ આ નવી AI ટેક્નોલોજીનો શિકાર બની છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાજોલનો એક અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જે હાલ હેડલાઈન્સમાં છે.

Gold and silver prices today: Gold and silver prices have started increasing since Diwali. Gold rate crossed 60,000 again on...

સોના-ચાંદીના ભાવ આજેઃ દિવાળીથી સોના-ચાંદીના ભાવ વધવા લાગ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો દર ફરી 60,000ને પાર કરી ગયો છે. આ સિવાય ચાંદીએ પણ 72,000 (MCX ચાંદીની કિંમત)ની સપાટી વટાવી દીધી છે. ડૉલરમાં વધારો અને યુએસના વ્યાજદરમાં ચાલના કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 0.21 ટકાના વધારા સાથે 60235 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ સિવાય ચાંદીની કિંમત 0.30 ટકાના વધારા સાથે 72591 રૂપિયા પ્રતિ કિલો છે.

ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટથી હરાવીને રેકોર્ડ આઠમી વખત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.  દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 49.4 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 47.2 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આફ્રિકાની ટીમ હાર બાદ પાંચમી વખત વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા સામ સામે ટકરાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ