બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / get pvc aadhar card sitting at home how many types of aadhar know full details

Online Aadhaar Card / કુલ 4 પ્રકારના હોય છે Aadhaar Card, જાણો ઘરે બેઠા કેવી રીતે મંગાવશો કલરફૂલ કાર્ડ

Published By: Bhushita

Last Updated: 09:51 AM, 17 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ બની ચૂક્યું છે. આજકાલ નવા પ્રકારના રંગીન બાર કોડના આધાર કાર્ડ ચલણમાં છે જેને તમે સરળતાથી ઓનલાઈન પ્રોસેસથી જ ઓર્ડર કરી શકો છો.

  • કુલ 4 પ્રકારના હોય છે Aadhaar Card
  • નવા પ્રકારના રંગીન બાર કોડના આધાર કાર્ડ ચલણમાં
  • જાણો ઘરે બેઠા કેવી રીતે મંગાવશો કલરફૂલ કાર્ડ

આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિકને માટે જરૂરી ડોક્યુમેન્ટ બન્યું છે. આધાર વિના કોઈ પણ સરકારી કામ થઈ શકતું નથી. ઘર ખરીદવાથી લઈને બેંક એકાઉન્ટ ખોલવા સુધી દરેક જગ્યાએ આધાર અનિવાર્ય છે. આજકાલ ઈ આધાર કાર્ડ ચલણમાં છે. તો જાણો 4 પ્રકારના આધાર કયા છે અને આ સિવાય તેમાં શું ફરક છે. જાણો પીવીસી આઈ કાર્ડને માટે એપ્લાય કરવાની પ્રોસેસ પણ.  

 


કેવી રીતે બનાવડાવશો PVC આધાર
પહેલા બ્લેક એન્ડ વ્હાઈટ આધાર કાર્ડ આવતા. પણ હવે કલર આધાર કાર્ડ આવવા લાગ્યા છે. તેને પીવીસી કાર્ડ કહેવામાં આવે છે આ માટે એપ્લાય કરવાનું સરળ છે. તમે ઘરમાં બેસીને જ આ કાર્ડ મંગાવી શકો છો. તેને  માટે તમારે  UIDAIની ઓફિશિયલ સાઈટ https://uidai.gov.in/ પર જવાનું રહે છે. અહીં My Aadhaar સેક્શનના Order Aadhaar PVC card  પર ક્લિક કરવાનું રહેશે. અહીંથી તમે આધાર નંબર નાંખીને પીવીસી કાર્ડ માટે સરળતાથી એપ્લાય કરી શકો છો. આ સિવાય તમે તેને ઓનલાઈન ટ્રેક પણ કરી શકો છો. આ કાર્ડ માટે તમારે 50 રૂપિયાનો ચાર્જ આપવાનો રહે છે. આ પછી 7-15 દિવસમાં તેને તમારા ઘરે મેળવી શકો છો.  

આટલા પ્રકારના હોય છે આધાર
આધાર કાર્ડ આમ તો વ્યક્તિનું યૂનિક આઈડી છે પણ તે સામાન્ય રીતે 4 પ્રકારના હોય છે. 

ઈ આધાર
આ કાર્ડની ડિજિટલ કે સોફ્ટ કોપી હોય છે તેને આધારની ઓફિશિયલ વેબસાઈટથી ડાઉનલોડ કરી શકાય છે. 

એમ આધાર 
આનો મતલબ છે મોબાઈલ આધાર. જો તમે મોબાઈલ એપથી ડિજિટલ  આધાર કાર્ડનો ઉપયોગ કરશો તો તેને  m-Aadhaar કહેવાશે. 

આધાર લેટર
જ્યારે આધાર કાર્ડ પહેલી વાર આવે છે તો તેમાં એક લાંબું આધાર કાર્ડ હોય છે જેને આધાર લેટર કહેવાય છે. 
 
આધાર કાર્ડ
આધાર કાર્ડ આધાર લેટરની નીચેનો ભાગ હોય છે. જેને કાપીને તમે અલગ કરીને રાખી શકો છો. આ સિવાય તમે કલરફૂલ આધાર કાર્ડ પણ મેળવી શકો છો. તેને પીવીસી આધાર કાર્ડ કહેવાય છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Business News PVC card process આધાર કાર્ડ કલરફૂલ કાર્ડ પીવીસી કાર્ડ બિઝનેસ ન્યૂઝ Online Aadhaar Card

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ