બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / geniben thakor demanded for licensed gun to women of gujarat

નિવેદન / 'ગુજરાતની મહિલાઓને બંદૂકનું લાઈસન્સ આપો', ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન

Khyati

Last Updated: 12:48 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીકરીઓ આત્મરક્ષણ માટે સ્વનિર્ભર બને તેવા આશયથી કોગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મહિલાઓને બંદૂકનું લાયસન્સ આપવા માંગ

  • મહિલા સુરક્ષાને લઇને ગેનીબેન ઠાકોરનું નિવેદન
  • મહિલાઓને બંધુક નું લાયસન્સ આપવા માંગ 
  •  'હાલની સ્થિતિને જોતા કરાટે પૂરતા નથી'

એક તરફ ગુજરાતમાં પોલીસની છબી સુધારવા માટેનો ગૃહમંત્રી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતની દિકરીઓના હાથમાં બંદૂક આપવાની માગ થઇ રહી છે. એક તરફ કહેવામાં આવે છે કે ગુજરાતમાં દિકરીઓ સલામત છે તો બીજી તરફ એક દિવસ ખાલી જતો નથી કે જ્યારે કોઇ દુષ્કર્મ, છેડતી કે દિકરીની હત્યાનો બનાવ ન બને. ગુજરાતમાં વધી રહેલી ક્રાઇમની ઘટના જ જણાવે છે કે દિકરીઓની સલામતીને લઇને કરવામાં આવેલા દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. ત્યારે આ તમામ વચ્ચે દીકરીઓ આત્મરક્ષણ માટે સ્વનિર્ભર બને તેવા આશયથી કોગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એક મહત્વનું નિવેદન આપ્યુ.

"મહિલાઓ પાસે બંદુક હશે તો વધારે સુરક્ષિત રહેશે"

વિધાનસભા સત્રમાં  કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મહિલા સુરક્ષાને લઇને એક મહત્વનું નિવેદન આપ્યું. તેઓએ જણાવ્યું કે  'ગુજરાતમાં મહિલા અને દિકરીઓની હાલની સ્થિતિને જોતા  દિકીરીઓને કરાટે શીખવવું પુરતુ નથી.  જે વિસ્તારમાં  બુટલેગરો, અસામાજિક તત્વોને કારણે મહિલા સામે અત્યાચાર થઇ રહ્યા છે પરંતુ પોલીસ કોઇ કાર્યવાહી કરતી નથી આથી આવા લોકોનું મનોબળ વધે છે. આવી ઘટનાઓમાંથી 90 ટકા ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી. માત્ર 10 ટકા મહિલાઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે છે. પરંતુ અહીં પણ ભોગ બનેલી મહિલાઓ અનેક સવાલો કરવામાં આવે છે.તે પોતાની સાથે બનેલી ઘટનાનું વર્ણન કરી શકતી નથી એટલે આવી સ્થિતિમાં જો મહિલા પાસે લાયસન્સ ધરાવતુ હથિયાર હોય તો અસામાજિક તત્વોને પણ તેની બીક રહે.' 

મહિલા અત્યાચાર પાછળ બેરોજગારી જવાબદાર

વીટીવી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતની મહિલાઓ માનસિક રીતે મજબૂત થાય, સ્વરક્ષણ જાતે કેળવી શકે તે માટે  લાયસન્સ ધરાવતી બંદૂક આપવી અનિવાર્ય છે. તેમજ  જાહેરમાં હત્યા,  બળાત્કાર, છેડતી કે પછી આપઘાતની પ્રેરણા આપવા જેવી બાબતે બેરોજગારીને જવાબદાર ઠેરવી હતી.  તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રોજગારીની તકો ઓછી છે. યુવાનો બેરોજગાર છે. આવા બેરોજગાર યુવાનો ડ્રગ્સ અને દારુના રવાડે ચઢીને આવા ગુનાઓ કરવા પ્રેરિત થતા હોય તે પણ કારણ જવાબદાર છે.

 

ગુજરાત સલામત કેટલું ?

 ગુજરાતમાં સલામતીને અંગે ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અન્ય રાજ્યોના ક્રાઇમ રેટ સાથે ગુજરાતની સરખામણી ન કરવી જોઇએ. અન્ય રાજ્યો આપણાથી મોટા ભલે હોય આપણો ક્રાઇમ રેટ ભલે ઓછો હોય. પણ શું રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા ક્રાઇમ આપણા રાજ્યમાં થાય તેની રાહ જોવો છો ?  ગુજરાતની મહિલા સુરક્ષા પર ધ્યાન આપવાને બદલે  કોન્ટ્રાક્ટરો, રાજકીય નેતાઓને સિક્યુરીટી આપીને પોલીસની વાહવાહી કરવામાં આવે છે.  ગૃહવિભાગ મહિલાઓની સુરક્ષાના કાયદા અને જે પણ કેસ બન્યા છે તેના આરોપીઓને પકડવાના આદેશ આપશે તો જ મહિલા અત્યાચારના બનાવમાં ઘટાડો નોંધાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ