બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Gappa Garden hotel worker on Ring Road beaten up by thugs including notorious Dhama Barad

દાદાગીરી / છરીથી હુમલો, પિસ્તોલથી ધમકી... રિંગરોડ પરની ગપ્પા ગાર્ડન હોટલના કર્મીને કુખ્યાત ધમા બારડ સહિત લુખ્ખાઓએ માર્યો ઢોર માર, ઘટના CCTVમાં કેદ

Priyakant

Last Updated: 04:02 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Crime Latest News: હોટલકર્મીએ અપશબ્દો કહેવાની ના પાડતા હુમલો કરી પિસ્તોલ બતાવીને ધમા બારડે કર્મીઓને ધમકી આપી, આ લુખ્ખાગીરીને જોયા પછી પણ પોલીસનું લોહી કેમ ઉકળતુ નથી?

  • અમદાવાદ-ગાંધીનગર રિંગરોડ પરની ગપ્પા ગાર્ડન હોટલમાં બબાલ
  • લુખ્ખા તત્વોએ હોટલકર્મીને કહ્યા અપશબ્દો
  • હોટલકર્મીએ અપશબ્દો કહેવાની ના પાડતા કર્યો હુમલો
  • ધમા બારડે હોટલકર્મીઓને આપી ધમકી
  • લુખ્ખા તત્વોએ હોટલકર્મી પર છરી વડે કર્યો હુમલો
  • દાદાગીરીની સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે

Ahmedabad Crime News : અમદાવાદના નરોડા-ગાંધીનગર રીંગરોડ પર આવેલી ગપ્પા ગાર્ડન હોટલમાં બબાલની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ કુખ્યાત ધમા બારડ, સિટ્ટુ બાપુનગર, કેતન ચપ્પલએ કોઈ બાબતે ધમાલ મચાવી હતી. આ સાથે લુખ્ખા તત્વોએ હોટલકર્મીને અપશબ્દો કહ્યા હતા. જોકે હોટલકર્મીએ અપશબ્દો કહેવાની ના પાડતા હુમલો કરી પિસ્તોલ બતાવીને ધમા બારડે હોટલકર્મીઓને ધમકી આપી હતી. આ તરફ હવે લુખ્ખા તત્વોની દાદાગીરીની સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા બાદ હવે અનેક સવાલો ઊભા થયા છે. 

અમદાવાદ-ગાંધીનગર રિંગરોડ પર આવેલ એક હોટલમાં માથાકૂટની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગાંધીનગર રીંગરોડ પર આવેલી ગપ્પા ગાર્ડન હોટલમાં અમદાવાદના કુખ્યાત આરોપી ધમા બારડ અને સિટુ તથા તેના સાગરીતોએ હુમલો કયો હતો. જેમાં હોટલના કર્મચારી સાથે ગાળાગાળી કરવાનીના પાડતા યુવક પર હુમલો કર્યો હતો. આ સાથે યુવકને પિસ્ટલ બતાવી ધમકી આપી છરી વડે  હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. 

વધુ વાંચો:  4 દિવસ બાદ ફરી ગુજરાતમાં થશે કમોસમી વરસાદની એન્ટ્રી, બે દિવસ તાપમાનમાં કોઇ જ ફેરફાર નહીં: આગાહી

ડભોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ગાંધીનગર રીંગરોડ પર આવેલી ગપ્પા ગાર્ડન હોટલમાં અમદાવાદના કુખ્યાત આરોપી ધમા બારડ અને સિટુ તથા તેના સાગરીતોના હુમલાની ઘટના બાદ ફરિયાદ નોંધાઈ છે. ધમા બારડે પિસ્ટલ બતાવી સિટુ બાપુનગર અને કેતન ચપ્પલ એ છરી વડે હુમલો કર્યો હતો. આ સાથે અન્ય 8 આરોપી એ ધોકા અને પાઈપ વડે હુમલો કરી સોનાના ચેન લૂંટી લીધી હતી. મહત્વનું છે કે, 8 લાખની 16 તોલાની ચેન લૂંટી જતા ડભોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

  • ધમા બારડના આતંક સામે પોલીસ મૌન કેમ તે મોટો સવાલ
  • ધમા બારડ કોના જોરે આવી દાદાગીરી કરી રહ્યો છે?
  • ડભોડા પોલીસના અધિકારીઓને આ દાદાગીરી દેખાય છે?
  • આ લુખ્ખાગીરીને જોયા પછી પણ પોલીસનું લોહી કેમ ઉકળતુ નથી?
  • આવા લુખ્ખાઓને પોલીસ કેમ છાવરી રહી છે?
  • લુખ્ખાઓને જેલ હવાલે કરીને પોલીસ પાઠ કેમ નથી ભણાવતી?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ