બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After 4 days unseasonal rain will enter Gujarat again

હવામાન અપડેટ / 4 દિવસ બાદ ફરી ગુજરાતમાં થશે કમોસમી વરસાદની એન્ટ્રી, બે દિવસ તાપમાનમાં કોઇ જ ફેરફાર નહીં: આગાહી

Priyakant

Last Updated: 03:40 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Update News: અરબ સાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ, બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે

  • રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
  • 8થી 10 જાન્યુઆરી વરસાદની સંભાવના
  • સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પડી શકે વરસાદ
  • તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહીંવત

Gujarat Weather Update : રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી સામે આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વિગતો મુજબ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચથી સાત દિવસને લઇ આગાહી કરાઇ છે. જેમાં ચાર દિવસ બાદ ત્રણ દિવસ વરસાદની આગાહી કરાઇ છે. અરબ સાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ છે. 

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યમાં 8-9-10 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર નહી થાય.  અરબ સાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ છે. મહત્વનું છે કે, આજે ગાંધીનગરમાં 12.5 અને અમદાવાદ 14.3 ડિગ્રી તાપમાન રહ્યું નોંધાયું હતું. આ સાથે જાન્યુઆરી મહિનામાં પણ ઓછી ઠંડી પડશે. આ સાથે આગાહી કરાઇ છે કે, બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે.

વધુ વાંચો: સિઝનમાં પહેલી વખત તાપણા થાય તેવી ટાઢ! ગુજરાતમાં નલિયામાં સૌથી વધુ ચમક, અચાનક ઠંડીનું જાણો કારણ

કઈ જગ્યાએ પડશે કમોસમી વરસાદ ? 
હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 8થી 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. વિગતો મુજબ 8 અને 9 તારીખે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી શકે છે તો 10 તારીખે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ