બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / For the first time in the season, it will be hot! Know the reason for the sudden cold, the highest brightness in Nalia in Gujarat

ઠંડીનો ચમકારો / સિઝનમાં પહેલી વખત તાપણા થાય તેવી ટાઢ! ગુજરાતમાં નલિયામાં સૌથી વધુ ચમક, અચાનક ઠંડીનું જાણો કારણ

Vishal Khamar

Last Updated: 10:32 AM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યાં બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલી સવારે ઝાકળ અને ઠંડીનો લોકો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે હાલ વરસાદની કોઈ જ શક્યતા નથી. હાલ થોડા દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નહિવત છે તો બીજી તરફ ઠંડીનો પારો વધી શકે છે.

  • રાજ્યમાં ઠંડીનો પારો ઉંચકાયો
  • વહેલી સવારે ઝાકળ અને ઠંડીનો લોકો કરી રહ્યા છે અનુભવ
  • શહેરમાં ઠંડીના કારણે ધુમ્મસ ભર્યો માહોલ

રાજ્યમાં બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે નલિયામાં બીજા દિવસે પણ ઠંડીનો પારો 9 ડિગ્રી નીચે તાપમાન રહેવા પામ્યું હતું. નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 15 થી 16 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થયો છે. શહેરમાં ઠંડીનાં કારણે ધુમ્મસ ભર્યો માહોલ રહ્યો હતો. હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તરથી પૂર્વીય તરફ પવન ચાલી રહ્યો છે. તેમજ વાદળો હટતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદીઓએ થોડા દિવસ ઠંડીનો ચમકારો સહન કરવો પડી શકે છે.  

ગઢ ધુમ્મસ થતા શાકભાજી પકાવતા ખેડૂતોની ચિંતા વધી
નવસારીનાં ગણદેવી તાલુકામાં ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસનાં કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગાઢ ધુમ્મસ થતા શાકભાજી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોનાં પાકમાં ફૂગ જન્ય રોગ વધવાની શક્યતા છે. 

વધુ વાંચોઃ પવનના સૂસવાટા વચ્ચે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવી પડશે ઠંડી? જાણો શું છે આગાહી

ઠંડી વધતા ગિરનાર પર પ્રવાસીઓની સંખ્યા ઘટી
જૂનાગઢ શહેર અને ગિરનારમાં તાપમાનમાં ઘટાડો થયો હતો. ઠંડી વધતા ગિરનાર પર પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. ધમધમતા ગિરનારનાં રોડ સુમસામ થયા હતા. 

ધુમ્મસને કારણે વાહનચાલકો પરેશાન
મહેસાણા જીલ્લામાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી.  ગાઢ ધુમ્મસથી હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો હતો. ઠંડીમાં પણ આંશિક વધારો જોવા મળ્યો હતો. ધુમ્મસને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ