બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Ganiben hits back at CR Patil's statement
Last Updated: 11:58 AM, 6 April 2024
ADVERTISEMENT
બનાસકાંઠામાં કોંગ્રેસ-ભાજપ બંને એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે. શુક્રવારે ડીસા ખાતે સી.આર.પાટીલનાં નિવેદન સામે ગેનીબેને જવાબ આપ્યો હતો. મારી ડિપોઝીટ બનાસકાંઠાની અઢારે અને મતદારો ભરવાના છે. મેં એના માટે એકાઉન્ટ ખોલાવ્યું છે. એમાં એક લાખ રૂપિયા પણ આવી ગયા છે. તમે ડિપોઝીટ કરવાની વાતો કરી બનાસકાંઠાના મતદારોનું અપમાન કરો છો. આ અપમાનનો જવાબ 7 મી તારીખે મળશે.

ADVERTISEMENT
શું કહ્યું હતું ભાજપ પ્રદેશ પ્રમુખે?
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગત વખતે 1 કરોડ 68 લાખ મત તો મળ્યા હતા. પણ જો 2 કરોડ 22 લાખ થયા હોત તો મેં તો તમને હિસાબ બતાવ્યો 3 લાખ 5 હજાર ઓછા પડ્યા. પણ આ 2 કરોડને 22 લાખ દરેક પેજ કમિટીનો સભ્ય આ મતદાન કરે તો આ કોંગ્રેસની ડીપોઝીટ...હવે જશે કે નહી.

ADVERTISEMENT
વધુ વાંચોઃ 'રૂપાલા હટાવો - સ્વમાન બચાવો' રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં તો સુરેન્દ્રનગરમાં વિરોધમાં લાગ્યા પોસ્ટર
ગેનીબેનનો વળતો પ્રહાર
જેની સામે કોંગ્રેસનાં લોકસભાનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, એમણે જાહેર સભામાં એવો દાવો કર્યો કે બનાસકાંઠામાં જે સામેનો ઉમેદવાર ચૂંટણી લડે છે તેમની ડિપોઝીટ જપ્ત કરવાની છે. એમને હું કહેવા માંગુ છું કે, જેના નામ વગર તમે કટાક્ષ કરો છો અને જેની ડિપોઝીટ જપ્ત થવાની વાત કરો છો. એમને હું કહેવા માંગુ છે કે મારી બનાસકાંઠાની 18 સમાજનાં મતદારો ડીપોઝીટ ભરવાનાં છે. અને તે એકાઉન્ટ પણ ખોલાવી દીધું છે. અને તે એકાઉન્ટમાં એક લાખ રૂપિયા પણ આવી ગયા છે. ત્યારે તમે ડીપોઝીટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠા જીલ્લાની જનતાનું મતદારોનું અપમાન કરો છો. એ અપમાનનો બદલો એ બનાસકાંઠાની 18 આલમ 36 કોમ 7.5.2024 નાં રોજ મતદાન કરી એ બનાસકાંઠાની જનતા આપશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.