ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ બ્રાહ્મણ સમાજ આકરા પાણીએ, કરી નાખી મોટી માગ
Last Updated: 01:58 PM, 22 April 2025
ADVERTISEMENT
છેલ્લા એક અઠવાડિયાથી બોલિવૂડ ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. બ્રાહ્મણો વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યા બાદથી તેમને ઉગ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. નિર્દેશક અનુરાગ કશ્યપના વિરૂદ્ધ વિરોધના સૂર હવે ગુજરાતના ગાંધીનગર અને સુરતમાં પણ ગુજ્યાં છે.
ADVERTISEMENT
ગાંધીનગરમાં બ્રહ્મસમાજે નોંધાવ્યો વિરોધ
ગાંધીનગરમાં નિર્દેશક અનુરાગ કશ્યપના બ્રાહ્મણ પરના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો છે. બ્રહ્મસમાજે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને અનુરાગ કશ્યપ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાની માગ કરી છે. પોલીસ ફરિયાદ ન થાય તો કોર્ટમાં કેસ કરવાની તૈયારીલ બતાવી છે. ઉલ્લેખનીય છે કે, નિર્દેશક અનુરાગ કશ્યપે બ્રહ્મસમાજ પર અભદ્ર ટિપ્પણી કરતાં દેશભરમાં વિરોધના સૂર ઉઠ્યા છે.
ADVERTISEMENT

અનુરાગ કશ્યપનો બ્રહ્મસમાજ દ્વારા વિરોધ
ADVERTISEMENT
તો બીજી તરફ સુરતમાં ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપનો બ્રહ્મસમાજ દ્વારા વિરોધ કરાયું છે. સુરત કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે કે, અનુરાગ કશ્યપ સમાજ વચ્ચે આવી માફી માંગે. સાથો સાથ માફી ન માંગે તો આગામી સમયમાં જન આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ADVERTISEMENT
આ પણ વાંચો: ભાડાપટ્ટાની જમીનના માલિકી હક અંગે આવ્યા મોટા સમાચાર, મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય
શું છે સમગ્ર મામલો?
ADVERTISEMENT
અનુરાગ કશ્યપે તાજેતરમાં જ અનંત મહાદેવનની ફિલ્મની રિલીઝમાં વિલંબ અંગે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી. આ સમય દરમિયાન, તેમણે બ્રાહ્મણો વિશે કંઈક એવું કહ્યું જેનાથી હોબાળો મચી ગયો. એક વ્યક્તિના જવાબમાં તેમણે જે ટિપ્પણી કરી તે પછી, બ્રાહ્મણ સમુદાય સહિત સમગ્ર દેશમાં અનુરાગ કશ્યપનો ઘણો વિરોધ થયો છે. અનુરાગે માફી માંગી હોવા છતાં, તેમની સામેનો વિરોધ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી.
સંકળાયેલા મુદ્દાઓ