ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'બોર' થઈ જતાં સગીરાએ ગળેફાંસો ખાઈ લીધો, ગાંધીનગરની આ ઘટના હેરાન કરી મૂકશે
Last Updated: 04:41 PM, 12 November 2025
ADVERTISEMENT
ગાંધીનગરના સેક્ટર-7 વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે. અહીં 12 વર્ષની એક છોકરીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. જ્યારે આ ઘટના બની ત્યારે છોકરીના માતા-પિતા નોકરી પર હતા અને મોટો ભાઈ ટ્યુશન ગયો હતો. છોકરી ઘરમાં એકલી હતી અને તેણે પંખા સાથે દુપટ્ટો બાંધી જીવન ટુંકાવી દીધુ હતું.
ADVERTISEMENT
પોલીસને સ્થળ પરથી એક સુસાઇડ નોટ મળી છે પરંતુ આપઘાતનું સાચું કારણ હજુ જાણી શકાયું નથી. મળતી માહિતી પ્રમાણે સગીરાના પિતા જગદીશ ગોહિલ સરકારી નોકરી કરે છે અને માતા પ્રાઈવેટ નોકરી કરે છે. સાંજે જ્યારે સગીરાની માતા ઘરે પરત આવી ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. તેમણે પતિને બોલાવ્યા અને બન્નેએ મળીને દરવાજો ખોલ્યો ત્યારે દીકરી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી. આ ઘટના બાદ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ADVERTISEMENT
ગાંધીનગરના સેક્ટર 7 વિસ્તારમાં બનેલી આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. પરિવારજનો સગીરાને તરત જ હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. પરિવારને બે સંતાનો હતા 16 વર્ષનો દિકરો અને 12 વર્ષની દીકરી હતી. મૃતક સગીરા વીર ભગતસિંહ નગરમાં રહેતી હતી અને ગુરુકુળ શાળામાં ધોરણ 6 માં ભણતી હતી.
ADVERTISEMENT
પોલીસને સ્થળ પરથી એક સુસાઇડ નોટ મળી હતી જેમાં સગીરાએ લખ્યું હતું કે “મમ્મી, હું જાઉં છું… હું બોર થઈ ગઈ છું. મમ્મી, પપ્પા, દાદી અને ભાઈ..બાય. મમ્મી-પપ્પા ખુશ રહેજો.” આ શબ્દો વાંચીને પરિવારના સભ્યોના હૈયે ફાળ પડી હતી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ SIR નો ખોફ, બંગાળમાં વૃદ્ધે ગળેફાંસો ખાઇ લીધો, અત્યાર સુધીમાં 17 લોકોનાં મોત
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પરિવાર થોડા દિવસ પહેલાં જ રાજસ્થાનથી ફરીને પરત આવ્યો હતો. હાલ સેક્ટર 7 પોલીસે ગુનો નોંધ્યો છે અને સગીરાએ આ પગલું કેમ ભર્યું તે જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT