ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:12 AM, 24 November 2025
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીની ખાસ તપાસ પ્રક્રિયા, જેને સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) કહેવાય છે, તેના નામે એક પછી એક આશંકાઓ વધી રહી છે. દક્ષિણ દિનાજપુર જિલ્લાના અઘાચા ગામમાં 65 વર્ષના ઉસ્માન મંડલે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. તેમના પરિવારજનોનું કહેવું છે કે મતદાર ઓળખમાં ઉપનામની ગડબડના કારણે તેઓ સતત ડરમાં જીવી રહ્યા હતા અને વિદેશી જાહેર થવાની ભીતિ તેમને ઘેરી રહી હતી.
ADVERTISEMENT

પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે ઉસ્માન મંડલ વર્ષોથી પોતાના મતદાર કાર્ડમાં નામની ભૂલ સુધારવા માટે પ્રયત્નશીલ હતા. તેમના ઓળખ કાર્ડમાં નામ ઉસ્માન મોલ્લા લખાયેલું હતું જ્યારે વર્ષ 2002ની ચૂંટણી યાદીમાં તેમનું નામ ઉસ્માન મંડલ નોંધાયેલું હતું. SIRની જાહેરાત થયા બાદથી તેઓએ અનેક સરકારી કચેરીઓના ચક્કર માર્યા હતા છતાં તેમનું કામ બિનફળ રહ્યું હતું. પરિવાર કહે છે કે ઉસ્માન વારંવાર કહેતા હતા કે જો નામ સુધરશે નહીં તો મોટી સજા ભોગવવી પડે.
ADVERTISEMENT

મંગળવારે તેમના ઘરનાં અંદર જ તેમણે જીવન ટૂંકાવી દીધું હતું. આ દુર્ઘટનાના સમાચાર ગામમાં ઝડપથી ફેલાયા અને પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ. પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે. પરિવારનું કહેવું છે કે સરકારની બેદરકારી અને સતત વધતી કાર્યવાહીનું દબાણ આ મૃત્યુ માટે જવાબદાર છે.
ADVERTISEMENT
સ્થાનિક લોકોએ આ ઘટના પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેઓ માને છે કે ઓળખ અને નાગરિકતાને લઈને જે રીતે સામાન્ય લોકોને દમન કરવામાં આવે છે, એનો અંજામ ઉસ્માનના રૂપમાં સામે આવ્યો છે. લોકો કહે છે કે સરકાર એવુ માહોલ ઊભો કરી રહી છે જ્યાં નાગરિકોને પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માનસિક અત્યાચારમાંથી પસાર થવું પડે છે.

ADVERTISEMENT
કુમારગંજના તૃણમૂલ કોંગ્રેસના વિધાનસભ્ય તોરફ હુસેન મંડલે આ ઘટનાને હૈયાદાયક અને ચિંતાજનક ગણાવી છે. તેમનું કહેવું છે કે SIRના બહાને ખાસ કરીને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવાની કોશિશ થઈ રહી છે. તેમના દાવા મુજબ SIRની જાહેરાત બાદથી રાજ્યમાં ઓછામાં ઓછા 17 લોકો આ પ્રકારની ભીતિ અને દબાણને કારણે મોતને ભેટ્યા છે. તેમણે આ પ્રક્રિયાને દેશમાંથી નિકાલ કરવાની માનસિકતા ગણાવી છે.
પડોશીઓએ પણ જણાવ્યું કે ઉસ્માન છેલ્લા કેટલાક અઠવાડિયાંથી ખુબ જ તણાવમાં જોવા મળતા હતા. તેઓ હંમેશા કહેતા કે જો તેમનાં દસ્તાવેજોમાં નામની ગડબડ સુધરશે નહીં તો તેઓ બચી નહીં શકે. આ ડર દિવસે દિવસે વધતો ગયો અને અંતે તેમણે જીવનનો અંત લાવી લીધો. પોલીસ તેને આત્મહત્યા માને છે પરંતું લોકો વચ્ચે ચર્ચા છે કે સિસ્ટમની ભૂલ અને ભયજનક દબાણે જ તેમને આ તરફ ધકેલ્યા.
ADVERTISEMENT
વધુ વાંચો : પ્રશાંત કિશોર કિંગ મેકર હોઇ શકે પરંતુ કિંગ નહી, એક્ઝિટ પોલમાં પાર્ટીના હાલ બેહાલ
આ ઘટના ફરી એકવાર સવાલ ઉભૂ કરે છે કે મતદાર યાદીની ખામીઓ અને સત્તાવાળાની કડકડાટ કામગીરી સામાન્ય નાગરિકની જીંદગી માટે કેટલો ભારે સાબિત થઈ શકે છે. રાજ્યમાં આગળ કેટલા લોકો આ ભયનો બલિદાન બનશે એનો પ્રશ્ન હવે વધુ ગુંજાઈ રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT