બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gandhinagar aashka hospital Family allege patient's death due to doctor's negligence
ADVERTISEMENT
ગાંધીનગરની આસ્કા હોસ્પિટલમાં દર્દીના મોતને લઇ દર્દીના પરિવારજનોએ હોબાળો મચાવ્યો. સુરેન્દ્રસિંહ ચૌહાણ નામના દર્દીનું મોત થતા તેના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.
પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, હોસ્પિટલના ડોક્ટર્સની ભૂલના કારણે સુરેન્દ્રસિંહનું મોત થયું છે. અત્રે જણાવી દઇએ કે, પથરીના લેસર ઓપરેશન માટે દર્દીને આસ્કા હોસ્પિટલ લઇ જવાયા હતાં. જેમાં ડૉક્ટરે લેપ્રોસ્કોપીનું ઓપરેશન જાતે જ કરવાનો નિર્ણય લીધો હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે.

ADVERTISEMENT
લેઝર સર્જરીની જગ્યાએ લેપ્રોસ્કોપીનું ઓપરેશન કર્યાનો આક્ષેપ
દર્દીના પરિવારજનોનો લેઝર સર્જરીની જગ્યાએ લેપ્રોસ્કોપીનું ઓપરેશન કર્યાનો આક્ષેપ છે. એવામાં આ ઓપરેશન દરમિયાન દર્દીનું મોત થયું હતું. ત્યારે પરિવારજન કહી રહ્યાં છે કે, હોસ્પિટલે દર્દીના મોતનું કારણ ન જણાવ્યું. આમ, આ રીતે અચાનક દર્દીના મોતના કારણે પરિવારજનોનું હૈયાફાટ રૂદન જોવા મળી રહ્યું છે. જો કે, આ રીતે દર્દીનું મોત થતા તેના પરિવારજનોએ હોસ્પિટલ પર ભારે હોબાળો મચાવ્યો હતો. જો કે, આ ઘટનાની જાણ થતા પોલીસ પણ હોસ્પિટલે પહોંચી ગઇ હતી. તમને જણાવી દઇએ કે, અગાઉ પણ આસ્કા હોસ્પિટલ વિવાદોમાં આવી ચૂકી છે.
ADVERTISEMENT

પોલીસ સમગ્ર ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરી રહી છે
ADVERTISEMENT
જો કે, અહીં સવાલ એ ઉભો થાય છે કે, આખરે જો દર્દીને લેઝર સર્જરી કરવાની હતી તો પછી લેપ્રોસ્કોપીનું ઓપરેશન શા માટે કરવામાં આવ્યું? એમાંય પરિવારજનોના આક્ષેપ મુજબ ડૉક્ટરે લેપ્રોસ્કોપીનું ઓપરેશન જાતે કરવાનો નિર્ણય કેમ લીધો? આખરે શું છે ઘટનામાં હકીકત તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરી રહી છે. દર્દીના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલ પર હોબાળો મચાવતા પોલીસે ઘટનાસ્થળે જઇને મામલો શાંત પાડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.