બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગંભીરા બ્રિજ પર અનેક રજૂઆત કરી પણ પરિણામ શૂન્ય, ઉંઘતા રહ્યા અધિકારીઓ
Last Updated: 03:02 PM, 9 July 2025
હાલ અત્યારે જ્યારે મહીસાગર નદી પર આવેલો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું છે. આણંદ જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર નજીક આવેલા આ બ્રિજ તૂટી પડતા અનેક લોકોના જીવ ગયાં અને અનેક ઘાયલ થયાં છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ બ્રિજ વિશે અગાઉથી જ ચેતવણી આપવામાં આવી હતી. VTV News પાસે પણ 29 જૂન 2025ના રોજના દ્રશ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બ્રિજની સ્થિતિ અત્યંત જર્જરિત હતી.
ADVERTISEMENT

અહેવાલો અને સ્થાનિક લોકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હતી કે બ્રિજ ખૂબ ખતરનાક છે અને તાત્કાલિક તેનું સમારકામ કે બંધ કરવાની જરૂર છે. છતાં, તંત્રના અધિકારીઓ ઉંઘતા રહ્યા હતા. ચેતવણી મળ્યા પછી પણ કોઈ પગલાં ન લેવાતા આખરે 9 જુલાઈના રોજ આ ભયાનક દુર્ઘટના બની ગઈ, જેમાં 6થી વધુ લોકોના જીવ ગુમાવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
હવે પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે પત્રકારો દ્વારા અહેવાલો પ્રસારિત થયા હતા અને સ્થાનિક લોકોએ તંત્રના દરવાજા ખખડાવ્યા હતા ત્યારે તાત્કાલિક પગલાં કેમ ન લેવાયા? શું એ સમયે બ્રિજ બંધ કરવો તંત્ર માટે અશક્ય હતું? આ દુર્ઘટનાને કારણે હવે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આવા જૂના અને ખતરનાક સ્ટ્રક્ચર્સની સમયસર તપાસ ન થાય તો જનતાના જીવ સાથે ચેડા થાય છે.

ADVERTISEMENT
ગંભીરા બ્રિજ તૂટી પડવાના પાછળ મુખ્ય જવાબદારી ત્યાંના અધિકારીઓની જ છે તેવી આક્ષેપ લગાવામાં આવી રહ્યા છે, જેમણે સમયસર પગલાં ન લઈને મોટી જાનહાની સર્જી છે. હવે જો તંત્રે આ ઘટનાથી શીખ ના લીધી તો આવનારા સમયમાં વધુ આવી દુર્ઘટનાઓ થવાની શક્યતા દેખાઇ રહી છે. આ બનાવે તંત્રના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગને મજબૂત બનાવી છે. જનતાનો વિશ્વાસ જળવાય રહે, એ માટે જરૂરી છે કે આવા મામલાઓમાં બેદરકાર વર્તન કરનારા અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવે. હવે આગળ આ મુદ્દે સરકાર શું પગલા લેશે તે તો આવનારો સમય જ બતાવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.