ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:25 PM, 30 December 2025
ADVERTISEMENT
નવા વર્ષ 2026ની શરૂઆત જ્યોતિષીય દ્રષ્ટિએ અત્યંત ખાસ માનવામાં આવી રહી છે. વર્ષના બીજા જ દિવસે એટલે કે 2 જાન્યુઆરી 2026ના રોજ દેવગુરુ બૃહસ્પતિ અને ચંદ્રમા મિથુન રાશીમાં એકસાથે આવશે અને ગજકેરી યોગનું નિર્માણ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગજકેસરી યોગને અત્યંત શુભ અને શક્તિશાળી રાજયોગ ગણવામાં આવે છે, જે વ્યક્તિના જીવનમાં ધન, માન-સન્માન, સુખ અને સફળતાના નવા દ્વાર ખોલે છે. વર્ષના આરંભમાં બનતો આ યોગ ખાસ કરીને ત્રણ રાશિના જાતકો માટે ભાગ્યોદય સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT

જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, ગજકેસરી યોગ ત્યારે બને છે જ્યારે ગુરુ અને ચંદ્રમા કેન્દ્રીય સ્થાને અથવા અનુકૂળ સ્થિતિમાં એકસાથે આવે. ગુરુ જ્ઞાન, વૃદ્ધિ અને ધનનો કારક ગ્રહ છે, જ્યારે ચંદ્રમા મન, ભાવનાઓ અને સુખનો સંકેત આપે છે. આ બંને ગ્રહોની યુક્તિ વ્યક્તિના જીવનમાં સ્થિરતા, આર્થિક મજબૂતી અને માનસિક શાંતિ લાવે છે. 2026ની શરૂઆતમાં બનેલો આ યોગ વર્ષભર તેની અસર બતાવી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વૃષભ રાશિના જાતકો માટે આ ગજકેરી યોગ ખાસ ફાયદાકારક સાબિત થવાની શક્યતા છે. લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળવાની સંભાવનાઓ પ્રબળ બનશે. જે લોકોએ અગાઉ રોકાણ કર્યું છે તેમને તેનો સારો લાભ મળી શકે છે, ખાસ કરીને જમીન, મકાન કે અન્ય કિંમતી સંપત્તિમાં કરેલા રોકાણથી નફો થવાની શક્યતા વધારે છે. નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની શક્યતા છે, જેના કારણે આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. પારિવારિક જીવનમાં પણ સુખ અને શાંતિનો માહોલ રહેશે.

ADVERTISEMENT
મિથુન રાશિના જાતકો માટે તો આ યોગ વિશેષ મહત્વનો બની જાય છે, કારણ કે ગજકેસરી યોગ તેમની જ રાશીમાં બની રહ્યો છે. કરિયર સંબંધિત ક્ષેત્રમાં નવી તક મળવાની સંભાવના છે અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થશે. કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ સોંપાઈ શકે છે, જે ભવિષ્યમાં પ્રગતિના દ્વાર ખોલશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાની શક્યતા છે અને સમાજમાં માન-સન્માન વધશે. પિતા સાથેના સંબંધોમાં પણ સુધારો જોવા મળી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તુલા રાશિના જાતકો માટે ગજકેસરી યોગ ધંધા અને નોકરી બંને ક્ષેત્રોમાં લાભ આપનારો સાબિત થઈ શકે છે. કોઈ મોટી ડીલ અથવા કરાર ફાઈનલ થવાથી એકસાથે મોટો આર્થિક લાભ થવાની શક્યતા છે. આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે અને વિદેશ યાત્રાના યોગ પણ બને છે. ધન સરળતાથી પ્રાપ્ત થશે અને તેને સાચવી રાખવામાં પણ તમે સફળ રહેશો. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને જીવનસાથી તરફથી સહયોગ મળશે, જેના કારણે માનસિક સંતોષ મળશે.
કુલ મળીને જોવામાં આવે તો 2 જાન્યુઆરી 2026ના રોજ બનતો ગજકેસરી યોગ વર્ષ 2026ને શુભ શરૂઆત આપતો નજરે પડે છે. ખાસ કરીને વૃષભ, મિથુન અને તુલા રાશિના જાતકો માટે આ સમય આર્થિક લાભ, કરિયર વૃદ્ધિ અને જીવનમાં સ્થિરતા લાવનારો બની શકે છે. યોગ્ય નિર્ણય અને મહેનત સાથે આ યોગનો પૂરતો લાભ લેવાય તો વર્ષ 2026 યાદગાર બની શકે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT