બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:04 PM, 19 January 2024
ADVERTISEMENT
બોલિવૂડની સુપર ડુપર હિટ ફિલ્મ ગદર એક પ્રેમ કથાએ તો બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. તારા સિંહનો રોલ નિભાવી રહેલા સની દેઓલની આ ફિલ્મ વર્ષ 2001માં રિલિઝ થઈ હતી. એટલે 22 વર્ષ બાદ આ ફિલ્મનો બીજો ભાર રિલીઝ થયો હતો અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મે ગદરની જેમ જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. ત્યારે હવે સની દેઓલના ફેન્સ માટે એક મોટી ખબર સામે આવી છે.
.jpg)
ADVERTISEMENT
ગદર-3ની પુષ્ટી કરી
મળતી માહિતી મુજબ ગદર ફ્રેન્ચાઈઝ દ્વારા હવે ગદર-3 લાવવાનું એલાન કરી દેવામાં આવ્યું છે. એટલે કે ફરી એક વખત મોટા પડદા પર તારાસિંહનો જલવા જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર ગદર અને ગદર-2ના ડાયરેક્ટર અનિલ શર્માએ ગદર-3ની પુષ્ટી કરી છે. જેની કહાની અત્યારથી જ લોક કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
ગદર-3 બનાવવાની વિચારણા
આ ફિલ્મને ઝી સ્ટુડિયો દ્વારા લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે. સુત્રો અનુસાર ઝી સ્ટુડિયો, અનિલ શર્મા અને સની દેઓલ વચ્ચે કાગળની કાર્યવાહી પૂરી કરી લેવામાં આવી છે. ગદર-2ની રીલિઝ બાદથી જ ડાયરેક્ટર અનિલ શર્મા અને તેની ટીમ ગદર-3 બનાવવાની વિચારણા કરી રહી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો:આગામી 22મીએ રામાયણના રામ-લક્ષ્મણ અને સીતા દર્શકોને આપશે અનોખી ગિફ્ટ, અરૂણ ગોવિલે કર્યું એલાન
જણાવવામાં આવી રહ્યું છે કે ગદર અને ગદર-2 કરતા પણ ગદર-3 ખુબ જ ધમાકેદાર હશે. ગદર-3 ભારત અને પાકિસ્તાનના બ્રેકગ્રાઉન્ડ પર બનાવવામાં આવશે. મેકર્સે કહ્યું કે આ ફિલ્મ પહેલી બંને ફિલ્મ કરતા અલગ હશે અને ધમાકેદાર હશે.જેમાં પણ જબદરદસ્ત એક્શન સીન જોવા મળશે.. આ ફિલ્મનું શૂટિંગ 2025થી શરૂ થઈ શકે છે. હાલ તો અનિલ શર્મા હાલમાં તેની આગામી ફિલ્મ 'જર્ની'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે સની દેઓલની સુપરહિટ ફિલ્મ બોર્ડરની સિક્વલ પણ બનાવવામાં આવશે તેવુ સામે આવી રહ્યું છે. આ ફિલ્મ વર્ષ 1997માં રિલીઝ થઈ હતી.. જે ફિલ્મ પણ ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત હતી. જેથી હવે જો આ ફિલ્મનો બીજો ભાગ રિલીઝ થાય તો આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર જાદુ કરી શકે છે..
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.