બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Ayodhya Ram Mandir Rama-Lakshman and Sita of Ramayana will give viewers a unique gift on 22nd, Arun Govil announced

અયોધ્યા રામ મંદિર / આગામી 22મીએ રામાયણના રામ-લક્ષ્મણ અને સીતા દર્શકોને આપશે અનોખી ગિફ્ટ, અરૂણ ગોવિલે કર્યું એલાન

Published By: Megha

Last Updated: 01:36 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામાયણ ટીવી સિરિયલમાં રામ, સીતા અને લક્ષ્મણનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનીલ લહેરી 22 જાન્યુઆરીએ એમના ચાહકોને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે.

  • અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
  • રામાયણ સિરિયલના રામ- સીતા ચાહકો માટે એક ખાસ ભેટ લઈને આવ્યા. 
  • બોલિવૂડથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. 

અયોધ્યા ધામના શ્રી રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને સમગ્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છે. રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પણ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. મંદિરોથી લઈને ઘરના દરવાજા સુધી દરેક જગ્યાએ દિવાળી જેવો માહોલ છે, રામ લાલાના સ્વાગત માટે દીવા પ્રગટાવવાની તૈયારીઓ ચાલી રહી છે. 

આ ભવ્ય સમારોહ માટે હજારો લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રામાયણ ટીવી સિરિયલના અરુણ ગોવિલ, જેણે સ્ક્રીન પર ભગવાન રામની ભૂમિકા ભજવી હતી, તેને પણ આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા અને સુનીલ લહેરી પણ તેમાં સામેલ છે. આવી સ્થિતિમાં હવે રામાયણના રામ, સીતા અને લક્ષ્મણ તેમના ચાહકો માટે એક ખાસ ભેટ લઈને આવ્યા છે. 

આ વિશે માહિતી શેર કરતાં અરુણ ગોવિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. એમને કહ્યું કે, 'ચાલો આપણે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણનું અયોધ્યામાં સ્વાગત કરીએ. સોનુ નિગમના અવાજમાં ગાયેલું ગીત 'હમારા રામ આયે હૈં' રિલીઝ થવાનું છે. આ ગીત 22 જાન્યુઆરીએ રિલીઝ થશે, જેમાં અરુણ ગોવિલ, સુનીલ લહેરી અને દીપિકા ચિખલિયા જોવા મળશે.' 

વધુ વાંચો: વિવાદોમાં ફસાયેલ `અન્નપૂર્ણિ`ને લઇ નયનતારાએ માંગી માફી, પોસ્ટ કરીને કહ્યું 'જય શ્રી રામ'

જણાવી દઈએ કે અરુણ ગોવિલ, સુનીલ લહેરી અને દીપિકા ચિખલિયા સિવાય બોલિવૂડથી લઈને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં અમિતાભ બચ્ચન, અજય દેવગન, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અનુષ્કા શર્મા, માધુરી દીક્ષિત, આશા ભોંસલે સહિત ઘણા કલાકારો સામેલ થશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya Ram Mandir News Ayodhya ram mandir arun govil અયોધ્યા રામ મંદિર અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયા રામાયણ Ayodhya ram mandir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ