બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / g7 sumit pm narendra modi most popular leader watch global leader approval ratings

ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ / PM મોદીની લોકપ્રિયતાનો જલવો યથાવત્: વિશ્વમાં હજુ પણ નંબર-1, બાયડન-ઋષિ સુનક તો ક્યાંય પાછળ, જુઓ આખું લિસ્ટ

Malay

Last Updated: 09:29 AM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi's Global Approval Rating: વિશ્વભરના લોકપ્રિય નેતાઓમાં PM મોદી ટોચ પર છે. મોર્નિંગ કન્સલ્ટ સર્વેએ વિશ્વભરના નેતાઓની લોકપ્રિયતા અંગે એક સર્વે કર્યો હતો. આ સર્વેના આધારે પીએમ મોદીએ લોકપ્રિયતાની યાદીમાં વિશ્વના નેતાઓને પાછળ છોડી દીધા છે.

 

  • PM મોદીનો વિશ્વમાં ફરી વાગ્યો ડંકો
  • ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં ટોપ પર
  • PM મોદીને વિશ્વના 78 ટકા લોકોએ પસંદ કર્યા

ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટોચનું સ્થાન મળ્યું છે. અમેરિકા સ્થિતિ કન્સલ્ટિંગ ફર્મ 'મોર્નિંગ કન્સલ્ટ'ના સર્વે અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 78 ટકા રેટિંગની સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ગણવામાં આવ્યા છે. આ સર્વેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન છઠ્ઠા નંબરે અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક 10મા નંબરે છે. 

PM મોદીએ 22 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડ્યા
આ વખતે ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને ચોથું સ્થાન મળ્યું છે. તેમને 53 ટકાનું વૈશ્વિક લીડર એપ્રુવલ રેટિંગ મળ્યું છે. તો ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની 49 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે પાંચમા નંબર પર છે. આ વખતે પણ વિશ્વના સૌથી મોટા લોકતંત્રના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકપ્રિયતાના મામલે 22 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે.

62 ટકા સાથે રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ બીજા નંબરે
વાસ્તવમાં અમેરિકી ફર્મ 'મોર્નિંગ કન્સલ્ટ'એ તાજેતરમાં જ એક સર્વે કર્યો હતો, જેમાં 22 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સર્વેમાં સામે આવ્યું છે કે, આ રેટિંગમાં 100 ટકા લોકોમાંથી 4 ટકા લોકોએ પીએમ મોદી વિશે કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી, તો 17 ટકા લોકોએ તેમને નાપસંદ કર્યા છે. પરંતુ પીએમ મોદી 78 ટકા લોકોની પહેલી પસંદ બની ગયા છે. તેમના પછી સ્વિસ રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ 62 ટકા સાથે બીજા નંબરે છે, જ્યારે મેક્સિકોના રાષ્ટ્રપતિ ત્રીજા નંબર પર છે.

આ દેશના દિગ્ગજો સામે જનતામાં રોષ
અમેરિકા, જાપાન, ફ્રાન્સ, બ્રિટન વગેરે દેશોના ટોચના નેતાઓને પોત-પોતાના દેશોમાં વિવિધ કારણોસર જનતાના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ કારણ છે કે સર્વેમાં આ દેશોના નેતાઓ ન માત્ર અલોકપ્રિય બન્યા છે, પરંતુ તેમની એપ્રુવલ રેટિંગ પણ ઓછી છે.

જાણો ક્યા દેશના નેતાને કેટલા ટકા રેટિંગ મળ્યા?
- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી - 78 
- સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ - 62
- મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ ઓબ્રાડોર - 62
- ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ - 53
- ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની - 49
- અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન - 42
- કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો - 39
- જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝ - 34
- બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક - 33
- જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા - 31
- ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન - 25

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ