બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / Furious Father Kills Daughter With Sword After Night-Out, Drags Body Behind Bike Through Amritsar Village

ઘાતકી હત્યા / VIDEO : પિતાએ દીકરીને તલવારથી કાપીને લાશ બાઈક સાથે બાંધીને ઢસડી, છક્કા છોડાવી દેતો વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 03:00 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના અમૃતસરમાં એક પિતાએ દીકરીને સજા આપવા પહેલા તેની તલવારથી હત્યા કરી અને ત્યાર બાદ બાઈક સાથે બાંધીને તેની લાશ ફેરવી હતી.

  • પંજાબના અમૃતસરની કંપાવનારી ઘટના
  • પિતાએ પુત્રીની તલવારથી હત્યા કરી
  • હત્યા બાદ લાશને બાઈક સાથે બાંધીને ફેરવી 

દીકરી આખી રાત બહાર ફરતી હોય અથવા તો થોડા સમય માટે રાતે બહાર ગઈ હોય અને આ વાતને કારણે એક પિતા કેટલી હદ સુધી જઈ શકે તેવી એક કંપાવનારી ઘટના સામે આવી છે જે જાણીને ભલભલાના હાજા ગગડી જશે. 

દીકરી સહેલીના ઘેર રાત રોકાતા ઉશ્કેરાયો 
પંજાબના અમૃતસરમાં એક પિતાએ પોતાની 16 વર્ષની દીકરીનું તલવારથી કાપીને હત્યા કરી નાખી હતી. આ પછી પણ તેનો ગુસ્સો શમ્યો નહીં એટલે તેણે દીકરીની લાશને પોતાની મોટરસાઇકલની પાછળ બાંધીને આખા ગામમાં ઢસડીને લઈ ગયો. રિપોર્ટ્સ અનુસાર, કિશોરી રાત્રે કોઈ બીજાના ઘરે રોકાઈ હતી 
આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લાશને ઢસડીને લઈ જતો જોઈ શકાય છે. આટલું કર્યાં બાદ આરોપી પિતા દીકરીને લાશને રેલવેના પાટા પર ફેંકી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તેઓએ લાશને ખેંચીને ત્યારબાદ રેલ્વે ટ્રેક પર ફેંકી દેવાના સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. આરોપી પિતાની ધરપકડ કરીને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. 

કેમ કરી દીકરીની ઘાતકી રીતે હત્યા
હકીકતમાં છોકરી પિતાને કહ્યાં વગર તેની સહેલીના ઘેર રાત રોકાઈ હતી અને આ વાતે પિતા નારાજ થયા હતા. હત્યા બાદ આરોપી પિતાએ એવું કહ્યું કે બીજા કોઈની પુત્રી આવું કરી ન શકે એટલે મેં આવું કર્યું છે. તેણે એવું કહ્યું કે હું બીજા માતાપિતા જેવો નથી કે જેઓ દીકરીએ ખોટું કર્યું હોય તોય તેને છાવરે. 
તેણે કહ્યું કે તેણે જે કર્યું છે તેનાથી તેને કોઈ અફસોસ નથી. આરોપીએ એવું પણ કહ્યું કે તે નથી ઇચ્છતો કે તેની પુત્રીએ જે કર્યું તે અન્ય છોકરીઓ કરે. 

પોલીસે શું કહ્યું 
અમૃતસર પોલીસનું કહેવું છે કે અમને ખબર પડી કે નિહાંગ, જે શીખ છે, તેણે પહેલા તેની પુત્રીની તલવારથી હત્યા કરી હતી અને પછી તેને મોટરસાયકલ પર ખેંચીને લઈ ગયો હતો અને તેને રેલ્વે ટ્રેક પર ફેંકી દીધી હતી. છોકરીને ખૂબ જ ઊંડા ઘા વાગ્યાં હતા. તેની સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. બાદમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એવું જાણવા મળ્યું છે કે છોકરી એક દિવસ પહેલા જ પિતાને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. એક દિવસ પછી, જ્યારે તે પાછી આવી, ત્યારે તેના પિતાને તેને ખૂબ બોલ્યાં હતા અને ત્યાર બાદ તેણે તલવાર કાઢીને તેની હત્યા કરી હતી, પછી તેના પગ બાઈક સાથે બાંધીને લઈ ગયો હતો અને રેલવેના પાટા પર લાશ ફેંકી દીધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ