બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / From Uttarakhand to Andaman-Nicobar: 9th earthquake in 38 days

ધરતીકંપ / ઉત્તરાખંડથી લઇને આંદામાન-નિકોબાર સુધી: 38 દિવસમાં 9મી વાર ધરા ધ્રુજી, લોકોમાં ફફડાટનો માહોલ

Priyakant

Last Updated: 09:31 AM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Earthquake News: ફરીવાર ભૂકંપથી ધ્રુજી ઉઠી ભારતની ધરા, હજુ સુધી કોઇપણ પ્રકારના નુકશાનના સમાચાર સામે આવ્યા

  • ઉત્તરાખંડથી લઈ છેક આંદામાન-નિકોબાર સુધી ભૂકંપના આંચકા
  • આંદામાન-નિકોબારમાં ગુરુવારે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
  • ઉત્તરાખંડના પિથોરાગઢમાં 2.2ની તીવ્રતાનો ભૂકંપ 

ભારતમાં આજે સવારે ઉત્તરાખંડથી લઈ છેક આંદામાન-નિકોબાર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નોંધનીય છે કે, આંદામાન-નિકોબારમાં ભૂકંપની શ્રેણી સતત વધી રહી છે. આ તરફ ગુરુવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 4.17 કલાકે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે હજુ સુધી કોઇપણ પ્રકારના નુકશાનના સમાચાર સામે આવ્યા નથી. આ સાથે જ ઉત્તરાખંડના પિથોરાગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.2 હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું.

બુધવારે એટલે કે 2 ઓગસ્ટના રોજ પણ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, બુધવારે સવારે લગભગ 5.40 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર 10 કિલોમીટરની ઉંડાઈમાં હતું. હાલ ભૂકંપના કારણે કોઈ નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી. 

નોંધનીય છે કે, 29 જુલાઈના રોજ પણ આંદામાન ટાપુઓ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે લગભગ 12.53 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેનું કેન્દ્ર જમીનથી 69 કિલોમીટરની ઊંડાઈ પર હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ