બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / From now onwards property tax will be collected in Bopal-Ghuma area of Ahmedabad.

પ્રોપર્ટી ટેક્સ / અમદાવાદના આ વિસ્તારના લોકોને પડ્યો ફટકો, 3 વર્ષથી અપાતી ટેક્સ છૂટ થઈ બંધ

Vishal Khamar

Last Updated: 02:56 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં હદ વિસ્તારમાં 2018 માં બોપલ-ઘુમા નગરપાલિકાને ભેળવી દેવામાં આવી હતી. ત્યારે શરૂઆતનાં 3 વર્ષ બોપલ-ઘુમા વિસ્તારનાં નાગરિકોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવતી હતી હવે બોપલ-ઘુમા વિસ્તારનાં નાગરિકોને પુરો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવો પડશે.

અમદાવાદનાં બોપલ-ઘુમા વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સ પુરો લેવાની મહાનગર પાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે બોપલ-ઘુમા વિસ્તારમાં નાગરિકોને પુરો પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે. ક્ષેત્રફળ આધારિત નવી પદ્ધતિ પ્રમાણે પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 વર્ષથી પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવતી હતી. ત્યારે હવે બોપલ-ઘુમામાં કરદાતાઓને આ વર્ષે રિબેટનો લાભ નહી મળે.  2021 માં બોપલ-ઘુમા નગરપાલિકાને કોર્પોરેશનમાં ભેળવી હતી. 

 

ત્રણ વર્ષ દરમ્યાન કેટલા ટકા પ્રોપર્ટી ટેક્સમાં રાહત મળી
ત્રણ વર્ષ દરમ્યાન બોપલ-ઘુમાનાં હજારો પ્રોપર્ટી ધારકોને પ્રોપર્ટી ટેક્સમા રાહત આપવામાં આવી હતી. જેમાં બોપલ-ઘુમામાં પ્રોપર્ટી ટેક્સમાં 2021-22 માં 75 ટકા વળતર અપાયું હતું. જ્યાપો વર્ષ 2022-23 માં 50 ટકા વળતર જ્યારે 2023-24 માં 25 ટકા વળતર અપાયું હતું. 

2021-22 ના પ્રોપર્ટી ટેક્સબિલમાં બોપલ-ઘુમાવાસીઓને 75 ટકા રાહત
નાણાકીય વર્ષ ર૦ર૧-રરના પ્રોપર્ટી ટેક્સબિલમાં બોપલ-ઘુમાવાસીઓને પ્રોપર્ટી ટેક્સબિલમાં ૭પ ટકા રાહત આપવામાં આવી હતી.  નાણાકીય વર્ષ 2023-24 માં  રપ ટકા વળતર અપાયું હતું.  બોપલ-ઘુમાના ૪૦ હજાર જેટલા પ્રોપર્ટી ટેકસધારકોને આ રાહતનો લાભ મળ્યો હતો.

વર્ષ ર૦ર૪-રપથી પૂરેપૂરો ટેક્સ ભરવો પડશે
આ વિસ્તારના પ્રોપર્ટી ટેક્સધારકો માટેની ખાસ ત્રણ વર્ષની ટેક્સ રિબેટ યોજનાનો નાણાકીય વર્ષ ર૦ર૪-રપમાં અંત આવવાનો છે એટલે કે બીજા અર્થમાં તે નાણાકીય વર્ષથી આ વિસ્તારના નાગરિકોએ મ્યુનિ. કોર્પોરેશનનો પૂરેપૂરો ટેક્સ ભરવો પડશે.

ક્યારે, કેટલું વળતર ?
મહાપાલિકાએ વધારાની રકમમાં 2021-22માં 75% વળતર આપવામાં આવશે. જેમાં 2022-23માં 50%, 2023-24માં 25% વળતર અપાશે. તો 2024-25માં ક્ષેત્રફળ મુજબ ટેક્સની નવી પદ્ધતિ લાગુ કરાશે. નગરપાલિકા, પંચાયતની રેકોર્ડ પર નોંધાયેલી મિલકતોને સ્કીમ લાગુ પડશે. બોપલ ઘુમા નગરપાલિકા વિસ્તારમાં AMC દ્વારા 40 હજાર બીલો અપાયા હતા. 

વધુ વાંચોઃ વિદેશમાં આવું પણ થાય! આણંદના 26 યુવકો 65 લાખમાં છેતરાયા, ફ્રુટની વાડીમાં નોકરીની આપી હતી લાલચ

નર્મદાનાં પાણીનાં જોડાણ  માટે કોઈ રકમ લેવાતી નથી
તા. ૮ ઓક્ટોબર, ર૦રર ઔડાની બેઠક મળી હતી. જેમાં બોપલ-ઘુમાના રહેવાસીઓ પૈકી જે લોકોએ નગરપાલિકા કે ગ્રામ પંચાયતના સમયકાળમાં પાણીનાં જોડાણ માટે રકમ ભરી હોય તેવા લોકોને નર્મદાનું પાણી મેળવવા માટેનાં જોડાણમાં કોઈ રકમ ભરવાની નહીં રહે તેવો નીતિવિષયક નિર્ણય લેવાયો હતો. નગરપાલિકા વખતનાં પાણીનાં જોડાણમાં જે પાઇપલાઈન ખવાઈ ગઈ હશે કે કટાયેલી હશે તે પણ તંત્ર દ્વારા બદલી આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ