બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The desire to go abroad proved costly for 26 Anand youths

છેતરપીંડી / વિદેશમાં આવું પણ થાય! આણંદના 26 યુવકો 65 લાખમાં છેતરાયા, ફ્રુટની વાડીમાં નોકરીની આપી હતી લાલચ

Vishal Khamar

Last Updated: 10:45 AM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશ જવાની ઘેલછા આણંદનાં 26 યુવકોને ભારે પડી છે. ઓસ્ટ્રેલિયામાં નોકરી અપાવવાનાં નામે ઠગાઈ કરી લોકો પાસેથી લાખો રૂપિયા લઈ શખ્શ છુમંતર થઈ જતા યુવકોએ આણંદ ટાઉન પોલીસે મથકે ફરિયાદ નોંધાવી છે.

વિદેશ જવાની ઘેલછા આણંદનાં 26 યુવકોને ભારે પડી છે. ઓસ્ટ્રેલિયામાં વાર્ષિક 33 હજારનાં ડોલરની નોકરી અપાવવાનાં નામે ઠગાઈ કરી છે. 2020 માં લોઈડ રોજારિયો નામનાં યુવકે 26 યુવકોને લાલચ આપી હતી. ત્યારે યુવકોએ અઢી અઢી લાખનાં ચેક આપી દીધા હતા. જે બાદ 26 યુવકો પાસેથી 65 લાખ લઈ અમદાવાદનો યુવક છૂમંતર થઈ ગયો હતો. 26 યુવકોને ઓસ્ટ્રેલિયામાં ફ્રુટની વાડી, ફ્રુટ પીકરની નોકરીની લાલચ અપાઈ હતી. આ સમગ્ર મામલે યુવકો દ્વારા આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે. 

અમદાવાદનાં યુવક સાથે મુલાકાત થઈ હતી
ખંભાત તાલુકાના પાંદડ ગામનાં રહેવાસી મેહુલ પરમારને વર્ષ 2020 માં તેના મિત્ર સંદીપ ઉર્ફે સન્ની પાસેથા જણવા મળ્યું હતું કે તેનાં કાકાનાં મિત્ર ઓસ્ટ્રેલિયા મોકલવાનું કામ કરે છે.  જે બાદ તેઓએ અમદાવાદ ખાતે રહેતા લોઈડ જોસેફ રોઝારીયોનો સંપર્ક કર્યો હતો. જે બાદ તેઓએ સમગ્ર માહિતી મેળવી હતી. જેમાં તેઓને ત્રણ વર્ષ માટેનાં વર્ક પરમીટ વિઝા ઉપર તેઓ ઓસ્ટટ્રેલિયા જઈ શકે છે. જે બાદ મેહુલ તેમજ તેનાં મિત્રોએ જિતેન્દ્રભાઈ ગોવિંદભાઈ ચૌહાણ, સાહિલસેન જશવંતભાઈ પરમાર, ચિરાગ ભગવાનભાઈ ચાવડા વર્ષ 2020 માં આણંદ આવ્યા હતા. 

યુવકો દ્વારા સેમિનાર કરવા માટે અઢી લાખ રૂપિયા ભર્યા હતા
આણંદ ખાતે લોઈડ રોઝારીયો તેમજ તેના ભાઈ લેવલીન રાઝારીયોએ એક સેમિનારનું આયોજનક રર્યું હતું. જેની ડિપોઝીટ પેટે રૂા. 2.50 લાખ જમા કરાવવા કહ્યું હતું. જે બાદ મેહુલ તેમજ તેનાં મિત્રો દ્વારા આ સમગ્ર બાબતે તેઓનાં મિત્રો તેમજ અન્ય સગા-સબંધીઓને કરતા 25 જેટલા યુવકો તૈયાર થયા હતા.  જે બાદ તેઓને તમામ ડોક્યુમેન્ટ સાથે રૂપિયા અઢી લાખ ભર્યા હતા.  જે બાદ વોટસએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જે બાદ કોરોનાં આવી જતા ઓનલાઈન મીટીંગ કરતા હતા. અને તમામને ઓસ્ટ્રેલિયા જવાની બાંહેધરી આપી હતી. 

વધુ વાંચોઃ ભુજ-ભચાઉ હાઈવે પર અકસ્માત, ડિવાઈડર સાથે કાર અથડતા ફાડિયાં થયા, 3ના મોત

યુવકો દ્વારા લોઈડ રોઝારીયાનાં ઘરે તપાસ હાથ ધરતા તે વિદેશ જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું
લોઈડ રોઝારીયો દ્વારા એક વર્ષમાં વિઝા આવી જવાની વાત કરી હતી. પરંતું તે વાતને ખૂબ લાંબો સમય વીતી ગયો હોવા છતાં વિઝાની કોઈ કાર્યવાહી થવા પામી ન હતી. જે બાદ યુવકો દ્વારા મોબાઈલ પર સંપર્ક કરતા મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો.  જે બાદ યુવકો દ્વારા અમદાવાદ સ્થિત લોઈડ રોઝારીયોનાં ઘરે વર્ષ 2023 માં તપાસ કરવા ગયા હતા. જે બાદ જાણવા મળ્યું હતું કે, તેની પત્નિ વિદેશ જતા રહ્યાનું જાણવા મળ્યું હતું.  જે બાદ યુવકોને તેમની સાથે છેતરપીંડી થયું હોવાનુ જણાતા યુવકો દ્વારા શખ્શ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ