બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 killed in accident on Bhuj-Bhachau highway in Kutch

કચ્છ / ભુજ-ભચાઉ હાઈવે પર અકસ્માત, ડિવાઈડર સાથે કાર અથડતા ફાડિયાં થયા, 3ના મોત

Vishal Khamar

Last Updated: 10:51 AM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં ભુજ-ભચાઈ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડી પુલનાં ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોનાં ઘટનાં સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે પાટણમાં ગોલ્ડન ચોકડી નજીક બાઈક અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં 2 લોકોને ઈજાઓ થવા પામી હતી.

કચ્છમાં ભુજ-ભચાઈ હાઈવે પર અકસ્માતમાં 3 ના મોત નિપજ્યા છે. પધ્ધર પાસે ગાડી પુલનાં ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. જ્યારે 5 લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બે વાહનના અકસ્માતમાં અન્ય વાહન ચાલકો પણ બન્યા ભોગ
પાટણ ગોલ્ડન ચોકપી પાસે બાઈક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પુર ઝડપે આવતા બાઈક ચાલકે એક્ટિવા સવારને ટક્કર મારી હતી. બાઈક અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં  2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં અન્ય વાહન ચાલકો પણ ભોગ બન્યા હતા. રસ્તો સાંકડો હોવાથી વારંવાર અકસ્માત થતા હોવાનો સ્થાનિકોનો દાવો છે. બાઈક-એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતનાં સીસીટીવી પણ સામે આવ્યા છે. 

વધુ વાંચોઃ 'રૂપાલા સામે લડાઈથી હિન્દુત્વને પહોંચશે નુકસાન', સમાધાનની તરફેણમાં સંતો, જુઓ અવિચલદાસજી શું બોલ્યા

ઇદની મજા માણવા પાનમ ડેમ ફરવા ગયેલા 3 યુવકોના મોત
ગત રોજ પાનમ ડેમની મુખ્ય ત્રણ કેનાલમાં 3 યુવાનો ડૂબ્યા છે. ઈદની મજા માણવા પાનમ ડેમ ફરવા ગયેલા 3 યુવકોના મોત નિપજ્યા હતા. બે સગાભાઈ અનેક એક અન્ય યુવકનું મોત નિપજ્યું હતું. પાનમ ડેમ પાસેના ડેજર મહાદેવ મંદિર પાસે કેનાલમાં 3 લોકો ડૂબ્યા હતા. મૃતકોની ઓળખ બુરહાન હાઝી, નિહલ પટેલ, ફરહાદ પટેલ તરીકે થઈ હતી. મૃતકો મહીસાગરનાં કોથંભાનાં રહેવાસી હતા. ત્રણેય યુવકોના મૃતદેહોને પીએમ અર્થે શહેરા રેફરલ હોસ્પિટલ લવાયા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bhuj Kutch Patan accident accidents અકસ્માત કચ્છ પાટણ ભુજ Kutch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ