ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / From Colaba, the terrorists took taxis in groups of 4 and proceeded to their respective destinations

મુંબઈ / 26/11 હુમલાની આજે 15મી વરસી: જ્યારે ખૂની ખેલથી ધ્રુજી ઉઠી હતી દેશની આર્થિક રાજધાની મુંબઈ, NSG કમાન્ડોએ બચાવ્યા હતા જીવ

Published By: Dinesh Chaudhary

Last Updated: 07:51 AM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

26/11 Mumbai Attack: કોલાબાથી આતંકવાદીઓ 4ના જૂથોમાં ટેક્સીઓ લઈને પોતપોતાના સ્થળો તરફ જવા આગળ વધ્યા હતાં, આતંકવાદીઓની એક ટુકડી રાત્રે 9.30 કલાકે છત્રપતિ શિવાજી ટર્મિનલ રેલ્વે સ્ટેશન પર પહોંચી હતી

ADVERTISEMENT

  • મુંબઈ 26/11 હુમલાની 15મી વરસી
  • હુમલામાં 18 સુરક્ષાકર્મીઓ સહિત 166 લોકો મૃત્યુ પામ્યા હતાં
  • સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ત્રણ દિવસ ચાલી હતી


26/11 Mumbai Attack: 26 નવેમ્બર 2008 આ તારીખને ભારત ક્યારેય ભૂલી શકેશે નહીં. દેશ 26 નવેમ્બર 2023ના રોજ આ આતંકવાદી હુમલાની 15મી વરસી છે, પરંતુ દેશવાસીઓ આજે પણ આ દિવસને યાદ કરીને કંપી ઉઠે છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ સૌથી મોટો આતંકવાદી હુમલો હતો એમ કહેવું ખોટું નહીં હોય. આ હુમલામાં 18 સુરક્ષાકર્મીઓ સહિત 166 લોકો મૃત્યુ પામ્યા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ દેશના સૌથી સુરક્ષિત સ્થળો પૈકીની એક તાજમહેલ હોટલને નિશાન બનાવીને સુરક્ષા વ્યવસ્થાના દાવાઓને પણ ખોરવી નાખ્યા હતા.

the-10th-anniversary-of-the-mumbai-attack-today-also-tears-in-the-eyes

દરિયાઈ માર્ગે આવ્યા હતાં
આ તે દિવસ હતો જ્યારે પાકિસ્તાનના 10 આતંકવાદીઓએ સપનાના શહેર મુંબઈમાં પગ મૂક્યો હતો. સૌ પોતપોતાની ધૂનમાં મગ્ન હતા. બજારોમાં ચહલપહલ જોવા મળી હતી. લોકો ખરીદી કરતા હતા. મરીન ડ્રાઈવ પર લોકો દરિયામાંથી આવતા ઠંડા પવનોની મજા માણી રહ્યા હતા. કોઈને ખ્યાલ ન હતો કે મૃત્યુ આ સમુદ્ર દ્વારા તેમની તરફ આગળ વધી રહ્યું છે. જેમ જેમ રાત પડવા લાગી તેમ તેમ મુંબઈની સડકો પર મોત નાચવા લાગ્યું હતું. 

26/11 મુંબઈ ઍટેકની વરસી પર ભારતે લીધા એક્શન, પાકિસ્તાની હાઇકમિશનરને બોલાવી  જુઓ શું કહ્યું | India summons Pakistan High Commission diplomat on 26/11  attacks

8 વાગે કોલાબા ઉતર્યા હતા 
તમામ 10 આતંકવાદીઓ પાકિસ્તાનના કરાચીથી બોટમાં બેસીને મુંબઈ જવા રવાના થયા હતા. તે દરિયા માર્ગે જ મુંબઈમાં પ્રવેશ્યા હતા. ભારતીય નૌકાદળથી બચવા માટે તેઓએ રસ્તામાં એક ભારતીય બોટને હાઇજેક કરી અને તેમાં સવાર તમામ લોકોને મારી નાખ્યા. આ બોટનો ઉપયોગ કરીને તે રાત્રે લગભગ 8 વાગે કોલાબા પાસે ફિશ માર્કેટમાં ઉતર્યો હતો. સ્થાનિક માછીમારોને પણ તેના પર શંકા ગઈ હતી. તેમણે આ અંગે પોલીસને પણ જાણ કરી હતી પરંતુ પોલીસે તેને હળવાશમાં લીધુ હતું. 

અજમલ કસાબનું મોત થયું હતું
કોલાબાથી આતંકવાદીઓ 4ના જૂથોમાં ટેક્સીઓ લઈને પોતપોતાના સ્થળો તરફ જવા આગળ વધ્યા હતાં. આતંકવાદીઓની એક ટુકડી રાત્રે 9.30 કલાકે છત્રપતિ શિવાજી ટર્મિનલ રેલ્વે સ્ટેશન પર પહોંચી હતી. દરેકના હાથમાં એકે-47 રાઈફલ હતી અને તેઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ હુમલાખોરોમાં અજમલ કસાબ પણ સામેલ હતો. જેને સુરક્ષા દળોએ જીવતો પકડી લીધો હતો અને તેને ફાંસી આપવામાં આવી છે. સીએસટી રેલવે સ્ટેશન પર ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી હતી. વિલે પાર્લે વિસ્તારમાં પણ ગોળીબારના સમાચાર આવ્યા હતી. 

NSG કમાન્ડો
આતંકવાદીઓએ તે રાત્રે મુંબઈના ઘણા જાણીતા સ્થળોને નિશાન બનાવ્યા હતા. મુંબઈમાં આવેલી વર્લ્ડ ક્લાસ હોટલોમાંની એક તાજ હોટેલ, ઓબેરોય ટ્રાઈડેન્ટ હોટેલ અને નરીમન હાઉસને નિશાન બનાવવામાં આવ્યા હતા. મુંબઈના શાન તરીકે પણ ઓળખાતી તાજ હોટલને આતંકવાદીઓએ બર્બાદ કરી દીધી હતી. સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ત્રણ દિવસ સુધી અથડામણ ચાલુ રહી હતી. ત્યારબાદ NSG કમાન્ડોને બોલાવવામાં આવ્યા હતા. એનએસજી કમાન્ડોએ તમામ આતંકીઓને ઠાર કર્યા હતા. તેમની બહાદુરીના કારણે ભારત પર આવી પડેલું આ સંકટ ટળ્યું હતું.
 

સંકળાયેલા મુદ્દાઓ

26-11 હુમલો 26/11 Mumbai Attack 26/11 mumbai attack આતંકી હુમલો હુમલાની 15મી વરસી 26/11 Mumbai Attack

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ