બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / french spiderman scaled 48 story skyscraper in paris to celebrate his 60th birthday

OMG / ફ્રાન્સના 60 વર્ષના વૃદ્ધ 'સ્પાઈડર મેને' વગર દોરડે 48માં માળે ચઢીને ઉજવ્યો બર્થડે, જોનારા ચોંકી ગયા

Published By: Premal

Last Updated: 04:55 PM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વખતે એલન રૉબર્ટ ટોપ પર પહોંચવામાં માત્ર 60 મિનિટનો સમય લાગ્યો. ચઢ્યા પછી તેમણે કહ્યું, મેં ઘણા વર્ષ પહેલા પોતાને વચન આપ્યું હતુ કે જ્યારે હું 60 વર્ષનો થઇશ ત્યારે હું ફરીથી આ ટાવર પર ચઢી જઇશ.

  • 60 વર્ષનો વૃદ્ધ દોરડા વગર 48 માળ પર ચઢ્યો
  • વૃદ્ધ શખ્સે ટાવર પર ચઢ્યા પછી આપી પ્રતિક્રિયા 
  • મેં ઘણા વર્ષ પહેલા પોતાને વચન આપ્યું હતુ 

એલન રોબર્ટ દોરડાના આધાર વગર 48મા માળ સુધી પહોંચ્યો 

પેરિસમાં એક શખ્સે પોતાના 60મા બર્થ-ડેની ઉજવણી મનાવવા માટે અનોખી રીત કાઢી. એલન રોબર્ટ નામનો આ શખ્સ કોઈ દોરડાના આધાર વગર એક બિલ્ડિંગના 48મા માળ સુધી પહોંચી ગયો. એલનને લોકો ફ્રાન્સના સ્પાઈડરમેન તરીકે ઓળખે છે. જો કે, ટાવર પર પહોંચ્યા બાદ તેની કથિત રીતે ધરપકડ કરવામાં આવી. 

ચડવાનો ઉદ્દેશ્ય ગ્લોબલ વોર્મિગ અંગે જાગૃતિ વધારવાનો હતો 

રોબર્ટ આની પહેલા ઘણી વખત આ કારનામુ કરી ચૂક્યો છે. એક ન્યુઝ વેબસાઈટના રિપોર્ટ મુજબ, આ વખતે તેને ટૉપ પર પહોંચવામાં માત્ર 60 મિનિટનો સમય લાગ્યો. ચઢ્યા પછી તેમણે કહ્યું, મેં ઘણા વર્ષ પહેલા પોતાને વચન આપ્યું હતુ કે જ્યારે હું 60 વર્ષનો થઇશ ત્યારે હું ફરીથી આ ટાવર પર ચઢી જઇશ. કારણકે 60 ફ્રાન્સમાં નિવૃત્તિની ઉંમરનુ પ્રતિક છે અને મને લાગે છે કે આ એક સારો સંદેશ હશે. એક સમાચાર એજન્સી સાથે તેણે વાત કરતા કહ્યું કે ચડવાનો ઉદ્દેશ્ય ગ્લોબલ વોર્મિગ અંગે જાગૃતિ વધારવાનો પણ હતો. રોબર્ટને વિશ્વભરમાં ઉંચી ઈમારતો પર ચઢવા માટે ઓળખવામાં આવે છે. 

રોબર્ટની ઘણી વખત ધરપકડ કરવામાં આવી છે

રોબર્ટના સાહસિક કારનામામાં દુબઈના બુર્જ ખલીફા-દુનિયાની સૌથી ઉંચી ઈમારતના ચોપ સુધી પહોંચવુ સામેલ છે. તે સામાન્ય રીતે કોઈ પૂર્વ સુચના વગર અથવા મંજૂરી વગર પોતાના સ્ટન્ટ કરે છે અને તેની ઘણી વખત ધરપકડ કરવામાં આવી છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

French Spiderman skyscraper viral video સ્પાઈડરમેન OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ