બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 5 જિલ્લાની 55 જેટલી શાળામાં ફી વધારો, 58 શાળાઓની ના મંજૂર, જુઓ કઈ શાળામાં કેટલી વધી ફી?

FRC / 5 જિલ્લાની 55 જેટલી શાળામાં ફી વધારો, 58 શાળાઓની ના મંજૂર, જુઓ કઈ શાળામાં કેટલી વધી ફી?

Last Updated: 09:53 AM, 10 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારની ફી નિયમન સમિતિ એટલે કે (Fee Regulatory Committee) દર વર્ષે અલગ-અલગ શાળાના પ્રાથમિક, માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ફાઈલનો અભ્યાસ કરી જે-તે ખાનગી શાળાઓની ફી નક્કી કરતી હોય છે. ત્યારે સૌરાષ્ટ્રની 25 શાળાઓએ FRC પાસે ફીમાં તોતિંગ વધારો માંગ્યો છે. ખાનગી અને સરકારી શાળાઓના ફી વધારા અંગે ફાઇલનાં અભ્યાસ પછી જે તે શાળાની ફી નક્કી થતી હોય છે. તેવામાં શાળાઓએ 10 થી 50 હજાર સુધીના વધારાની માંગ કરી છે.

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્રની ફી નિયમન સમિતિ દ્વારા વર્ષે અલગ-અલગ સ્કૂલના વર્ગ, પ્રાથમિક, માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મુજબ 5000થી વધુ ખાનગી શાળાઓની ફાઈલનો અભ્યાસ કરી જે-તે ખાનગી શાળાઓની ફી નક્કી કરતી હોય છે.

સૌરાષ્ટ્રની 25 જેટલી શાળાએ FRC પાસે ફીમાં તોતિંગ વધારો માગ્યો છે. શાળાઓએ 10 હજારથી લઈને 50 હજાર સુધીનો ફી વધારા માટે ફી નિયમન સિમિતિ પાસે મંજૂરી માગી છે. શાળાની માંગ પરથી એક વાત તો ચોક્કસ નક્કી છે કે આવનારા દિવસોમાં વાલીઓ પર ફી વધારાનો વધુ એક બોજ પડી શકે.

5 જિલ્લાની 55 શાળાઓમાં ફી વધારો

સૌરાષ્ટની રાજકોટ સ્થિત ફી નિયમન સમિતિએ સૌરાષ્ટ્રની 28 શાળાઓની ફીમાં કોઈ વધારો કર્યો નથી અને 7 શાળાની ફીમાં ઘટાડો કર્યો છે. અ સમિતિએ કુલ 5 જિલ્લાની 55 શાળાઓમાં ફી વધારો કર્યો છે. ફી નિયમન સમિતિ દર વર્ષે ખાનગી અને સરકારી શાળાઓની ફાઇલોના અભ્યાસ બાદ ફીમાં વધારો કરવો કે ઘટાડો અને કેટલો તે નક્કી કરતી હોય છે.

10 હજારથી 50 હજાર સુધી ફી વધારાની માંગ

સૌરાષ્ટ ફી નિયમન સમિતિ પાસે કુલ 25 શાળાઓને ફીમાં તોતિંગ વધારો માંગ્યો છે, આ શાળાઓએ કુલ 10 હજારથી 50 હજાર સુધીનો વધારો માંગ્યો છે. ફી નિયમન સમિતિએ વિવિધ શાળાની 1200 જેટલી ફાઈલ ક્લીયર કરી છે. ત્યારે ચાલો જાણીએ કે કઈ શાળાઓએ કુલ કેટલા ફી વધારાની માંગણી કરી છે.

વધુ વાંચો: મા બાપનો વાંક! નવસારીમાં નાની ઉંમરે એક્ટિવા ચલાવતા 2 બાળકો સ્લીપ થયા, જુઓ CCTV

કઈ શાળાએ માંગ્યો કેટલો વધારો ?

રાજકોટ

  • શ્રી શ્રી એકેડમી અંગ્રેજી માધ્યમ
  • 28 હજાર 565નો વધારો
  • સ્વામિનારાયણ ગુરુકુળ ઈન્ટર નેશનલ
  • 24 હજાર 50નો વધારો
  • સાધુ વાસવાણી સ્કૂલ ફોર ગર્લ્સ
  • 12 હજાર 890નો વધારો
  • મહાત્મા ગાંધી સ્કૂલ
  • 30 હજાર 800નો વધારો
  • જ્ઞાનદીપ વિદ્યાધામ
  • 12 હજારનો વધારો

વિરપુર

  • દિલ્લી વર્લ્ડ પબ્લિક સ્કૂલ
  • 16 હજાર 500નો વધારો

ધોરાજી

  • રોયલ ગર્લ્સ સ્કૂલ
  • 58 હજાર 800નો વધારો

જામનગર

  • ક્રિષ્ના સ્કૂલ
  • 58 હજાર 800નો વધારો
  • કે.એમ.ગોરસાણી ઈન્ટરનેશનલ સ્કૂલ
  • 15 હજાર 740નો વધારો
  • પ્રાઈમ ઉચ્ચતર માધ્યમિક શાળા
  • 16 હજાર 800નો વધારો

ધ્રોલ

  • એમ.ડી.મહેતા સાયન્સ સ્કૂલ
  • 12 હજારનો વધારો

સિદસર

  • નૈમિષારણ્ય અંગ્રેજી માધ્યમ સ્કૂલ
  • 24 હજાર 896નો વધારો

ભાવનગર

  • એમ.એલ.કાકડિયા સ્કૂલ
  • 24 હજાર 480નો વધારો
  • સેન્ટ ઝેવિયર્સ CMI સ્કૂલ
  • 17 હજાર 532નો વધારો

જૂનાગઢ

  • આર.એસ.કાલરિયા સ્કૂલ
  • 18 હજાર 400નો વધારો

કેશોદ

  • પાર્થ ગુજરાતી માધ્યમ સ્કૂલ
  • 12 હજાર 300નો વધારો

પોરબંદર

  • લર્નિંગ ટ્રીઝ ગ્લોબલ સ્કૂલ
  • 16 હજાર 599નો વધારો માગ્યો

બોટાદ

  • સહજાનંદ હાઈસ્કૂલ
  • 23 હજાર 500નો વધારો માગ્યો

હળવદ

  • તક્ષશિલા સ્કૂલ
  • 10 હજાર 500નો વધારો માગ્યો

સંકળાયેલા મુદ્દાઓ

Fee increment Saurashtra School Fee Regulatory Committee
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ