બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / Fourth round of rains failed in Gujarat, big update on Chandrayaan 3, BCCI president to go to Pakistan, samachar supar fast news

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં વરસાદનો ચોથો રાઉન્ડ ફેલ, પાંચમો રાઉન્ડ ક્યારે? ચંદ્રયાન 3 અંગે મોટી અપડેટ, BCCI અધ્યક્ષ જશે પાકિસ્તાન

Dinesh

Last Updated: 07:13 AM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news: મિશન મૂન હેઠળ ISROએ ચંદ્રયાન-3ને ચંદ્રના સાઉથ પોલ પર સફળ લેન્ડિંગ કરાવી ઈતિહાસ રચી દીધો છે, હવે ISRO મિશન સન હેઠળ સુરજ પર પહોંચવાની તૈયારી કરી રહ્યું છે.

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. 2 દિવસ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે તો 2 દિવસ બાદ સૂકું વાતાવરણ રહેશે. અલનીનોની અસરના કારણે વરસાદ નહિંવત્ રહેશે. ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. હાલ વરસાદને લઈને કોઈ એક્ટિવ સિસ્ટમ નથી. વાતાવરણમાં ભેજના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો છુટોછવાયો વરસાદ રહેશે. 

ambalal forecast arrival of meghraja in gujarat from today heat will increase

ISROએ ચંદ્રયાન-3 મિશનનાં રોવર 'પ્રજ્ઞાન'નાં લેન્ડર 'વિક્રમ'થી બહાર નિકળતા સમયે રોવર સાથે લાગેલ સોલાર પેનલને લઈને એક વીડિયો પોસ્ટ કર્યો છે. સ્પેસ એજન્સીએ પોતાના આ વીડિયોમાં લખ્યું કે કેવી રીતે સોલાર પેનલની મદદથી પ્રજ્ઞાન રોવર ઊર્જા મેળવી રહ્યું છે.ઈસરોએ લખ્યું કે બે ખંડોવાળા રેંપે રોવરને ચંદ્રની સપાટી પર ઊતરવાની સુવિધા પ્રદાન કરી અને તેમાં એક સોલાર પેનલે રોવરને ઊર્જા ઉત્પન્ન કરાવવામાં મદદ કરી. વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે રોવર ઊતારવા પહેલા રેંપ અને સોલાર પેનલને કઈ રીતે ઝડપથી તૈનાત કરવામાં આવ્યાં. ચંદ્રયાન-3 મિશનમાં કુલ 26 તૈનાતી તંત્ર લાગેલા છે જેને UR રાવ સેટેલાઈટ સેન્ટર/ઈસરો, બેંગલૂરુમાં વિકસિત કરાવવામાં આવ્યાં હતાં.'

Chandrayaan 3 Update: ISRO shared a video and said A solar panel enabled the rover to generate power

ભાઈ-બહેનનાં પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન નજીક આવી રહ્યો છે. રક્ષાબંધનમાં બહેન પોતાના ભાઈનાં હાથે રક્ષા કરવા કે કરાવવા માટે દોરો બાંધે છે.  આ પર્વ શ્રાવણ શુક્લ પૂર્ણિમાનાં ઊજવવામાં આવે છે. 2023 એટલે કે આ વર્ષે રક્ષાબંધન 2 દિવસ ઊજવવામાં આવશે. ત્યારે આ વખતે રાજ્ય સરકારે રક્ષાબંધનનાં દિવસે રજા જાહેર કરી છે. જેથી 30 મી ઓગસ્ટે રાજ્ય સરકાર દ્વારા રક્ષાબંધનની રજા જાહેર કરી છે. જેથી તા. 30 નાં રોજ તમામ સરકારી કચેરીઓ રક્ષાબંધનનાં દિવસે બંધ રહેશે.

Gujarat Govt declares holiday on Rakshabandhan day, all government offices will be closed on August 30, circular released

મિશન મૂન હેઠળ ISROએ ચંદ્રયાન-3ને ચંદ્રના સાઉથ પોલ પર સફળ લેન્ડિંગ કરાવી ઈતિહાસ રચી દીધો છે. ISRO મિશન સન હેઠળ સુરજ પર પહોંચવાની તૈયારી કરી રહ્યું છે. 2 સપ્ટેમ્બરે ઈસરો પીએસએલવી રોકેટ દ્વારા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર એસએચએઆર શ્રીહરિકોટાથી આદિત્ય-એલ1ને લોન્ચ કરશે.ઈસરોનું આદિત્ય એલ1 મિશન ભારતીય અંતરિક્ષ એજન્સીનું સૌથી કઠિન મિશન છે. ઈસરો ચીફ એસ સોમનાથે હાલમાં કહ્યું કે ભારત હવે સૂરજ પર તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું, "પાછલા થોડા મહિનાઓથી અંતરિક્ષ એજન્સીનું ધ્યાન ચંદ્રયાન-3 પર હતું. સાથે જ ઈસરો અન્ય પરિયોજનાઓ પર પણ કામ કરી રહ્યું છે જે આવનાર મહિનામાં ઉડાન ભરવા માટે તૈયાર છે."

Mission Aditya L-1 will launch on september 2 atter chandaryaan 3

Panchmahal News : જગ પ્રખ્યાયત યાત્રાધામ પાવાગઢ મંદિરમાં મોટી દુર્ઘટના ટળી છે. પાવાગઢમાં રોપ વેમાં ટેકનીકલ ખામી સર્જાઈ હોવાની વિગતો સામે આવી છે. કેબલ ટ્રેક પરથી રોપ વે ઉતરી ગયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જે ઘટનાને પગલે રોપ વેના ઉડન ખટોલામાં બેઠેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.  સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ રોપ વેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેને લઈ રોપ વેની ઘણી ટ્રોલીઓ ત્યાં જ થંભી ગઈ હતી. આ બનાવના પગલે કેટલાક યાત્રાળુઓ અધવચ્ચે રોપવેમાં ફસાયા હતા. જો કે, સમગ્ર બનાવના પગલે વહીવટી તંત્રએ ટેકનીકલ ખામી શોધી અને દૂર કરવાનો પ્રયાસો હાથ ધર્યા હતા.

ડાકોરમાં રણછોડરાયના દર્શનને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવે રણછોડરાયના દર્શન કરવા માટે પૈસા ચૂકવવા પડશે. વિગતો મુજબ ભગવાન રણછોડરાયના નજીકથી દર્શન કરવા રૂ.500 ચૂકવવા પડશે. નોંધનીય છે કે, ખેડાના ડાકોરમાં મંદિરની કમિટી દ્વારા આ વિવાદીત નિર્ણય લેવાયો છે. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હવે  VIP દર્શનનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ ખેડાના ડાકોરમાં મંદિરની કમિટી દ્વારા એક વિવાદિત નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે ભક્તોએ ભગવાનના નજીકથી દર્શન કરવાં માટે પૈસા ચૂકવવા પડશે. જેમાં મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવાનો વ્યક્તિદીઠ 500 રૂપિયા ચાર્જ વસુલાશે. 

From now on VIP darshan of Kaliya Thakur in Dakor will have to be paid

 Kutch News : વર્લ્ડ હેરિટેજ સાઈટ બન્યા પછી ધોળાવીરાને વધુ એક સિધ્ધિ હાંસલ થઈ છે. કચ્છના ધોળાવીરાને વર્લ્ડ એટલાસ અજાયબીઓમાં સ્થાન મળ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોળાવીરાની આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ નોંધ લેવાઈ છે. ભૂગોળની માહિતી આપતી જાણીતી વેબસાઈટમાં ધોળાવીરાનું સ્થાન વર્લ્ડ એટલાસ તરીકે તાજેતરમાં અજાયબીઓની યાદીમાં જાહેર કરાઈ છેગુજરાતના ધોળાવીરાને ભારતના બે હડપ્પન શહેરોમાં બીજું શહેર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ શહેરમાં ઇ.સ પૂર્વે 1800 થી 3000 વચ્ચે 1,200 વર્ષના સમયગાળામાં આ શહેર વસ્યું હતું.

Kutch News : Dholavira of Kutch has got a place in World Atlas Wonders

 અમદાવાદનાં ચકચારી ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. જે કેસ કોર્ટમાં ચાલતા કોર્ટે તથ્ય પટેલને સાબરમતી જેલમાં મોકલ્યો હતો. જે બાદ જેલમાં તેને ઘરનું ભોજન મળે તે માટે અરજી કરવામાં આવી હતી. જે અરજી કોર્ટે ગ્રાહ્ય ન રાખી અરજી ફગાવી દીધી હતી. જે બાદ ફરીથી અરજી કરી હતી. તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલને આજથી ઘરનું ટિફિન મળશે. તેમજ પ્રજ્ઞેશ પટેલનાં મેડિકલ ગ્રાઉન્ડને ધ્યાને રાખી કોર્ટે માંગ ગ્રાહ્ય રાખી હતી. તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સાથે વકીલોને ન મળવા દેવાની વાત પર કોર્ટે જેલ સુપ્રિટેન્ડન્ટને નિર્દેશ કર્યો હતો કે નિયમ મુજબ જ કામગીરી થવી જોઈએ. વકીલોને મળવા દેવા આદેશ કર્યો હતો. 

ISKCON accident case: Tathya Patel slapped, father Prajnesh Patel partially relieved, village court directs jail...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે યૂનાનની રાજધાની એથેંસમાં ભારતીયોને સંબોધિત કરતા કહ્યું કે ચંદ્રયાન-3 ની સફળતાથી દુનિયામાં ભારતની તાકાત દેખાઈ. સાથે સાથે તેમણે કહ્યું કે હાલ શ્રાવણનો મહીનો ચાલી રહ્યો છે. એક પ્રકારથી શિવજીનો મહીનો છે અને આ પવિત્ર મહિનામાં દેશે ફરી એક નવી સફળતા મેળવી છે. ભારત ચંદ્રનાં ડાર્ક ઝોનમાં સાઉથ પોલમાં ઉત્તરણ કરવાવાળો પહેલો દેશ બની ગયો છે. પીએમ મોદીએ કહ્યું, ભારતે ચંદ્રમાં પર તિરંગો લહેરાવીને આખા વિશ્વને ભારતની તાકાતને પરિચય કરાવ્યો છે. દુનિયાભરમાંથી શુભેચ્છા સંદેશો આવી રહ્યા છે. લોકો તેમની શુભેચ્છાઓ મોકલી રહ્યા છે. ત્યારે આ શુભેચ્છાઓ દરેક ભારતીયને મળી રહી છે.

'India full of confidence, Chandrayaan-3 showed the world our strength': PM Modi in Greece, 5 major points of the address

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી સીએમ અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ મામલો પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ સંબંધિત ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે તમારી રિવિઝન પિટિશન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. તેથી અહીં સાંભળવાની જરૂર નથી. આ કેસમાં નીચલી કોર્ટે કેજરીવાલને સમન્સ જારી કર્યા છે. હકીકતમાં યુનિવર્સિટીએ કેજરીવાલ વિરુદ્ધ તેમના નિવેદન બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

Arvind Kejriwal's trouble increased, the Supreme Court rejected the petition in the Gujarat University defamation case

World Athletics Championships 2023: વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023નું આયોજન બુડાપેસ્ટમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિનર નીરજ ચોપરાએ શાનદાર રમત બતાવી છે.  નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. નીરજ ચોપરાએ ભાલા ફેંક એટલે કે જેવલિન થ્રો સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. નીરજે પ્રથમ પ્રયાસમાં જ 88.77 મીટર દૂર જેવલિન થ્રો કરીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને  તેની ફાઈનલ મેચ 27 ઓગસ્ટે રમાશે

Neeraj Chopra threw the javelin 88.77 meters, made it to the final of the World Championship

 પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર યોજાનાર એશિયા કપને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ રોજર બિન્ની અને ઉપપ્રમુખ રાજીવ શુક્લા પાકિસ્તાન જશે. રોજર બિન્ની અને રાજીવ શુક્લા એશિયા કપની ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેશે. આ પહેલને ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધિત સંબંધો સુધારવાની પહેલ તરીકે પણ જોઈ શકાય છે. એશિયા કપ 30 ઓગસ્ટથી યોજાવા જઈ રહ્યો છે અને ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાનમાં રમાશે. આ વખતે એશિયા કપનું યજમાન પાકિસ્તાન હતું. પરંતુ ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાન ખાતે ટીમ મોકલવાનો ઇનકાર કર્યો હતો. ઘણા વિવાદ બાદ પાકિસ્તાનની સાથે શ્રીલંકામાં ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

BCCI President Roger Binny and Rajiv Shukla will visit Pakistan, India's historic initiative for the Asia Cup

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ