ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ભારત / હરિદ્વારમાં ચાર શાહી અમૃત સ્નાન યોજાશે, જાણો ક્યારે શરુ થશે કુંભ મેળો

ધર્મ / હરિદ્વારમાં ચાર શાહી અમૃત સ્નાન યોજાશે, જાણો ક્યારે શરુ થશે કુંભ મેળો

Published By: Nirav Kumar

Last Updated: 11:02 PM, 28 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિદ્વારમાં યોજાનાર અર્ધ કુંભ માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અખિલ ભારતીય અખાડા પરિષદ સાથે બેઠક યોજી હતી. જેમાં ત્રણ શાહી સ્નાન સહિત 10 સ્નાન તારીખોની જાહેરાત કરવામાં આવી હતી.

ADVERTISEMENT

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે શુક્રવારે એક મહત્વની બેઠકમાં, અખિલ ભારતીય અખાડા પરિષદે 2027ના અર્ધ કુંભ મેળા માટે ત્રણ શાહી સ્નાન સહિત 10 સ્નાન તારીખોની જાહેરાત કરી છે. જાન્યુઆરીથી એપ્રિલ સુધી આયોજિત થનારા આ ઐતિહાસિક મેળામાં સાધુઓ અને સંતો સાથે ચાર શાહી અમૃત સ્નાન કરવામાં આવશે જેને સંત પરંપરામાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ માનવામાં આવી રહ્યો છે.

  • પ્રથમ શાહી સ્નાન ક્યારે?

પ્રથમ શાહી સ્નાન 6 માર્ચે મહાશિવરાત્રી પર, બીજું સોમવતી અમાવસ્યા પર 8 માર્ચે, ત્રીજું વૈશાખી (મેષ સંક્રાંતિ) પર 14 એપ્રિલે અને ચોથું ચૈત્ર પૂર્ણિમા (અમૃત સ્નાન) પર 20 એપ્રિલે થશે. આ સિવાય મકરસંક્રાંતિ પર પણ એક મહત્વનું સ્નાન થશે પરંતુ તેને શાહી સ્નાન તરીકે ગણવામાં નહીં આવે.

આ અંગે CM પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું કે, "કુંભના આયોજનમાં સંતોની ભૂમિકા ખુબ મહત્વની છે. બધા સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે અને મેળાની વ્યવસ્થા ભવ્ય અને વ્યવસ્થિત બનાવવામાં આવશે. કુંભ મેળો ભવ્ય રહેશે અને વહીવટી તૈયારીઓ ઝડપથી આગળ વધી રહી છે".

vtv app promotion
  • શાહી સ્નાન ક્યારે ?

CM પુષ્કર સિંહ ધામીએ પુષ્ટિ આપી હતી કે, આ મેળો 14 જાન્યુઆરી 2027 ના રોજ મકરસંક્રાંતિના દિવસે શરૂ થશે. ત્યાર બાદ સ્નાન 6 ફેબ્રુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે,11 ફેબ્રુઆરીએ વસંત પંચમી અને 20 ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાના દિવસે થશે. આ સિવાય બીજી મહત્વની તિથિમાં 7 એપ્રિલે નવ સંવત્સર અને 15 એપ્રિલે રામ નવમીનો સમાવેશ થાય છે.

વધુ વાંચો : PM મોદીએ વિશ્વની સૌથી ઊંચી શ્રી રામ પ્રતિમાનું કર્યું અનાવરણ, જાણો ખાસિયત

આ બેઠકમાં મુખ્યમંત્રી ધામીએ તમામ અખાડાઓને આગામી અર્ધ કુંભમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું અને મેળાને કુંભ જેવો જ ભવ્ય અને દિવ્ય બનાવવા માટે સૂચનો માંગ્યા હતા. તેમને જણાવ્યું હતું કે, હરિદ્વાર અર્ધ કુંભ દેશ અને વિદેશમાં સાંસ્કૃતિક વારસા તરીકે પોતાની નવી ઓળખ બનાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Haridwar Ardh Kumbh Uttarakhand

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ