બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Former Gujarat Governor and senior BJP leader Omprakash Kohli passes away, Harsh Sanghvi tweets tributes

શોકાતુર / ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા ઓમપ્રકાશ કોહલીનું નિધન, હર્ષ સંઘવીએ ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ

Vishal Khamar

Last Updated: 08:39 PM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી.કોહલીનું આજે નિધન થતા રાજકારણમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

  • ગુજરાતનાં પૂર્વ રાજ્યપાલનું નિધન
  • ઓ.પી. કોહલીનું નિધન થતા રાજકીય માહોલમાં શોકનું મોજું
  • મુખ્યમંત્રી તેમજ રાજકીય નેતાઓએ તેમને સોશિયલ મીડીયાના માધ્યમથી શ્રદ્ધાંજલી પાઠવી

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા ઓમપ્રકાશ કોહલીનું 87 વર્ષની વયે નિધન થવા પામ્યું છે. ત્યારે આ દુઃખદ સમાચારથી રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મુખ્યમંત્રી, નેતાઓ  ઓમપ્રકાશ કોહલીને તેમને સોશિય મીડીયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. 

 વર્ષ 1999-2000 દરમિયાન, તેઓ ભાજપના દિલ્હી એકમના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીનો જન્મ 9 ઓગષ્ટ 1935 માં દિલ્હી ખાતે થયો હતો. તેઓએ દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. ઓમ પ્રકાશ કોહલી ભારતના લોકશાહીના ઉપલા ગૃહ રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય અને ગુજરાતના રાજ્યપાલ હતા. તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રાજકારણી છે . તેઓ 1994 થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય હતા . તેમણે દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (DUTA) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રમુખની જવાબદારી નિભાવી છે અને 37 વર્ષથી વધુ સમયથી દિલ્હીની હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજમાં લેક્ચરર તરીકે સેવા આપી છે. વર્ષ 1999-2000 દરમિયાન, તેઓ ભાજપના દિલ્હી એકમના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા . ઈમરજન્સી દરમિયાન એમઆઈએસએ હેઠળ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી .

રાજકારણની સાથે સાથે તેઓ લેખક પણ હતા

દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દીમાં અનુસ્નાતક પૂર્ણ કર્યું હતું. ઓમ પ્રકાશ કોહલી એક શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી તેમજ લેખક પણ હતા. તેમણે 'ઓન ધ ફ્રન્ટ ઑફ નેશનલ સિક્યુરિટી', 'એજ્યુકેશન પોલિસી' અને 'ભક્તિ કાલના સંતોની સામાજિક ચેતના' જેવા પુસ્તકો લખ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ