ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Former cricketer shifted to hospital on birthday: serving sentence in jail for last one year

તબીયત લથડી / જન્મદિને જ પૂર્વ ક્રિકેટરને હોસ્પિટલ ખસેડાયા: છેલ્લા એક વર્ષથી જેલમાં ભોગવી રહ્યા છે સજા

Published By: Kavan

Last Updated: 07:24 PM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવજોતસિંગ સિદ્ધુની તબીયત તેમના જન્મદિવસે બગડી હતી. આ પછી પટિયાલા જેલ પ્રશાસન દ્વારા તેઓને રાજીન્દ્રા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબીયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ADVERTISEMENT

  • નવજોતસિંગ સિદ્ધુની તબીયત લથડી
  • તેમના જન્મ દિવસે જ તબીયત લથડતા હોસ્પિટલ ખસેડાયા
  • છેલ્લા એક વર્ષથી તેઓ જેલમાં સજા ભોગવી રહ્યા છે

નવજોતસિંગ સિદ્ધુની તબીયત તેમના જન્મદિવસે બગડી હતી. આ પછી પટિયાલા જેલ પ્રશાસન દ્વારા તેઓને રાજીન્દ્રા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબીયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. થોડા દિવસ પહેલા સિધ્ધુને દાંત દુખવાની પણ સમસ્યા સર્જાઈ હતી. જેથી તેઓ ડોક્ટરને પણ મળવા ગયા હતા. તેમજ સિદ્ધુને લીવરની પણ સમસ્યા છે અને પીજીઆઈ ચંડીગઢ હોસ્પિટલમાં તેઓનો ઈલાજ ચાલી રહ્યો છે.  જેથી જેલમાં પણ તેઓને ર્ડાક્ટરની સલાહ મુજબ જમવાનું આપવામાં આવે છે.

એક વર્ષથી સજા ભોગવી રહ્યા છે સિદ્ધુ

નવજોતસિંગ સિદ્ધુ હાલમાં 34 વર્ષના જૂના રોડ કેસમાં પટિયાલાની સેન્ટ્રલ જેલમાં એક વર્ષથી જેલની સજા ભોગવી રહ્યા છે. સિદ્ધુ તેમના ઘરથી 1.5 કિલમીટર દૂર પટિયાલાને શેરાવલે ગેટ પર માર્કેટ પહોચ્યા હતા. તે દરમિયાન બજારમાં કાર પાર્કીંગને લઈને વિવાદ સર્જાયો હતો. જેમાં 65 વર્ષીય ગુરુનામસિંહ સાથે વિવાદ થયો હતો. આ દરમિયાન સિદ્ધુએ ગુરુનામસિંહને નીચે પાડી દીધા હતા. જે બાદ ગુરૂનામનું હોસ્પિટલમાં મૃત્યું થયું હતું. ત્યાર બાદ કેસમાંથી સિદ્ધુને રાહત મળી હતી. પરંતું મૃતકના પરિવારે સિદ્ધુને આપવામાં આવેલી રાહત સામે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. જે અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સિદ્ધુને એક વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.
 

 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Hospital Navjot Singh Sidhu Punjab helth issue

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ